Page:-57
ઇશાન બોલ્યો હા મને ખબર છે સરૂ ,હું તારો હસબંડ નથી પણ ચલ આજે તને હું એક વાત કહી જ દઉં .. સરૂ આઈ લવ યુ..! અને મને તારો હસબંડ થવામાં કોઈ જ પ્રોબલેમ નથી ..!
શર્વરીએ એકદમ પલંગમાંથી ઉભી થઇ અને ગાઉન પેહરી લીધો અને બોલી પેહલા કપડા પેહરી લેઇશાન ચિરાગ આવતો હશે ..
ઇશાન બોલ્યો સરૂ તે મને કઈ જવાબ ના આપ્યો સરૂ હું તને પ્રેમ કરુ છુ..કઈક તો બોલ તું મને શું માને છે તારે ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ? શર્વરી બોલી ઇશાન પાગલપંથી બંધ કર ઇશાન.. હું તારા કરતા દસ વર્ષ મોટી છું ..એટલામાં શર્વરીના રૂમનો બેલ વાગ્યો,બને જણાએ પોતના કપડા સરખા પેહરીને બારણું ખોલ્યું ચિરાગ હતો ..ચિરાગ બોલ્યો સરૂ સોરી આવી રીતે તારા રૂમમાં આવવા માટે..!
શર્વરી ગુસ્સાથી બોલી ..ચિરાગ પેહલા તો મને એમ કહે કે તારી પાસે મારી રૂમની કી આવી ક્યાંથી? ચિરાગ બોલ્યો મારી પાસે તારી રૂમ કી નથી સરૂ , બહાર હાઉસકીપિંગની ટ્રોલીમાં માસ્ટર કી પડી હતી અને એ ટ્રોલીમાંથી એ લઈને મેં તારા રૂમનું બારણું ખોલી નાખ્યું,અને સરૂ તારા રૂમમાં આવવા માટે મારે ક્યાં કોઈ પરમીશનની જરૂર છે ? મારે તને સરપ્રાઈઝ આપવી હતી,બટ મને લાગે છે કે પરમીશનની જરૂર હતી સોરી સરૂ..!!
શર્વરી બોલી.. ચિરાગ હવે હું શર્વરી છું તારી સરૂ નહિ, મેં એ બધું જ બંધ કર્યુ છે જે તે મારી પાસે ચાલુ કરાવ્યું હતું ..ચિરાગ સેહજ વ્યંગમાં હસીને બોલ્યો કમ ઓન સરૂ હજી દસ મિનીટ પેહલા તો ઇશાન અને તને મેં મારી સગી આંખે.. ઇશાન તરત જ ગુસ્સાથી બોલ્યો મિસ્ટર ચિરાગ હું અને સરૂ રિલેશનશિપમાં છીએ માઈન્ડ યોર ઓન બીઝનેસ ..
ચિરાગ ભવા ચડાવીને અને શર્વરીની સામે જોઇને બોલ્યો સરૂ ઈઝ ધીસ ટ્રુ.? આ સાચી વાત છે સરૂ ?શર્વરી બોલી ..નન ઓફ યોર બીઝનેસ ચિરાગ સ્ટોપ ઓલ ધીસ અને હવે ફરી તું મને સરૂ કહીને નહિ બોલાવે.. ચિરાગ એ કીધું ઠીક છે તારી જેવી મરજી એઝ યુ નો આઈ એમ નોટ રેપીસ્ટ..શર્વરી બોલી ..સ્ટોપ ધીસ એન્ડ વિલ યુ પ્લીઝ ગેટ આઉટ ફ્રોમ માય રૂમ ચિરાગ ..ચિરાગે કીધું શર્વરી તું મારી ઈન્સલ્ટ કરી રહી છે..શર્વરી ગુસ્સાથી બોલી.. લિસન ચિરાગ આપણી વચ્ચે જે હતું ,એ બધું જ તે જ જાતે કરીને પૂરું કર્યું છે..હું તો તારા અને મારા બંને ના લગ્ન થયા પછી પણ તારી ઉપર હું ભરોસો મુકીને ચાલતી હતી.. પણ તે મારા શરીરનો ખાલી ઉપયોગ જ કર્યો છે..ફક્ત તારા સ્વાર્થ અને રૂપિયા માટે CONT..58