Page:-58
ચિરાગ બોલ્યો..ચલ તારી વાત એકવાર હું કબુલ કરું છું સરૂ ,સોરી શર્વરી પણ આજે એ તારા બધા જ ગિલા શિકવા દુર કરવા હું આવ્યો છું..
શર્વરી તરત જ સમજી ગઈ કે આ મિલન દવે સુધી પોહચવા માટે મને પટાવી રહ્યો છે..શર્વરી બોલી ચિરાગ હવે હું ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતી તારી જુનિયર નથી, કે હવે તું કહીશ ત્યાં હું લોકો ની પથારી ગરમ કરવા જતી રહીશ..
ચિરાગ બોલ્યો શર્વરી હવે તારે અહિયાં અટકવું છે કે હું બીજું કઈ વધારે તને યાદ કરાવું ?
શર્વરી બોલી તું મને શું યાદ કરાવીશ ? ઓરતની પીડાનો તને અંદાજ છે ? ચિરાગ બોલ્યો શર્વરી તું પેહલા તો ઓરત શબ્દ કાઢી નાખ તારી ડીક્ષનેરીમાંથી કેમકે તું ઓરત નથી..અને બીજું તારે અને તારા હસબંડને પીયુષ બંનેને અરે હા તારા હસબંડ પીયુષ કરતા પેલો તારો ઐયાશ સસરો એ બધાને તારા રૂપિયાની ભૂખ વધારે હતી.. આખી રાતની રાત તું તારા ઘરની બહાર રેહતી અને તારો હસબંડ પીયુષ જ તને વેહલી સવારે લેવા આવતો અને છતાં પણ આંખ આડા કાન કરતા તારો હસબંડ પીયુષ અને તારા સાસુ સસરા અને અત્યારે તું મને એકલાને દોષ આપે છે ?
શર્વરી કશું બોલી નહિ ચિરાગ આગળ બોલ્યો .. શર્વરી મારા કરતા તો તારો હસબંડ પીયુષ અને તારા સાસરીયા વધારે જવાબદાર છે ,આ બધા માટે અને હા તારામાં બહુ હોશિયારી હતી તો ભણવું હતું ને, યાદ છે તને તારો બાપ એક છાપું સુધ્ધા નોહતો મંગાવતો , છેક સાંજે છાપું વાંચતો બાજુવાળાનું માંગીને .. જનરલ નોલેજ તો બહુ દુર હતું શર્વરી તારામાં તો સામાન્ય બુદ્ધિ પણ નોહતી શર્વરી અને તું કોઈની જોડે સળંગ ત્રણ ઉપર ચોથી લાઈન વાત કરી શકે એટલું નોલેજ પણ નોહતું તારામાં..અભણ હતી તદ્દન ડોબી સિમ્પલી બીકોમ પાસ ..આ ગોવાની સેવન સ્ટાર હોટલ અને એની ગઈકાલની બીચ પાર્ટી તું કે તારી સાત નહિ સત્તર પેઢીમાં કોઈએ જોઈ નથી..તું ક્યાં હતી અને હું તને ક્યાં લાવ્યો એહસાન માન મારો શર્વરી એહસાન..
શર્વરી બોલી તો તારી પાસે પણ શું હતું ચિરાગ તું પણ મારા આ ચામડાને વેચીને તું ઉપર આવ્યો છે ને હલકટ..ચિરાગ બોલ્યો રેહવા દે શર્વરી ચામડા ચામડા બહુ ના કરીશ એ દુનિયા પણ તે હજી જોઈ નથી અને મેં એમાં પણ તને બહુ બધી જગ્યાએ પ્રોટેકટ કરી છે તું તો એવી રીતે વાત કરે છે કે તું વેશ્યા હોય અને હું તારો દલાલ ..અને ચલ તું ખરેખર જ એવું માનતી હોય તો ચલ એમજ , અને હું તો ફરી એકવાર તારું ચામડું વેચવા જ આવ્યો છું પણ ખાલી કિમત સાંભળી લે..CONT..59