Page:-69
શર્વરી બોલી ઇશાન તારે ઓવર સ્માર્ટ કે પઝેસીવ થવાની જરૂર નથી મારા માટે .. તું તારું કામ કર અને મને મારું.. શર્વરીના તેવર જોઈને ઇશાન ભડક્યો ..જો સરૂ.. શર્વરીએ વાત વચ્ચેથી કાપી અને બોલી તું મારો ગાર્ડિયન ના થઈશ ઇશાન ઓકે..! ચુપચાપ તું પર્સીની જોડે રહે દારુ પી અને સિગરેટો ફૂંક, મારે શું કરવું એની મને ખબર છે..નાઉ નો મોર ડિસ્કશન.. શર્વરીના કડક શબ્દોથી ઇશાનનું મોઢું પડી ગયું અને ત્યાં મિલન અને પર્સી આવ્યા એ બને જણાએ ઇશાનનું પડી ગયેલું મોઢું જોયું પણ ખાલી માર્કિંગ કરી અને ચારે જણા આગળ વધ્યા..
પર્સીને કોઈપણ રીતે મિલનથી છૂટવું હતું,અને મિલનને પણ શર્વરી જોડે ઘણી વાતો કરવાની હતી,પણ પર્સીથી છૂટવામાં મિલનને વચ્ચે જહાંગીર ખંભાતાની કડક સુચના આડી આવતી હતી.. મિલન કોઈપણ સંજોગોમાં પર્સીને એકલો મુકવો નહિ , ત્રણ મહિના ડ્રગ્સ રિહેબિલિટેશન સેન્ટરમાં થાઈલેન્ડ મુકયો હતો ,ત્યારે એનું અત્યારે માંડ ઠેકાણું પડ્યું છે ફરી એ ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાય એનું ધ્યાન તારે રાખવાનું છે..અને એટલે જ મિલને ઇશાનને જોડે લઇ લીધો હતો ,જેથી એ શર્વરી સાથે ક્યાંક કેસીનોમાં આઘોપાછો થાય તો ઇશાન પર્સીનું ધ્યાન રાખે..મિલન બોલ્યો પર્સી ક્યાં જઈશું ?પર્સી બોલ્યો હું તો બ્લેક જેક રમીશ..અને તમે રુલેટ ? મિલને કીધું યસ રુલેટ ..ઓકે તો પછી રાત્રે બે વાગ્યે અહિયાં જ મળીયે આ કોઈન કાઉન્ટર પર જ મળીયે..,મિલને ઘડિયાળ જોઈ અને બોલ્યો ઓકે ત્રણ કલાક છે આપણી જોડે ચાલશે ,પણ પર્સી ઇશાનને તારી સાથે રાખજે, પર્સીએ કીધું ચોક્કસ..ઇશાન શર્વરી વાતો એ બંને ને સાંભળતા રહ્યા, મિલને ઇશાનને સીધું કહી જ દીધું પ્લીઝ ટેઈક કેર ઓફ પર્સી ઇશાન અમે આ બાજુ રુલેટ સેક્શનમાં છીએ..ઇશાન કંઈ હા ના કરે એ પેહલા મિલને શર્વરી જોડે ચાલતી પકડી..ઇશાન જતા જતા ઉંધો વળી વળીને શર્વરી તરફ જોતો રહ્યો અને મિલને એ પકડી લીધું..શર્વરી પણ એને જ જોતી હતી..ઇશાન પર્સીની પાછળ ખેંચાતો બિલકુલ ઉંધી તરફ બ્લેક જેક સેક્શનમાં જતો રહ્યો..ઇશાન ખુબ જ ટેન્શન માં આવી ગયો હતો, એણે માની લીધું કે મિલન હવે શર્વરી સાથે આજે શારીરિક સબંધો બાંધશે અને શર્વરી પેહલાની જેમ મિલન દવે પાસેથી કાયાની ડીલમાં ફેવર લેવા માટે મિલનને સરેન્ડર થઈ જશે અને મિલન ને હેપી કરશે..!મિલન બોલ્યો શું વાત છે શર્વરી તારી પાછળ પાગલ છે આ છોકરો ઇશાન ,શર્વરી કઈ બોલી નહિ.. મિલને કીધું ચલો આગળ સાલી સાહેબા શર્વરી સેહજ વિચારોમાં ખોવાઈ ગઈ હતી. અને હ હ હા હા એમ કરીને ચાલવા લાગી મિલનની પાછળ….CONT..70