Page:-77
શર્વરી બોલી જીજુ એમ સીધા હાથ અધ્ધર ના કરો હું જે કહીશ એ બધું તમે ચિરાગ કે સિલ્વારાજને આપી દેશો..?મિલન શર્વરીને ચકાસતો હતું કે એનું નોલેજ કેટલું છે..! મિલન હસતો હસતો બોલ્યો આપી દઈશ આખી કાયા ઓટોમોટીવ આપું બોલ..
શર્વરી એ થોડો છણકો કર્યો..તમે ભલે મને કાયા આપો જીજુ પણ હું તો સીડીઆઈસી ના આપી શકું તમને, જીજુ ચોખ્ખી વાત કરો..! મિલન બોલ્યો શર્વરી ગીફ્ટ સીટીના ડાયમંડ ટાવરના એક એક ફ્લોરની કિંમત પચાસ કરોડ જ છે અને બાકીના પચાસ કરોડ રૂપિયાનો તો ભ્રષ્ટાચાર કરવો પડશે ત્યારે એક ફ્લોર માંડ હાથમાં આવશે લુંટ મચવાની છે ગાંધીનગરમાં ,અને હા એક અંદરની વાત કહી દઉં મારો કાયાનો જહાંગીર કાવસજી ખંભાતા અને તારો દિનેશ પારેખ પચાસ માળનું આખું એક એક બિલ્ડીંગ ખરીદવાની ફિરાકમાં છે..! બીજો નરીમાન પોઈન્ટ ઉભો થાય છે ગાંધીનગરમાં ..શર્વરીને બહુ રસના પડ્યો એ વાતમાં એટલે એ બોલી જીજુ મારે શું કરવાનું એ બોલો..કાલની મીટીંગમાં તમે શું કરશો સીધી વાત કરો ..! શર્વરી હવે કમ્પ્લીટ મુદ્દા પર આવી ગઈ હતી..મિલને હસીને કીધું મારી નોકરી જાય એ બધું અત્યારે તને કહું તો..શર્વરીને બાજી હાથથી જતી લાગી એટલે છેલ્લું પાનું ઉતરી.. જીજુ સાલી તો આધી ઘરવાળી હોય છે એમ કરીને શર્વરીએ થોડી હવસખોર આંખોથી મિલનનું સામું જોયું,, મિલન બોલ્યો શર્વરી એ અડધી ઘરવાળીને સમજણ પાડ કે હું એનું ઘર જ બનાવુ છું .!શર્વરી કશું બોલી નહિ અને થોડી ઉદાસ થઇ ગઈ.. ર્કદમ મિલને ઓફ ટ્રેક વાત કરી મિલને પૂછ્યું શર્વરી તું કેટલું ભણી ? શર્વરીએ કીધું બીકોમ અને પછી કોર્સ્પોન્ડન્સથી એમબીએ અને પછી તમારા જેવા લોકો મળતા ગયા અને શીખવાડતા ગયા અને શીખતી ગઈ..દુનિયાદારી .. દુનિયા અને એની દારી
મિલને કીધું શર્વરી હું એન્જીનીઅર થયો મીકેનીકલમાં અને પછી ઓટોમોબાઇલમાં પછી એમબીએ થયો અમેરિકાથી ઇન્ડીયા આવીને ચાર્ટડ ફાઈનાસ કર્યું..આટલુ બધું ભણ્યો પણ તારા જેવી હોશિયારી મારામાં ના આવી ..
શર્વરી એ પૂછ્યું કેવી ?
સીધે સીધું મોઢા પર પૂછી લેવાની.. આ બધું તમે અમદાવાદના લોકો જ કરી શકો..અમે વડોદરાવાળા તો ડરીએ..શર્વરીએ કીધું ડરવાની ક્યાં જરૂર છે અહિયા અત્યારે અડધી રાત્રે ગોવામાં હું છું અને તમે છો ,બીજું કોઈ નથી અને મારા બોસએ મને કીધું કે મિલનને જે કઈ જોઈતું હોય એ આપવાનું છે અને ચિરાગ પણ તૈયાર છે.. હું પૂછું છું તો તમે કહો કે તું નક્કી કર પણ એવું ક્યાંથી થાય..?CONT..78