Page:-80
સામેથી જવાબ આવ્યો ઓહ મિલન થેંક્યું સો મચ ટેઈક કેર ગુડ નાઈટ..મેહારાન ખંભાતાનો ફોન હતો મિલન અને મેહરાનની ઉમર લગભગ સરખી હતી..મિલન જયારે ઇન્ડસ્ટ્રીમાં પોઝીશન મેળવવા માટે સ્ટ્રગલ કરતો હતો ત્યારે મેહરાન ઇન્ડિયાની ટોપની મોડેલ થઇ ચુકી હતી..
મિલનને પણ એક જમાનામાં હિન્દુસ્તાનના કરોડો લોકોની જેમ મેહરાન પર ક્રશ હતો, પરંતુ આજે મેહરાન એની કાયા ઓટોમોટીવની માલકિન હતી..
ગાડીમાં પર્સી હોશમાં હતો અને ઇશાન અડધોપડધો હોશમાં..
મિલને પૂછ્યું કેટલા શોટ લીધા છે પર્સી ..?પર્સી કશું બોલ્યો નહિ અને ગાડીની બહાર જોતો રહ્યો મિલને થોડા ઊંચા અવાજે પૂછ્યું પર્સી હું તને પૂછું છું..પર્સી એકદમ હાર્ડ ફેસથી જવાબ આપ્યો નન ઓફ યોર એરિયા મિલન.. મિલન પર્સીના ઉદ્ધત જવાબથી અકળાયો પર્સી જસ્ટ ટેલ મી કેટલા શોટ લીધા છે તે ? જહાંગીર કાવોસજીએ મારી સાથે તને મોકલ્યો છે યુ આર માય રિસ્પોન્સીબીલીટી. તું અત્યારે મારી જવાબદારી છે..પર્સી એ જવાબ આપ્યો યુ આર મીસ્ટેક્ન મિલન સમ..વેર..તારી કઈક ભૂલ થાય છે મિલન..પર્સીએ મિલનને એની ઓકાત બતાડવાનો પ્રયત્ન કર્યો..અને એટલામાં ઇશાન જોરદાર ખાંસ્યો..અને સતત એની ખાંસી ચાલુ રહી શર્વરીએ ઉંધા ફરીને એને પાણી આપ્યું..એની બાજુમાં બેઠેલો પર્સી તદ્દન કઈ જ થયું નથી એમ જોતો રહ્યો.. ઇશાન લગભગ બેવડ વળી ગયો એની ખાંસી બંધ થતી નોહતી.. બે ત્રણ મિનીટ સળંગ ખાંસી ચાલુ રહી એટલે મિલને ગાડી સાઈડ પર કરી ઉભી કરી શર્વરી તરત જ ઉતરી અને પાછલી સીટ પર ગઈ પર્સી કઈ જ થયું નથી એમ રીએક્શન આપતો હતો..શર્વરીએ ઇશાનને પોતાની આગોશમાં લીધો અને એના બરડે હાથ ફેરવવા લાગી..ખાંસી ખાતો ખાતો ઇશાન..સરૂ.. સરૂ કરીને નાના બાળકની જેમ એને વળગી પડ્યો..શર્વરી એના બરડે હાથ ફેરવતી રહી મિલન ગાડીની બહાર ઉભો રહ્યો અને જોતો હતો અને પર્સી ઇશાન અને શર્વરીને એક જેલસીની ફીલિંગથી જોતો હતો..ધીમે ધીમે ખાંસી બંધ થઇ..શર્વરીએ બોટલનું પાણી પીવડાવ્યું ઇશાનને.ઈશાને પર્સીનો હાથ પકડ્યો..અચાનક શું થયું અને પર્સી શર્વરીને વળગેલા ઇશાનને ચોંટી પડ્યો અને ઈમોશનલ થઇ ગયો..શર્વરીને સમજણના પડી કે પર્સીએ આવું કેમ કર્યું..! શર્વરીએ ઇશાનને ચોંટેલા પર્સીના માથે હાથ ફેરવ્યો..પર્સીએ માથું ઊંચું કરીને શર્વરીની સામે જોઇને બોલ્યો પૈસા માટે મારા ફ્રેન્ડને ના છોડીશ ,હી લવ્ઝ યુ ઇનફાઈ.. શર્વરીએ આંખોથી હા પાડી, CONT..81