Page:-94 શર્વરી બોલી પર્સી તું તો કેહતો હતો રીતુ સિંઘાનિયાની..પર્સી બોલ્યો એક મિનીટ એમ કરીને શર્વરીનો હાથ પકડીને બોટના ઉપરના માળે લઇ ગયો અને એની પાછળ ઇશાન સીડી ચડ્યો પર્સીએ લાઈટ ચાલુ કરી સરસ મજાનો એક નાનકડો હોલ હતો શણગારેલો અને થોડું લાઈટ મ્યુઝીક પર્સીએ ચાલુ કર્યું.. દારૂનો નાનકડો સરસ બાર હતો ..શર્વરી ચકિત થઇને જોતી રહી..ચલ હજી ડેક પર, પર્સી વધારે ઉપર ગયો..ડેક ઉપર ખુલ્લા આકાશની નીચે એક સરસ મજાનો આછા ફૂલોથી સજાવેલો ડબલ બેડ હતો..અને પર્સી બોલ્યો ધીસ ઈઝ ફોર યુ ગાયઝ ..ઇશાન નજારો જોઈને ખુશ થઇ ગયો ..ચારે બાજુ નજર પડે ત્યાં સુધી લેહરાતો દરિયો..કાળું ભમ્મર આકાશ દુર દેખાતો ચંદ્ર ,નજર પડે એટલા અને આંખ ભરાઈ જાય ટમટમતા તારલા.. એની નીચે ફૂલોથી સજાવેલો બેડ અને બાજુમાં શર્વરી.. ઇશાન હરખનો માર્યો પર્સીને ભેટી પડ્યો .. પર્સી બોલ્યો ચલો નીચે પાર્ટી કરીએ..શેમ્પેઇનના ઢાંકણા ખુલ્યા અને ચીયેસ થયું,બીજી પણ સારી બ્રાંડનો દારુના પેગ પર્સીએ બનવ્યા અને શર્વરી અને ઇશાન ઢીંચતા ગયા..બે બે પેગનો હળવો નશો થયો પર્સીએ કીધું લાવો માલ નિકાલ.. ઈશાને લેપટોપ બેગમાંથી હશીશનું પેકેટ કાઢ્યું અને મુક્યું એક ટીસ્યુ પેપરમાં બે સિગારેટના પેકેટના તમાકુ ખાલી કર્યા પર્સી અને ઈશાને,આજે ઇશાનને પણ હશીશ પીવું હતું..અને શર્વરીને પણ દારુ જોડે દસ કરોડનો નશો ચડ્યો..હશીશ ભરેલી સિગારેટો સળગી ત્રણે જણા દમ મારતા ગયા..પર્સીએ એના બર્મુડાના ખિસ્સામાંથી એક દવાનું પેકેટ કાઢ્યું અને એમાંથી બે ગોળી આપી ઇશાનને લઇ લે મોજ પડશે, શર્વરીએ ના પાડી ઇશાન રેહવા દે ઇશાન પર્સીના હાથમાંથી ઝુંટવી અને ઝડપથી ગોળી મોઢામાં મૂકી ગયો.એટલે પર્સી જોરથી હસ્યો ઓન્લી ઓપ્શન ફોર યુ વાઇલ્ડ કિલ્સ વાઈલ્ડ..ટુ ફોર યુ શર્વરી અને નશામાં આવેલી શર્વરીએ બે ગોળી પોતે પણ ખાઈ લીધી..પર્સી બોલ્યો ટાઈમ ટુ ગો અપ સ્ટેર..ત્રણે જણા ડેક પર ખુલ્લા આકાશની નીચે આવ્યા ઈશાને શર્વરીને પકડી અને પોતાના બાહુપાશમાં લીધી..અને ધડામ કરતો બેડમાં પડ્યો..પર્સી બે પાંચ મિનીટ ઇશાનની શર્વરી સાથે થઇ રહેલી જંગલિયત જોતો રહ્યો અને ધીમેકથી સીડી ઉતરી અને નીચે જતો રહ્યો..અને ઇશાન અને શર્વરીને એકાંત આપી દીધું..નાયેશા મેહરાની યાદમાં ખોવાયેલો પર્સી હશીશ ભરેલી સિગારેટો ફૂંકતો રહ્યો..ક્યારેક ઉપર ડેક પરથી નાના નાના શર્વરી ઇશાનના અવાજો સંભળાતા અને પર્સી પોતાના દિવસો યાદ કરતો રહ્યો,આ એ જ બોટ છે જ્યાં આજે ઇશાન શર્વરી જે પળો માણી રહ્યા છે એ પર્સીએ નાયેશાએ ક્યારેક માણી હતી..વેહલી સવાર થઇ.. CONT..95