એ ભાઈ કોઈ સારો ધંધો હોય તો બતાવો ને યાર …. પૈસા ઇન્વેસટ કરવા છે … આવા સવાલ ક્યાં તો આપણ ને કોઈ પૂછતાં હોય છે અથવા ચાન્સ મળે આપડે કોઈ ને હથોડો મારી લઇ એ છીએ ..
આજે એક મસ્ત ધંધો બતાવું .. એ પેહલા થોડું જ્ઞાન …
વાર ગ્રહ લાગુ પડતા
ભગવાન
સોમવાર ચંદ્ર મહાદેવજી મંગળવાર મંગળ ગણપતિ
બુધવાર રાહુ મહાદેવજી
ગુરુવાર ગુરુ સાઈબાબા
શુક્રવાર શુક્ર માતાજી
શનિવાર શનિ હનુમાનજી
રવિવાર સૂર્ય માતાજી
હવે દોસ્તો અમદાવાદ માં હનુમાનજી ને લગભગ દરેક ફૂટપાથ પર લોકો એ બેસાડ્યા….
શિવમંદિર અગણિત ..
સાઈબાબા ના મંદિર નો છેલ્લા દસ વર્ષ માં રાફડો ફાટ્યો …
રહી વાત માતાજી ના મંદિર .. શોધવા જ ના પડે ….
બાકી કોણ રહ્યું ???
થઇ બત્તી ..?? હા એજ ગણપતિ મહારાજ આખા અમદાવાદ માં બે જ મંદિર …..
જોરદાર પોટેન્શીયલ …
ચાલો પ્રોડકટ
આઈડેન્ટીફાઈ થઇ … હવે ?? આગળ વધો …..
ધ્રાંગધ્રા જાવ કોઈ સોમપુરા પાસે સારી જૂની દેખાય તેવી મૂર્તિ બનાવડાવો …..
મૂર્તિ તૈયાર થાય ત્યાં સુધી માં સરકારી રીઝરવેશન વાળો પાંચેક હજાર વાર નો પ્લોટ શોધો … સારા એરિયા માં … મૂર્તિ ને તેમાં દાટી દો … હવે ?? સપનું આવ્યું ને ખોદી કાઢો એમ ને …… ના ચાલે બહુ જુનો આઈડિયા છે …. પકડાઈ જવાય ભાઈ … નવું કરો
કોઈ રબારી ને પકડો … આઠદસ ગાયો ને જ્યાં મૂર્તિ દાટી છે ત્યાં જ અને તે જ જગ્યા પર એક ચોક્કસ ફિક્ષ સમયે એક મહિનો ઘાસ ખવડાવો … પછી શું ?? કહું છું .. ધીરજ રાખો ને … ગાયો ને ત્યાં આવવા ની આદત પડશે … હવે એક ગાય ને હોર્મોન ના ઇનજેકક્ષ્ન આપો … કોઈ એક જ સ્માર્ટ દેખાતી હોય તેને જ … ભૂલ થી ઉત્સાહ માં આખલા ને ના ઠોકતા હા … હવે રબારી ને ખાસ કેહાવાનું ઇનજેકક્ષ્ન આપ્યું હોય તે ગાય ને દોહવા નહિ .. .. રોજ ખાવા ની લાલચે મૂર્તિ દાટી છે ત્યાં તે ગાય આવશે … દૂધ હોર્મોન ઈફેક્ટ ને લીધે એમનેમ બહાર પડશે ….. સારો મોબાઇલ તો છે ને … વિડીયો ઉતારો .. દૂધ ની ધારા નો …એઈ ઉભો રેને ભાઈ….. ફેસબુક પર અપ લોડ કરવા ની ઉતાવળ નહિ કરવાની …
થોડા દિવસ આ ક્રમ ચાલુ રાખો છેવટે પબ્લિક માં વાત પ્રૂફ સાથે રમતી કરો … પછી ખોદકામ કરો ….
બાપા મોર્યા રે …બાપા મોર્યા રે… ઉજવણી કરો લીડરશીપ છોડતા નહિ … મંદિર બનાવા નું ચાલુ કરો …પૂરું જનતા કરશે … ટ્રસ્ટ બનાવો …. અને બાકી જિંદગી મોજ કરો ….બાબાજી કી જે .. .
આ પોસ્ટ દ્વારા કોઈ ની લાગણી દુભાવા નો આશય નથી … પણ કોઈ મંદિર બનાવે તો પ્રસાદ જરૂર થી મોકલજો …
વધુ કાલે ..
શુભ રાત્રી
– શૈશવ વોરા 19-6-14
હવે આગળ વાત …..
આ ધંધો કેવી રીતે અસ્તિત્વ માં આવ્યો …
જુના જમાના માં કોઈ પણ મંદિર ની આવક રાજ લક્ષ્મી ગણાતી ..
રાજા ને પાલનહાર વિષ્ણુ અને રાણી લક્ષ્મી નો અવતાર ગણતા ..માટે મંદિર માં જે પૈસા આવે તે રાજકીય ખજાના માં જતા …
જયારે સીધુ સામાન આવે તે પૂજા કરતા બ્રાહ્મણ લઇ જતા ..
હિન્દુસ્તાન છેલ્લી ઘણી સદીયો થી ગુલામ રહ્યું છે …શક ,હુણો, યવન , ફિરંગી , અંગ્રેજ …
આ સમય ગાળા દરમયાન રાજકીય વ્યવસ્થા ના ઘણા બધા ભાગ તૂટી ગયા છેલ્લે ઔરંગઝેબ એ તો મંદિરો નો જ
દાટ વાળી નાખ્યો …
ત્યાર પછી પેદા થયેલી વ્યવસ્થા માં ટ્રસ્ટ જેવું કૈક બનતું … મંદિર ના નિભાવ માં થી વધતા પૈસા સારા કાર્યો માં વાપરતા … અંગ્રેજો એ ટ્રસ્ટો બનાવ્યા … ટ્રસ્ટી માલિક થયો પછી બિચારા ટ્રસ્ટી શું કરે ભગવાન તો ફીસીકલી પૈસા લેવા આવતો નથી … લોકો પાપ ધોવા પૈસા નાખી જાય છે …રીંગન લઉં બે ચાર ?? … લે ને દસ બાર ..
આ ધંધો બંધ કરવા નો ઉપાય શું ??
તમામ લઘુમતી બહુમતી જોયા વિના મંદિર મસ્જીદ ચર્ચ …બધા ટ્રસ્ટો ની મિલકત ની માલિકી ભારતીય રીઝર્વ બેંક ની કરો …
ના થાય …
કેમ ??
રાજકારણી ઓ પૈસા ખાઈ જાય …. સારું બીજો રસ્તો …
દસ કરોડ થી વધુ મિલકત ધરાવતા તમામ ધાર્મિક ટ્રસ્ટ ના તમામ રૂપિયા માટે બોન્ડ બહાર પાડો દસ વર્ષ ના … દસ વર્ષે વગર વ્યાજે રૂપિયા પાછા … પથરા ને તે વળી વ્યાજ ની શી જરૂર ?? અને આવક તો ચાલુ જ છે ને … દરેક ધર્મ સ્થાન પત્થર ના તો છે .. આકાર કે નિરાકાર …
– શૈશવ વોરા 20-6-14