ઓ માડી રે …. આ શું થયું ..?? હારી ગયા .. સેમી ફાઈનલ … હે માં માતાજી હવે શું …??
કઈ નહિ ઘેર પાછા આવવા નું અને ગાળો ખાવાની … હે ત્યારે બીજું શું ..? પેલી બિચારી આલિયા ભોળી ભટક એમ પૂછે કે સેમી ફાઈનલ હારી ગયા એમાં શું થયું ..??? ફાઈનલ તો હજી બાકી છે …!!!!
બહુ દિવસ થી લોકો મારી મેથી મારતા હતા .. આ ક્રિકેટ પર કઈક લખો … પણ શું લખું ? મને અને આલિયા ને એક સરખી ખબર પડે ક્રિકેટ માં … મને પણ એમજ થયું કે હશે હવે યાર … ફાઈનલ માં જીતીશું …અત્યારે કકળાટ છોડ ને મારા ભાઈ …મારે તો માર્ચ એન્ડ નું પ્રેશર એટલું છે કે ના પુછ ને વાત ઉઘરાણી આવતી નથી ,ધંધો મંદો છે , અને એમાં આ વર્લ્ડ કપ …શું કરવું ..?? આલિયા વેડા જ કરવા પડે નહિ તો પેડા ના મળે …
રમત જયારે રમત ની બદલે ઘણું બીજું બધું થઇ જાય ત્યારે આવો મોળો મોળો બ્લોગ લખાય …. આખો દેશ ઉત્સવ અને આ એક જ રમત ની પાછળ જ ઘેલો છે અને છેલ્લે ઘેલહાગરો સાબિત થાય છે પણ વળગણ એવું છે કે છૂટતું નથી , બીજી રમતો તો ક્યાય ખૂણા માં પડી છે …
કેટલા કાંડ થયા આઈપીએલ , ફીક્ષિંગ ,યાદ કરો શારજહાં … એક વખતે શારજહાં ને હારજહાં કેહતા ,છેક સુનીલ ગાવસ્કર ના વખત થી મેચો ફીક્ષ થાય છે એવું બોલાય છે … કેટલા સબૂતો મળ્યા ફીક્ષિંગ ના પણ બધું ઠેર નુ ઠેર મારા જેવો ખરાબ યાદશક્તિ વાળો દુ:ખી થાય … સાલું કઈ ભૂલાય જ નહિ ને …મારી તો આખી ક્રિકેટ મેચ જોવાની મજા જ મરી ગઈ મારી તો … કઈ પણ થાય એટલે મને બધે ફીક્ષિંગ જ દેખાય છે….
મારા ઘર માં બે હાર્ડકોર ક્રિકેટ ફેન છે , પેહલા મારા ૭૨ વર્ષ ના મમ્મી , જે વ્યવસાયે ડોક્ટર છે અને બીજી મારી નાની દીકરી ૧૨ વર્ષની જે છઠ્ઠા ધોરણ માંથી સાતમાં ધોરણ માં આવી છે .. મારી નાનકડી બાર વર્ષ ની દીકરી આજે મને ટપારી ગઈ .. ડેડી તમે એબ્સ્યુલીટલી ખોટા છો હું નથી માનતી કે વર્લ્ડ કપ ની સેમી ફાઈનલ કે ફાઈનલ ની મેચો ફીક્ષ થાય …બીજી ગમે તે મેચ ફીક્ષ થાય .. ઓકે …
પણ મારા મમ્મી કહે છે કે કૈક ફીશી છે … અ મેચ એકદમ ધોની એ ફેંકી દીધી … કદાચ પાછલી સીરીઝ ની સતત હાર એના માઈન્ડ સેટ પર હાવી હતી ,અને અર્ણવ ગોસ્વામી ના એક એક શબ્દ સાથે મમ્મી એગ્રી થયા છે …..મમ્મી ને આમાં કઈ ખોટું દેખાય છે … કપિલદેવ જે વર્લ્ડ કપ જીતી લાવ્યા એ મેચ ની સેકન્ડે સેકંડ આજે પણ મમ્મી ને મોઢે છે … આખી સોસાયટી ને અમારા ડ્રોઈંગરૂમ માં ભેગા કરી ને એમણે રાત જાગી ને એ વર્લ્ડકપ ની મેચો જોઈ છે ….
હું મારી મમ્મી ની અને મારી દીકરીની વાતો સંભાળતો રહ્યો ચુપચાપ ,મમ્મી ની દલીલ હતી કે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા ની મેચ ની જેમ કાંટા ટક્કર થઇ હોત તો વાત બરાબર હતી ..પણ આ તો રીતસર ની મેચ ફેંકી દીધી …ફીક્ષ હોય એવું જ લાગે …પણ મારી દીકરી ફરી ઉછળી ખોટી વાત બા આ મેચ ફીક્ષ નોહતી … કોહલી અને ધોની વચ્ચે કઈ ઝઘડો થયો લાગે છે ….બોલો … આપો જવાબ …અને કરો સવાલ ..
એક બાર વર્ષ ના નાનકડા બાળમાનસ ને પણ ખબર છે કે મેચો ફીક્ષ થાય છે….!!!!! આ દુઃખ ની વાત નથી ..?? તમને અને મને સમજણ હતી બાર વર્ષે કે મેચ ફીક્ષ થાય ..??? શું કપિલદેવ કોઈ મેચ ફીક્ષ કરી એવું આજે પણ હું ના તમે કે હું માની શકીએ .??.. અરે એ તો જવા દો પેલો ચેતન શર્મા ના મેચ ના છેલ્લા બોલ પર જાવેદ મિયાદાદ ( શ્રી શ્રી શ્રીમાન રાજ રાજેશ્વર બોમ્બેધીપતિ દાઉદ ઈબ્રાહીમ નામદાર સાહેબશ્રી ના વેવાઈ શ્રી ,મુકામ પોસ્ટ કરાંચી) એ છગ્ગો માર્યો હતો અને ભારત એ મેચ હારી ગયું હતું…એ મેચ પણ ત્યારે હું ફીક્ષ હોય એવું માનવા તૈયાર નોહતો….
અને અત્યાર ના બચ્ચે બચ્ચા જાણે છે … વોટ્સ એપ પર સાચું કે ખોટું ,આખું મોટું લીસ્ટ ફરતું થઇ ગયું હતું … કઈ મેચ કોણ જીતશે … થોડા ફેરફારો ને બાદ કરતા ઘણું ખરું સાચું નીકળ્યું….!!!
ક્રિકેટ બોર્ડ ના ચેરમેનો થી લઇ ને પીચ સાચવનારો ઉપર થી નીચે બધું તંત્ર ભ્રષ્ટ … સ્પોર્ટ્સ મેન સ્પીરીટ જેવી કોઈ વસ્તુ જ ના હોય ક્યાય..
સ્પીરીટ જેવી વસ્તુ જતી રહી છે ક્રિકેટ ની રમતમાં , રીચ નહિ સુપર રીચ થવાની હોડ લાગી છે ક્રિકેટરો માં , જબરજસ્ત ગાળો પડી છે અનુષ્કા ને કોઈ કારણ વિના .. કોહલી ની ભૂલ અને ગાળો અનુષ્કા ને આખો દેશ અત્યારે શોક માં ગરકાવ થઇ ગયો ….. કોઈ કારણ વિના ..માસ હિસ્ટીરિયા છે ..
પેહલા માસ હિસ્ટીરિયા પર લખી ચુક્યો છું ..
( http://shaishavvora.com/માસ-હિસ્ટીરિયા/ )
પત્યું હવે તો … જેને ખરેખર ક્રિકેટ માં રસ છે એને ફાઈનલ જોવા ની ખરેખર મજા આવશે , ઓસ્ટ્રેલીયા ફાઈનલ જોવા ગયેલા મિત્રો અને સગાવહાલા ને ક્યાંક થોડો અફસોસ થશે પણ , જેને એક રમત તરીકે ક્રિકેટ ને માનવી છે એમને મોજ પડશે …
હું ચોક્કસ આખી ફાઈનલ જોઇશ અને ન્યુઝીલેન્ડ ને સપોર્ટ કરીશ …
શુભ રાત્રી
શૈશવ વોરા