Page 10
દીપ બોલ્યો એક શરતે કહાની જ્યાંથી શરુ કરી હતી ત્યાં જ પૂરું થાય ..ચલ રીવર ફ્રન્ટ કુતિયા ,ગાડી કાઢ અને ત્યાં સુધી તારો આ “દટ્ટો” મારી જોડે જ રેહશે.. ચલ પાછળ જા .. ટાંકામાંથી રાહિલ નો ગૂંગળાયેલો અવાજ આવ્યો એટલે મીશા સેહજ પાછી હટી પછી દીપ એ ટાંકીમાંથી રાહિલ ને બહાર કાઢ્યો અને એના વાળ છોડી અને બંને બાવડેથી પકડી અને રાહિલના બંને બાવડા ક્રૂર રીતે મચડી કાઢ્યા , રાહિલ દર્દ નો માર્યો સખ્ખત કણસી ગયો, એકાદ વર્ષથી જીમમાં જતા દીપ એ હતી એટલી બધી તાકાત રાહિલનું બાવડું મચાડવામાં કાઢી નાખી હતી , મીશા સેહજ નજીક આવવા ગઈ પણ ખુલ્લા વાળ, લાંબી કાળી દાઢી લાલ હિંગળાક આંખોમાં દીપ એકદમ બિહામણો લાગી રહ્યો હતો
..અને રાહિલ પ્રેક્ટીકલી લબડી અને અર્ધ બેભાન થઇ ચુક્યો હતો ,રાહિલ ની આવી હાલત જોઈ ને મીશા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને કરગરી પડી પ્લીઝ મારા ભાઈ ને છોડી દે દીપ ..રાહિલ હવે લગભગ બેભાન થતો જતો હતો દીપ એ કોથળો ખભે નાખતો હોય એમ એને ખભે નાખ્યો અને મીશા તરફ આવ્યો, મીશા ની પાસે આવી અને એણે પોતાના મજબુત પંજાથી સટાસટ ચાર પાંચ ઝાપટ ઠોકી ..
સાલ્લી કુતરી ચુડેલ મને રેપ કેસ અને એક્સીડેન્ટ કેસ માં ફસાવીશ નહિ ? ચલ તારો રેપ કરું રીવર ફ્રન્ટએ,જોઉં છું કોણ તને બચાવે છે ?? આ તારા “દટ્ટા”ની સામે જ તારો રેપ કરું આજે તો ચુડેલ..દીપ એ મીશા ને ઉંધી ફેરવી ને એક જોરદાર લાત મારી ચલ ચુડેલ ગાડી ચલાવ તારી માં ને xxx ..
મીશા હવે સંપૂર્ણ દીપના કંટ્રોલમાં આવી ગઈ હતી ..
એ જ મીની કુપરની ડ્રાઈવિંગ સીટ ઉપર મીશા બેઠી અને પછી દીપ એ એના ખભેથી રાહિલ ને આગલી સીટના પગ રાખવા ની જગ્યાએ પટક્યો , રાહિલ દર્દથી ચિત્કારી ગયો ,એટલે દીપ એ એને લાત મારી અવાજ નહિ “દટ્ટા” તારી બોન ફાડવા ની છે હજી તો અને દીપ ધબ્બ કરતો સીટમાં બેઠો અને રાહિલ ઉપર પગ મૂકી દીધા ..રાહિલ સખ્ખત કણસી રહ્યો હતો.. દીપ એ ઊંચા અવાજે હુકમથી કીધું માણેક બુરજ લઇ લે રીવરફ્રન્ટેથી ચલ ચુડેલ ..આજે તો તારો આખા અમદાવાદ ને દેખાતા રેપ કરું..!!! બહુ શોખ છે ને ચુડેલ તને ..
મીશા એ ધીમે ધીમે ગાડી ચાલુ કરી અને જે રસ્તે આવી હતી એ જ રસ્તે પાછી વાળી…!!!
ક્યારેય મરતા મર નહિ કેહનારો દીપ આજે મીશા નો રેપ કરવા રીવરફ્રન્ટ નીકળ્યો હતો ..અને એ પણ મીશા ના ભાઈ ની જિંદગી ની સામે ..!!
શુભમ ને બોચી એથી ઝાલી ને ગાયકવાડ હવેલીના ઇન્સ્પેક્ટર પુરોહિત સાહેબે રોડ પરથી ઉભો કર્યો અને બોલ્યા બહુ મોંઘી ગાડીઓ અને એ પણ સ્પીડમાં ચલાવવાનો શોખ છે..?
શુભમે તરત જ કીધું ..ના સાહેબ કેમ શું થયું ?
પુરોહિત સાહેબ બોલ્યા ચાલો સાસરે એટલે ખબર પડશે..
શુભમ બોલ્યો પણ કઈ વાંક ગુન્હો તો મને કહો..
પુરોહિત સાહેબ બોલ્યા એ તો સાસરે જઈને જ ખબર પડશે આશિક તમને..
– શૈશવ વોરા
Previous Page | Next Page