Page 12
દીપ એ ગાડીમાંથી ઉતરી અને નજર ફેરવી શુભમનું બાઈક દેખાયું પણ શુભમ ના દેખાયો એટલે એણે અંતરથી આંતરડા ફાડીને ચીસ નાખી શુભલા .. શુભલા ક્યા છે ..?
કોઈ જવાબ ના મળ્યો એટલે એણે એના ખભા ઉપર રહેલા રાહિલ ને રીતસર ફેંક્યો પેલી ડોકાબારી તરફ .. રાહિલ હવે સંપૂર્ણ બેભાન થઇ ચુક્યો હતો અને માટીમાં પટકાયો , મીશા તરત જ દોડી ને રાહિલ પાસે ગઈ અને જમીન પર પડેલા રાહિલ નું માથું એના ખોળામાં લઇ ને રડતી રડતી બોલી રાહિલ ભઈલું ઉઠ બકા ઉઠ .. બીજી તરફ દીપ છેક ડોકાબારી ની વચ્ચે પોહચી ગયો અને બુમો મારવા લાગ્યો શુભલા..શુભલા..
ગાયકવાડ હવેલીના લોકઅપમાં રહેલા શુભમ એ સામી ચીસ નાખી સાહેબ મારો દીપ`ડો મારા નામની બુમો મારે છે સાહેબ ,એ મુસીબતમાં છે સાહેબ મને છોડો .. મને એની ચીસો સંભળાય છે ..
શુભમ ના નામની ચીસો પાડતો પાડતો દીપ મીશા પાસે આવ્યો મીશા એ રાહિલ નું માથું જમીન પર મુક્યું અને સેહજ ઉભી થવા ગઈ ..
પોતાની વિખરાયેલી લોહી નીતરતી જટાઓ અને દાઢી આંખમાં ખુન્નસ પણ પાણી લઈને દીપ મીશા ની પાસે આવ્યો અને જમીન પર બેઠેલી મીશા ના વાળ પકડી અને એને ડોકાબારી તરફ ઘસડતા ઘસડતાં ખેંચવા લાગ્યો .. અને શુભલા શુભલા કરી ને ચીસો નાખતો ગયો ..
દીપ ની બેફામ ચીસો ને લીધે હવે રીવર ફ્રન્ટે જતા એકલ દોકલ લોકો હવે ઉભા રેહવા ના ચાલુ થયા હતા ..
ગાયકવાડની હવેલીમાં ઇન્સ્પેકટર પુરોહિત ને હૈયે અચાનક રામ વસ્યા અને એમણે શુભમ ને લોકઅપમાંથી બાહર કાઢ્યો અને પીસીઆર વાનમાં નાખ્યો
શુભમ બોલવા લાગ્યો શું કર્યું છે સાહેબ મીશા`ડી એ .. મારો દીપ ક્યાં છે સાહેબ ..?કૈક તો બોલો..? પુરોહિત સાહેબે હુકમ કર્યો સાયરન ચાલુ કરો ભગાવો અને એલીબ્રીજથી બીજી કુમક મંગાવો વાયરલેસ ઉપર ..
વાયરલેસ મેસેજ છૂટ્યા અને અચાનક દસ બાર પીસીઆર વાનો રીવરફ્રન્ટ ઉપર સાયરનો મારતી આવી ગઈ અને ચારે તરફ સાયરનો ગુંજવા લાગી..
દીપ મીશા ને વાળથી પકડી ને ઘસડતો ઘસડતો ડોકાબારી ની વચ્ચે લઇ ગયો અને ડોકાબારીની બારસાખ ઉપર લાગેલા ખીલ્લા બતાડ્યા અને બોલ્યો યાદ કર કુતરી આ ખીલ્લા તારા લીધે મારા શુભલા ની છાતીમાં જડ્યા હતા ,યાદ કર કુતરી ..આ તારો “દટ્ટો” ત્યારે પણ કોઈ ને મારી નાખી ને ભાગ્યો હતો અને મારા શુભલા ને માથે આળ નાખ્યું હતું..યાદ કર કુતરી ચુડેલ ..
અહિયાં જ બાદશાહ એ આખા અમદાવાદની સામે શુભલાના પગે અને હાથે ખીલ્લા જડ્યા હતા પણ આજે હું તારા માથા ખીલ્લા જડીશ ચુડેલ..
દીપ હવે ગોઝારું રૂપ ધારણ કરી રહ્યો હતો એણે મીશા ને વાળથી પકડી અને ડોકાબારી ની બારસાખ ઉપર પટકી અને ફરી મીશા ને વાળથી ઉંચી કરી ને એના માથાને બારસાખ જોડે પટકવા જતો હતો ત્યાં જ પીસીઆર વાન સાયરન વગાડતી આવી ચડી એમાં થી શુભમ રીતસર કુદકો મારી ને ઉતાર્યો અને બુમ પાડી ગયો દીપ`ડા હું જીવું છું અહિયાં છું ..દીપ.. દીપ .. શુભમ નો અવાજ સાંભળી ને દીપ એ મીશા ને છોડી દીધી શુભમ દોડી ને દીપ પાસે જઈને દીપ ને વળગી પડ્યો ..
– શૈશવ વોરા
Previous Page | Next Page