Page 13
બિહામણા ચેહરે દીપ કોટની વચ્ચે આવેલી ડોકાબારીની બારસાખ ના ડાબે જમણે લાગેલા ખીલ્લા અને પગ આગળ લાગેલા ખીલ્લા ને જોતો રહ્યો ..
પાછળ ઇન્સ્પેક્ટર પુરોહિતની ટીમ આવી ચડી હતી મીશા ને અને રાહિલ ને પોલીસે પોતાના કબ્જામાં લઇ લીધા હતા અને પુરોહિત સાહેબ દીપ અને શુભમ પાસે આવતા આવતા સેહજ અટકી ગયા એમણે દીપ નો ચેહરો જોયો અને એમને આભાસ થઇ ગયો કે કૈક ગોચર અગોચર ચાલી રહ્યું છે..બીજા કોન્સ્ટેબલ અને કુમક આવી પોહચી હતી આખો માણેક બુરજ પોલીસોથી ભરાઈ ચુક્યો હતો..
પુરોહિત સાહેબ બોલ્યા દીપ ..દીપ ..ચલ નીચે ઉતર..
દીપ ભયાવહ અવાજે બોલ્યો ખીલ્લા કાઢો ..પેહલા પુરોહિત સાહેબે એક કોન્સ્ટેબલ ને કીધું આ સાઈડમાં લાગેલા ખીલ્લા કાઢો બે પોલીસ કોન્સ્ટેબલ એમની બંધુકના સંગીનથી ખીલ્લા ખેંચવાની કોશિશ કરવા લાગ્યા જેમ જેમ ખીલ્લા ખેંચાતા ગયા એમ એમ શુભમ જોર જોર થી ચીસો પાડતો ગયો નહિ મને બહુ દુખે છે નહિ પ્લીઝ ખીલ્લા ના કાઢશો પ્લીઝ ..બારસાખ ની સાઈડમાં લાગેલા ખીલ્લા નીકળી ચુક્યા હતા અને શુભમના હાથ ચાલતા બંધ થઇ ગયા હતા એને ભયાનક દુ:ખાવો થઇ રહ્યો હતો..
દીપ એ પુરોહિત સાહેબ ને ઈશારો કર્યો નીચે બીજા બે ખીલ્લા છે શુભલા ને છોડાવો ..
પુરોહિત સાહેબે બીજા બે નીચેની તરફ લાગેલા ખીલ્લા કાઢવા નો આદેશ કર્યો અને થોડાક પોલીસ કોન્સ્ટેબલો જોડે દીપ અને શુભમ ને છેક રીવર ફ્રન્ટ ઉપર લઇ જઈ ને પીસીઆર વાન માં બેસાડવામાં આવ્યા અને જેમ જેમ બીજા બે ખીલ્લા બાહર આવ્યા તેમ તેમ શુભના પગ પણ કામ કરતા બંધ થઇ ગયા અસહ્ય દુખાવો શુભમ ને થઇ રહ્યો હતો ..
પુરોહિત સાહેબે મોટ્ટે થી બુમ મારી ચારેય ને વીએસ લઇ લો અને આ નાની ગાડી નો કબજો લઇ લો ..
ઇન્સ્પેક્ટર પુરોહિત નો કેસ લગભગ સોલ્વ હતો પણ એમને હવે ખીલ્લા ,દીપ મીશા અને શુભમ ના કનેક્શન જાણવામાં વધારે રસ પડ્યો હતો ..
એટલે એ દીપ ,શુભમ મીશા અને રાહિલ ની પાછળ વીએસ હોસ્પિટલ દોડ્યા ..ચારેય ને કેઝ્યુલીટી માં દાખલ કર્યા હતા ..
દીપ નું ડ્રેસિંગ કર્યું હતું અને એ લગભગ ઠીક થઇ ગયો હતો શુભમ અર્ધ બેભાન અવસ્થા માં હતો ..મીશા અને રાહિલમાં ઇન્સ્પેક્ટર પુરોહિત ને કોઈ જ રસ નોહતો એટલે એમણે ડોક્ટર ને પૂછ્યું કે આ બંને છોકરા ના બયાન લેવા છે ડોકટરે કહ્યું કે એ લોકો આપવા તૈયાર હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી..
દીપ અને શુભમ ને એક સ્પેશિઅલ રૂમ માં તાત્કાલિક શિફ્ટ કરાવ્યા ઇન્સ્પેકટર પુરોહિત એ ,અને દીપ જોડે એમણે સવાલો ચાલુ કર્યા ..!!
તમારું નામ ..? દીપ બોલ્યો દીપચંદ મારવાડી
અડધો બેભાન શુભમ દીપ જેવો પોતાનું નામ દીપચંદ મારવાડી બોલ્યો એટલે ભાનમાં આવી ગયો પણ એણે કોઈને કળાવા ના દીધું..
ઇન્સ્પેક્ટર પુરોહિત એ પૂછ્યું ક્યાં રહો છો?
દીપ બોલ્યો ..મારવાડ
પુરોહિત બોલ્યો ગામનું નામ બોલો
ભાણગઢ ,જીલ્લા સવાઈ માધોપુર ..
– શૈશવ વોરા
Previous Page | Next Page