Page 16
શુભમ બોલ્યો ..દીપ રેહવા દે..`હલકા` થવામાં કઈ માલ નથી .. જો તારી જગ્યાએ હું એકલો હોત તો પેલી મીશા`ડી એ તો બધું પાક્કું કરી જ મુક્યું હતું..પેહલા હું એની પથારીમાં અને પછી સાબરમતી જેલમાં ..પણ બે દીપ`ડા પેલી ખીલ્લાવાળી વાર્તા તે કેમની `અહિયાં` સેટ કરી ..? આપણે બહુ નાના હતા ત્યારે પેલા બકરી ચરાવતા `વાઘરી` એ કીધી હતી એ જ આ વાર્તા નહિ ? વાઘરી શબ્દ શુભમ તોછડાઈથી બોલ્યો..
દીપ ને શુભમની તોછડાઈના ગમી એટલે છણકાથી બોલ્યો એ વાઘરી નોહતો ..
એટલે શુભમ અકળાઈને બોલ્યો સારું પટેલ હતો ,તને હજી એના માટે પ્રેમ છે..દીપ અકળાઈને બોલ્યો એ પટેલ પણ નોહતો ..
શુભ્લો ગાળ કાઢી ને બોલ્યો બે સરખી વાત કર ..દીપ એ ઈશારો કર્યો કે વાળ કપાવી ને નીકળીએ પછી કહું..
દીપ એ માથાના વાળ એકદમ ઝીણા ઝીણા કપાવી નાખ્યા અને દાઢી બિલકુલ સફાચટ ..એનો આખો હુલીયો જ એણે બદલી નાખ્યો હતો અને શુભમ પણ અઠવાડિયાની વધેલી દાઢીમાં કૈક જુદો લાગતો હતો..
બંને છોકરા સેલોમાંથી બાહર નીકળ્યા અને શુભમ ના બાઈક પાછળ દીપ બેઠો અને કીધું રીવરફ્રન્ટ ..માણેક બુરજ..
શુભમ બોલ્યો હજી ધરાયો નથી લ્યા..?
દીપ બોલ્યો ના આજે દિવાળી છે અમાસની રાત છે કૈક નવાજુની ચોક્કસ પેલો ઇન્સ્પેક્ટર પુરોહિત કરશે જ એટલે ત્યાં જવું પડશે..શુભમ બોલ્યો એટલે તને હજી પેલા બકરી ચારતા વાઘરી ની વાત પર વિશ્વાસ છે ..?
દીપ અકળાઈ ને બોલ્યો એ વાઘરી નોહતો ..દીપ અકળાયો એટલે શુભમ વધારે અકળાયો અને બોલ્યો એ વણઝારો નહી ,પટેલ નહિ ,શાહ નહી ,દવે નહિ , બારોટ નહિ , ઠક્કર નહિ પણ કોઈક તો હતો ને મારા બાપ …!!દીપ સેહજ હસીને બોલ્યો વાઘરી નહિ વણઝારો હતો .. પણ સખ્ખત જેન્યુન વણઝારો હતો, અને એણે આવી વાર્તા આપણને ના કરી હોત તો આજે આપણે પુરા થઇ ગયા હોત., જો મેં એ વણઝારા એ કરેલી ,એ આખી વાર્તા ને અહિયાં સેટ કરી હોત ને તો પેલો ઇન્સ્પેક્ટર પુરોહિત છે ને અઢળક રૂપિયા લઈને આપણને બંને ને ફીટ કરી ગયો હોત ..આ તો આવી ભૂત ,ડાકણ ,ચુડેલની સ્ટોરીને મેં અહિયાં સિચ્યુએશન ઉપર એપ્લાઇ કરી મૂકી એટલે પુરોહિત ડર્યો અને એણે મીશા`ડી અને એના `દટ્ટા` ને બરાબર ફીટ કર્યા ને આપણને છોડી મુક્યા ,પણ શુભલા ગધેડીના તને પેલો ખીલ્લા ખેંચતો હતો ત્યારે હાથ પગના દુખાવા કેમ થઇ ગયા ?
શુભમ હસીને બોલ્યો ..અલ્યા દીપડા ગેલફાડ્યા આટલા વર્ષથી જોડે રખડીએ છીએ તો તારા સપોર્ટમાં એટલું નાટક તો હું પણ કરું ને યાર, અને યાર સાલા ગાયકવાડની હવેલીમાં મને પેલા કોન્સ્ટેબલે બે પગના નાળા ઉપર જોર લાકડી મારી હતી એટલે મને તો ગજ્જબ ચચરી હતી અને દુ:ખતી હતી..એટલું બોલી અને શુભમે બાઈક વાળી માણેકબુરજ.. દીપ શુભમ ને ડોકાબારી સુધી લઇ ગયો ..
બંને જણા બાઈક પાર્ક કરીને ડોકાબારી સુધી ગયા .. અમદાવાદમાં આજે દિવાળીની રાત હતી ચારેબાજુ જબરજસ્ત ફટકડા ફૂટી રહ્યા હતા..બંને છોકરા ડોકાબારી પોહ્ચ્યા અને ત્યાં જ પેલા બારસાખમાંથી કાઢેલા ચાર ખીલ્લા પડ્યા હતા..એ એમને દેખાયા..
– શૈશવ વોરા
Previous Page | Next Page