Page 17
દીપ એ રેતીમાં પડેલા ખીલ્લા જોઈ ને બોલ્યો અલ્યા ખીલ્લા તો હજી પડ્યા છે એટલે પેલો પુરોહિત હજી આવ્યો નથી,પણ આવશે એ નકકી છે ચલ પાછા રીવર ફ્રન્ટે .. બંને દોડી અને રીવર ફ્રન્ટ જતા રહ્યા અને થોડાક દૂર માણેક બુરજ આગળ જઈને ઉભા રહ્યા.. ડોકાબારી દેખાય તેમ ઉભા રહ્યા..ત્યાં દૂર ઉભા ઉભા નજર ડોકાબારીએ રાખતા દીપ બોલ્યો.. યાર શુભલા પેલી મીશાડી મને એના ઘેર લઇ ગઈ અને જે ઝડપે એણે એના કપડા કાઢ્યા એટલે મને લાગ્યું કે કૈક `દાવ` છે ,આટલી ઝડપથી કોઈ છોકરી એમ કપડા કાઢવા ઉપર નાં આવી જાય અને એ પણ મીશા`ડી પછી .. દીપ આટલું બોલ્યો એટલે શુભમ ના ભાવ ચડ્યા અને એની સામે જોયું અને બોલ્યો હજી પણ ..? દીપ ગાલ બોલ્યો અને આગળ બોલ્યો ..પછી મેં એની વાત સાંભળીને ત્યારે મને એમ લાગ્યું કે સાલું આ તો આટલા મોટા રૂપિયાવાળા ની છોડી છે આ,એના `પ્લાન` ને `એક્ઝીક્યુટ` કરનારા કેટલાય મળી રેહશે,અને એના પ્લાનમાં બીજા પ્લાન ઉમેરી ને આપણને તો જોર ફીટ કરી દે આ પોલીસની જમાત..એટલે આપણે તો ગયા પછી મેં દિમાગ ચલાવ્યું અને મેં ત્યાંથી જ સુપર સસ્પીશીયસ ફેક્ટર ને કહાનીમાં એન્ટર કરી દીધું અને પેલા વણઝારાની વાર્તા ને આપણી કુત્તી સિચ્યુએશનમાં સેટ કરી નાખી..!!
શુભમ બોલ્યો ..હા લ્યા તે વણઝારાની વાત ને સિચ્યુએશનમાં મસ્ત સેટ કરી નાખી..અને હાહરા તું દીપમાંથી દીપચંદ થઇ ગયો અને મને શુભચંદ કરી નાખ્યો ..સાલા (ગાળ ,ગાળ ,) તું પણ ઓછો નથી હલકટ ,પેલા કોન્સ્ટેબલ ખીલ્લા કાઢતો હતો ત્યારે તું પણ જોર રાડો પાડતો હતો ..
શુભ્લો બોલ્યો કમીનો હું પણ ક્યાં કમ છુ મને પણ અંદાજ આવી જ ગયો હતો કે તે ખેલ પાડ્યો છે ..
એ બંને જણા એક ની એક વાત ને ફરી ને ફરી મમળાવતા હતા,પછી શુભમ બોલ્યો ..પણ દીપ તારી બુમો કેમની મને છેક લોકઅપમાં કેમની સંભળાઈ..
દીપ બોલ્યો અલ્યા તું કુંભાર છે કે એન્જીનીરીંગનો સ્ટુડન્ટ ? યાદ છે પેલી લાલ કિલ્લા ની વિઝીટ ?ત્યારે પેલા ગાઈડે શું કીધું હતું ? દરેક કિલ્લા ની બાંધણી એવી રીતે જ કરવામાં આવે કે જેથી નાનો અવાજ પણ મેગ્નીફાઈ થઇ ને મોટો થઇ જાય જેથી કોમ્યુનીકેશનમાં સરળતા રહે..અહીં આ ડોકાબારીથી ગાયકવાડ હવેલી નું એરિઅલ ડીસ્ટન્સ તો ખાલી અડધો કિલોમીટર છે એટલે તને ખરેખર મારી બુમો સંભળાઈ હતી ગધેડીના..!
શુભમ બોલ્યો પણ દીપ`ડા પેલા ઇન્સ્પેક્ટર પુરોહિતની ગજ્જબ ફાટી હતી એને એમજ થઇ ગયું કે કૈક ગયા જન્મ નો ખેલ છે અને આ કેસમાં કઈ ઉપર નીચે કરવા જઈશ તો એને કોઈ `ઝોડ` ,ચુડેલ વળગશે અને તું સાલા ત્યારે લાગતો કેવો કાપાલિક જેવો હતો ચંડાલ..!
દીપ બોલ્યો એટલે તો પુરોહિત બીકના માર્યા રાતોરાત બધું પ્રેસમાં આપી દીધું કે પછી પાછળથી કશું ફરે જ નહિ.. હેન્ડ હેન્ડ હવે તારી પીજી વાળી ને ત્યાં પાઇપે થી ચડી જઈશું ઉપર..મુઓ પેલો ઇન્સ્પેક્ટર પુરોહિત .. મરવા દે સાલા ને..નીકળીએ અહીંથી.. માઈ ગઈ મારી વર્જીનીટી..
શુભમ બોલ્યો ના આપણે એ બધા ધંધા બંધ છે ..દીપ બોલ્યો પણ જોડે તો ચલ ,મારી કલીપ ઉતારજે..
– શૈશવ વોરા
Previous Page | Next Page