Page 1
એ શુભલા રીવરફ્રન્ટ લઈલે ..રાતના પોણા બાર વાગ્યે અમદાવાદના એકદમ પોશ એવા સિંધુભવન રોડ ઉપર સડસડાટ દોડી જતી ઘેરા લાલ કલરની ૩૫૦ સીસી ની બાઈક ઉપર બેઠેલા બે હણહણતા ઓગણીસ વર્ષના છોકરા શુભમ અને દીપ, બંને છોકરાઓ મોસમ ની અને જુવાનીની મજા લેતા લેતા બાઈક ઉપર જઈ રહ્યા હતા..
બંને ના ગળામાં હૈડિયા ફૂટયાને હજી બે ચોમાસા પણ નોહતા વીત્યા એટલે હ્રદયમાં ઉમંગો અને મનમાં તરંગો ની લેહરો ઉઠતી અને એ લેહરો મોબાઈલ અને સોશિઅલ મીડિયાની આંધીઓ ની વચ્ચે શમી જતી, બંને ને ચેહરે મોહરે હજી બાળપણની કુમાશ ગઈ નોહતી અને કદમાં સંપૂર્ણ વિકસિત થયેલા એક નજરે કોઈ ને પણ નીરખવા ગમે એવા લાગતા, હૈડિયો હજી હમણા તાજો તાજો જ ફૂટ્યો હતો એટલે બંનેનો અવાજ હજી એકદમ ઘેરો હતો..અને ઘેરા અવાજમાં એમની વચ્ચે થતી વાતો અને સંવાદો સાંભળવા ઘણી બધી વિજાતીય વ્યક્તિઓ ના કાન તરસતા..
દીપ ની કાઠી પાંચ ફૂટ અગિયાર ઇંચ હાઈટ ,દેખાવે અત્યંત નમણો ,કેડ પાતળી અને પોહળા ખભા સેહજ શ્યામળો પણ કામણગારો, મોટી મજાની એની ગોળ કાળી ભમ્મર આંખો અને ભ્રમર કમાન જેવી..
દીપ એ આજ ના જમાના ના ચાલચલન પ્રમાણે આંઠ ઇંચ લાંબી દાઢી ઉગાડી હતી, અને પોણો બે ફૂટ લાંબી વાળની પોની ટેઈલ રાખી હતી, પણ પોની ટેઈલ હોય કે ક્યારેક ખુલ્લી જટાઓમાં પણ દીપ એકદમ શોભતો , છેલ્લા એકાદ વર્ષથી બંને છોકરાઓ એ જીમ જોઈન કર્યું હતું એટલે શરીરનો બંધો મજબૂતી પકડી ર્જ્હ્યો હતો..
જયારે શુભમ દીપથી બિલકુલ ઉંધો એકદમ ક્લીન શેવ રાખતો..અને એની હાઈટ થોડીક ઓછી પાંચ ફૂટ છ ઇંચ અને સાવ પાતળો પણ મસ્ક્યુલર બાંધો હતો ,
દેખાવે શુભમ થોડો રફટફ લાગે એ ગોરા વાને અને બરછટ દેખાતો હતો …
જે વાતો સાંભળવા માટે એમની સ્ત્રી મિત્રો તરસતી એનો થોડો અણસારો ..
દીપ વારે વારે શુભમ ને કેહતો અ`લા શુભલા તારો દાઢો વધાર ને યાર ,છક્કા જેવો લાગે છે.. કમ સે કમ થોડી ઝીણી ઝીણી બે પાનાની દાઢી તો રાખ યાર..( આજકાલના છોકરા દાઢી ટ્રીમ કરતી વખતે ટ્રીમર ના પાનાં ની સાઈઝ પ્રમાણે દાઢીની લંબાઈ નક્કી કરે છે , બે પાના ની એટલે બે નંબર નું પાનું એટલે સાવ આછી દાઢી )
ત્યારે શુભમ બોલતો.. બે તારે ઠીક છે દીપ`ડા કોઈ છે નહિ, મારે તો બધી ને કિસ કરવા જઉં વળગવા જાઉં ને ત્યારે વાગે છે, વાગે છે , કરીને ધક્કા મારે છે..એટલે આપડે તો ક્લીન જ રાખવી પડે બકા , મારે કઈ તારી જેમ વર્જીનીટી મારા બૈરા ને ગીફ્ટ નથી કરવાની..અને જો મર્દ તો દેખાવથી નહિ કરમ થી બનાય બકા.. હેન્ડ તારે આવવું છે મારી પેલી એલઆરડીપી વાળી બંને જોડે ? એમના પીજી ના ફલેટે આજે રાતે કોઈ નથી , વોટ્સ એપ આવ્યો છે , પાઈપ એ થી ચડી જઈશું ઉપ્પર..અને પછી તો ..મારી વાળી જોડે હું અને પેલી વધારાની જોડે તું..
આવા સમયે દીપ હસી ને કેહતો .. બસ હવે શુભલા ખોટા લવારા ના ઠોક , તું ગમ્મે તેટલી કોશિશ કરીશ ને તો પણ હું નહિ આવું.. એટલે નહિ આવું , છક્કો કહીશ ને તો પણ..નહિ..
– શૈશવ વોરા
Previous Page | Next Page