Page 19
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ..
અત્યંત બઘવાયેલો અને ડરેલો શુભમ પણ દીપ ની સાથે મંત્ર જાપમાં જોડાયો..
બંને છોકરાઓ એ મંદિર માં મોટા અવાજે સતત મહામૃત્યુંજય શ્લોકના જાપ ચાલુ કર્યા ..
આસોની દિવાઓ ની હારમાળા ના અજવાળે અજવાળી એવી અમાસની રાત વીતી ને પરોઢે મહાદેવ ના મંદિરીએ ઘંટારવ ગુંજ્યો..!!
આસો વદ અમાસ ઉતરી ગઈ કારતક સુદ એકમનું બ્રહ્મમુર્હત અવતર્યું..!!
દીપ અને શુભમ આજે કેનેડા છે, મીશા જામીન ઉપર છુટેલી છે ,અને રાહિલ નામનો “દટ્ટો” નાબાલિક હોવાને લીધે કોર્ટે છોડી મુકવો પડ્યો..!!
રીવરફ્રન્ટ ઉપર માણેક બુરજ આગળ ડોકાબારીએ બેસાડેલી તંબુ ચોકી અમદાવાદ પોલીસે હટાવી લીધી છે કેમકે ઘણા પોલીસવાળા ને ક્યારેક કોઈ ચિત્ર વિચિત્ર અવાજો સંભાળતા હતા..!!
– શૈશવ વોરા
— સંપૂર્ણ —
Previous Page