Page 3
દીપ એક ઊંડો શ્વાસ લઈને ને બોલ્યો તારા જેવા `ફકરયા` ને ઈશ્ક, પ્યાર એ બધી ના ખબર પડે..
શુભમ બોલ્યો ..ખરેખર યાર ગયા જન્મમાં તું મારો કોણ હતો `બે ? તો અત્યારે આવી અડધી રાતે મારી જોડે તું મારા દિમાગ ઉપર આવા હથોડા મારવા રોજ દિવસ રાત ને ચોવીસે કલાક મારે માથે લખાયો છે..!!
શુભમ ની બાઈક એલીસબ્રીજ ક્રોસ કરી ને વિક્ટોરિયા ગાર્ડનથી આગળ આવી ને માણેક બુરજની બાજુમાં જુના જમાનાની બનેલી કોટની રાંગ ની વચ્ચે એક ડોકાબારી થી થોડે દુર આવીને ઉભી રહી..
શુભમ ને માણેક બુરજ પાસે આવેલી એ ડોકાબારી પાસે જવું ગમતું પણ ખરું અને નોહતું પણ ગમતું એને હંમેશા ત્યાં કૈક વિચિત્ર પ્રકારની ફીલિંગ આવતી પણ દીપ ને ત્યાં ડોકાબારીની વચ્ચે બેસી રેહવું બહુ ગમતું અને કલાકો સુધી એ ત્યાં બેઠો રેહતો..!!
રીવરફ્રન્ટ ઉપર ડોકાબારી ને નજીક આવેલી જોઈ એટલે દીપ બાઈક પરથી ઉતરવા ને બદલે બાઈક પર બેઠા બેઠા શુભમ ને વ્હાલથી વળગી પડ્યો અને એ ડોકા બારી ને એકીટશે જોઈ રહ્યો ,અને બોલ્યો લવ યુ બ્રો ..
છેવટે શુભમે પણ કીધું …લવ યુ ટુ બ્રો પણ નીચે તો ઉતર હવે..
દીપ ઉભેલી બાઈક ઉપર જ બેઠો રહ્યો અને શુભમની પાછળ શુભમ ને બિલકુલ ચપોચપ વળગી પડ્યો અને એનું મોઢું શુભમના ખભાથી આગળ લઇ જઈને શુભમના ગાલ પર કિસ કરી ને બોલ્યો લવ યુ ટુ મચ બ્રો..
દીપ એ શુભમ ના ગાલ પર કિસ કરી એટલે શુભમ ફરી બગડ્યો .. બે યાર તું જાહેર જગ્યાએ આવા ધંધા કરે પછી મને નહિ આખી દુનિયા ને શક થાય ..
દીપ અચાનક બાઈક પરથી કુદ્યો અને ઉતરી અને કોટની રાંગ તરફ ઝડપથી ચાલવા લાગ્યો.. રીવરફ્રન્ટ ઉપર માણેક બુરજની બાજુમાં નાનકડી ચારપાંચ દેરી ઓ અને થોડાક નાના નાના મંદિરો ને રીવર ફ્રન્ટ બનાવતી વખતે તોડવામાં નોહતા આવ્યા, આ દેરીઓ એક જમાનામાં કોઈક સાધુ સંતોની દફનવિધિ કરી અને એની ઉપર બાંધવામાં આવી હોય એવું લાગતું હતું અને એના કારણે એટલા એરિયામાં લોકો ની અવરજવર ઓછી રેહતી રીવરફ્રન્ટ નોહ્તો બન્યો ત્યારે નદીના ભાઠામાં આ બધી દેરીઓ આગળ ક્યારેક તાંત્રિક વિધિ કરતા લોકો આવતા અને ક્યારેક તાંત્રિક વિધિઓ પણ ત્યાં થતી , જેને કારણે જુદી જુદી વાતો અને ભ્રાંતિઓ પણ લોક મુખે ચાલતી રેહતી..
કોટની આજુબાજુ નો એ વિસ્તાર થોડો વધારે પડતો અવાવરું જેવો હતો એટલે એમાં થોડા ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા, અને રીવરફ્રન્ટ બાંધવા માટે એટલો લગભગ દસેક હજાર વાર નો વિસ્તાર ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો , જેને કારણે ત્યાં થોડા ખાડા ટેકરા પણ રહી ગયા હતા..!!
દીપ એ ખાડા ટેકરા ઝાડી ઝાંખરા વટાવતો કોટની રાંગમાં બરાબર વચ્ચે આવેલી એક જૂની પુરાણી ડોકાબારી એ જઈ અને બરાબર એ ડોકાબારીની વચ્ચે બેસી ગયો..જુના જમાનાના કિલ્લામાં મોટા દરવાજા તો રેહતા પણ ક્યાંક ક્યાંક નાની-નાની સાત આઠ ફૂટ ઉંચી અને ચાર પાંચ ફૂટ પોહળો એવો નાનો દરવાજો કિલ્લાની વચ્ચે મુકવામાં આવતો અને એને ડોકાબારી કેહવાતી. શુભમ અને દીપ જ્યારથી સમજણા થયા ત્યારથી પેહલા સાયકલ લઈને રીવરફ્રન્ટ આવતા ,અને પછી બાઈક લઈને ..
– શૈશવ વોરા
Previous Page | Next Page