Page 5
મીશા ગાડીમાં બેઠા બેઠા જ ચકળવકળ ચારે બાજુ પોતાની નજર ને ફેરવી રહી હતી ..રસ્તા ઉપર જબરજસ્ત સન્નાટો હતો, મીશા ની નજર ફરતી ફરતી શુભમ ની નજર જોડે ટકરાઈ અને શુભ ને એમ લાગ્યું કે મીશા ની નજર કદાચ દીપ ને શોધી રહી હતી..
શુભમ એમ સમજ્યો કે મીશા દીપ ને શોધી રહી છે, એટલે એણે આંગળીથી ઈશારો કરી અને ત્રણસો ચારસો મીટર દુર ટેકરા ઉપર આવેલ કોટ ની ડોકાબારીની વચ્ચે બેઠેલા દીપ ને ઇશારાથી બતાવ્યો..!
દીપ ને દૂર બેઠેલો જોયો એટલે મીશા ફટાક કરતી ગાડીમાંથી ઉતરી..અને ઉતરતી વખતે એણે ગાડી ચાલુ રાખી અને મીની કુપર ગાડીને હુડ સંકેલવાનો કમાન્ડ આપતી ગઈ, પોણો કરોડ રૂપિયા નું ટુ સીટર વાહન એવું મીની કુપર, એ કૂપરે એની માલકિન નો કમાન્ડ લઇ લીધો અને ગાડીએ પોતાનું હુડ (છાપરું ) સંકેલી લીધું , મીની કુપર ઓપન ટુ સ્કાય કન્વર્ટીબલ થઇ ગઈ..!! મીશા દીપ જે કેડીએ ચાલીને કોટની ડોકાબારીએ ગયો હતો એ ઝાડીઝાંખરા વટાવતી કુદતી કુદતી ત્યાં સુધી ગઈ..
સરસ મજાનું પિંક કલરનું ફ્રોક પેહરેલી પતલા બાંધાની અનહદ ગોરી , નાક નકશે ચોખ્ખી અને ખુલ્લા સ્ટ્રેટનીગ કરેલા સોનેરી વાળ માં શોભતી મીશા ને અસાધારણ ઝડપે દીપ તરફ જતી શુભમ ફાટી આંખે જોઈ રહ્યો..
શુભમ ને કોઈ ચમત્કાર થઇ રહ્યો હોય એવું લાગતું હતું, અનેક છોકરીઓ જોડેના સહવાસ પછી છોકરીઓની બોડી લેન્ગવેજ પકડવામાં માહિર થઇ ગયેલા શુભમ ને એકદમ યકીન થઇ ગયું હતું કે આજે તો દીપ`ડો ગયો એની ઉપર આ મીશા `ડી કેહર ઢાઈ દેશે અને આજે તો દીપ ને પૂરો કરી ને છોડશે..!
મીશા ને પોતાની તરફ આવતી જોઈ ને દીપ ડોકાબારી ની વચ્ચોવચ ઉભો થઇ ગયો..ડાર્ક બ્લ્યુ જીન્સ ને સફેદ ટીશર્ટ, પોણો ફૂટ લાંબી ફરફરતી દાઢી અને પોહળી ગોળ ભોળી ભોળી આંખોથી દીપ મીશા ને પોતાની તરફ આવતી જોઈ રહ્યો, જેમ જેમ મીશા નજીક આવતી ગઈ તેમ તેમ દીપના હાથ ખુલતા ગયા ..
મીશા જેવી એક હાથ જેટલી નજીક આવી એટલે દીપે હાથ લાંબો કર્યો અને મીશાએ દીપ નો હાથ પકડી લીધો , દીપ ને એના હાથમાં જ નહિ પણ આખા શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ, મીશા ના પેહલા સ્પર્શે દીપના રોમ રોમ ખડા કરી મુક્યા..
અને દીપ એ મીશા ને પોતાની તરફ ખેંચી લીધી અને ડોકાબારી ની બિલકુલ વચ્ચે ઉભા રહી ને દીપ એ મીશા ને પોતાના આગોશમાં લઇ ને એના હોઠ ઉપર લગભગ દોઢ બે મિનીટનું તસતસતું ચુંબન આપ્યું..
રીવરફ્રન્ટ ઉભેલો શુભમ એના હાથમાંથી સિગારેટ ફેંકી ફાટી આંખે અને ખુલ્લા મોઢે મનમાં ગાળો બોલતો આખો સીન જોઈ રહ્યો .. એની કલ્પના બાહર ની વાત હતી કે દીપ ને જીવનમાં ક્યારેક મીશા મળશે અને એ પણ આવી રીતે..!
અધર રસના પાન થયા પછી મીશાના ગુલાબી હોઠ ફફડી રહ્યા હતા એના મોઢા ઉપર ભયમિશ્રિત અચરજ ની કોઈક લાગણી હતી એની આંખ સેહજ લાલ થઈ ચુકી હતી , દીપ મીશાના ચેહરા ને જીવનમાં પેહલીવાર આટલ નજીક થી જોઈ રહ્યો હતો , અપલક નયને દીપ મીશા ને જોયા જ કરતો હતો,
– શૈશવ વોરા
Previous Page | Next Page