Page 6
છેવટે મિશાએ પોતાનો હાથ પોતાના હોઠ પર ફેરવ્યો અને મોઢું વાળી અને ડોકાબારીએથી નીચે રીવર ફ્રન્ટે જવાની ચેષ્ટા કરી ..દીપ એ મજબૂતીથી મીશા નો હાથ પકડી લીધો અને દીપ અને મીશા બંને હાથમાં હાથ નાખી ને ઝાડીઝાંખરા વટાવીને કેડીએથી રીવરફ્રન્ટ આવ્યા..
મીશા નો હાથ ઝાલી ને નીચે ઉતરતા દીપ માટે એ ત્રણસો મીટરના બસ્સો પગલા એના જીવનના ઉત્તમ પગલા હતા , બંને જણા રીવરફ્રન્ટના આસ્ફાલ્ટના તદ્દન ખાલી એવા સુમસામ રોડ ઉપર આવી ને ઉભા રહ્યા, દીપ બિલકુલ સાતમાં આસમાન માં વિહરી રહ્યો હતો, મીશા એ આગળ વધી ને દીપ ને દોર્યો ને એની ગાડી ની નજીક દીપ ને લઇ ગઈ , મીશા કુપરની નજીક આવીને દીપ નો હાથ છોડી ને ખુલ્લી મીની કુપરની ડ્રાઈવિંગ સીટ ઉપર ગોઠવાઈ અને સાતમાં આસમાનમાં પોહચી ગયેલો દીપ બારણું ખોલ્યા વિના કુદકો મારી ને મીશાની બાજુ ની સીટમાં ગોઠવાયો..
મીશા એ મીની કુપર ને ટર્બો મોડમાં નાખી અને અડધી રાતના અમદાવાદ શેહર ના સન્નાટામાં ખાલી પડેલા રીવર ફ્રન્ટ ના રોડે ફુલ્લ એક્સીલેટર નો ચમચો દબાવી અને ગાડી જબરજસ્ત ભગાવી..
આખો સીન જોઈ ને અચાનક ભાન આવેલો શુભમ .. મીની કુપર ની પાછળ મુઠ્ઠીઓવાળી ને દોડતા દોડતા ચીસો પાડવા લાગ્યો ..એ દીપ`ડા ગદ્દાર .. તું ભ`ઈબંધ નહિ ભાડવાત છે હલકા ..તારા કરતા તો કુતરા સારા .. સાલા હલકા એક છોકરી મળી તો મને અહિયાં રખડતો મૂકી દીધો xxx ,અને હું જો કેટલી ને મૂકી ને તારી જોડે આવું છું ,તારી કિસો સહન કરું છું ,તારી રીંછડા જેવી દાઢી સહન કરું છું…
લગભગ અડધો કિલોમીટર પાછળ દોડ્યા પછી શુભમ ના શ્વાસ ભરાઈ ગયા ..ત્યાં સુધીમાં મીની કુપર ત્રણ ચાર કિલોમીટર આગળ નીકળી ચુકી હતી અને એના સાઈલેન્સર નો અવાજ પણ આવતો બંધ થઇ ગયો હતો ..
રીવરફ્રન્ટ ના સુમસામ રોડ પર શુભમ બેસી પડ્યો અને પોતાના જીગરજાન દોસ્ત દીપ ની ખુશીમાં ખુશ થતો શુભમ હસતા હસતા બોલ્યો.. જી લે સીમરન જી લે તેરી જિંદગી જા.. અને એની આંખમાં ખુશીના માર્યા આંખમાં ઝળઝળિયાં આવી ગયા…!! રીવરફ્રન્ટના રસ્તા ની વચ્ચોવચ બેઠેલા શુભમ ને પાછળથી આવેલા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એ ઉભો કર્યો અને પીઆઈ પુરોહિત સાહેબ બોલ્યા ચાલો મજનું સાસરે..!!!
મીશા એ અચાનક જોરદાર રીતે ગાડી ભગાવી એટલે મીશા ના પ્રેમમાં ભાન ભૂલેલા દીપ એ ભાનમાં આવી અને પેહલું કામ સીટ બેલ્ટ બાંધવાનું કર્યું અને પછી એણે મીશાની જાંઘ ઉપર સેહજ હળવે થી હાથ મુક્યો અને બોલ્યો ..ધીરે મીશા ધીરે..
પણ મીશા ને તો જબરજસ્ત ઉતાવળ હતી , મિશા એ દૂધેશ્વર સ્મશાનવાળા રોડેથી ગાડી રીવરફ્રન્ટથી બાહર કાઢી અને વાડજ –દૂધેશ્વર પુલ પરથી ગાડી ઉસ્માનપુરા તરફ હંકારી લીધી અને ઉસ્માનપુરામાં આવેલા પોતાના જાયજેન્ટીક બંગલામાં ઘુસાડી દીધી..
મીશા ઝડપથી ગાડીમાંથી ઉતરી ગઈ અને એણે દીપ નો દરવાજો ખોલી અને દીપ નો હાથ પકડી ને ગાડીમાંથી યંત્રવત્ ઉતાર્યો ને દીપ ને લઈને પોતાના બંગલાના પેહલા માળ ઉપર આવેલા રૂમમાં દોરી ગઈ..
– શૈશવ વોરા
Previous Page | Next Page