Page 7
દીપ આભો બની ને મીશા નો બંગલો જોઈ રહ્યો હતો અને એને સમજણ નોહતી પડતી કે આવડા મોટા બંગલામાં કોઈ છે કેમ નહિ ?
મીશા એ પોતાના આલીશાન કમરા નું બારણું ખોલી અને લાઈટ કરી દીપ ને રૂમમાં ખેંચી લઈને ધડામ કરતુ બારણું બંધ કરી દીધું..
દીપ હજી બઘ્વાયેલો જ હતો.. મીશા એ એક જ સેકન્ડમાં પોતાનું ફ્રોક પોતાના શરીર ઉપરથી ફગાવી દીધું અને ફક્ત ઉપ વસ્ત્રોમાં આવી ગઈ અને દીપ ને વળગી પડી.. દીપ ના શ્વાસ એકદમ ભારે થઇ ગયા હતા.. એના હાથપગ રીતસર થીજી ગયા હતા..
મીશા એ દીપ ને ખેંચી ને પોતાના પલંગમાં નાખ્યો અને પોતે દીપ ની ઉપર પડી પણ દીપ કોઈ જ રીસ્પોસ્ન્સ આપી રહ્યો નોહતો..!!
ત્રણ ચાર મિનીટ પછી દીપ એ અચાનક મીશા ને ધક્કો માર્યો અને કીધું બધું લગન પછી.. મીશા અચાનક તાડૂકી..આર યુ ક્રેઝી દીપ ? લગન? ઈડિયટ્ , વી આર જસ્ટ નાઈન્ટીન..ઇન લાસ્ટ ઈયર ઓફ અવર ટીનએજ..લેટ્સ એન્જોય..હેવ ફન ..!!
દીપ પલંગમાંથી ફટાક કરતો ઉભો થઇ ગયો અને પોતાનો મોબાઈલ ઉપાડ્યો ને શુભમ ને લગાડ્યો .. પણ શુભમ ના ફોનની સતત રીંગો વાગી રહી હતી..
મીશા એના બેડમાંથી ઉભી થઇ ને બોલી ડોન્ટ મિસ ધીસ ચાન્સ દીપ ,આજે મારા ઘરમાં કોઈ નથી ફુલ્લ નાઈટ લેટ્સ સેલીબ્રેટ .. આટલું બોલી ને મીશા એ બેડમાંથી ઉભા થઇ ને દીપ ને વળગી અને દીપ ના ટીશર્ટ ની અંદર હાથ નાખી અને દીપ ને સેહજ હળવા નખ્ખોરીયા ભર્યા ..દીપ એ એનો હાથ પોતાના ટીશર્ટ માંથી કાઢી ને ફરી એને ધક્કો માર્યો અને કમરાનું બારણું ખોલી નાખ્યું ને એ કમરા ની બાહર નીકળી ગયો.. ને સીડીઓ તરફ દોડયો શુભમ ને ફોન લગાડતા લગાડતા..!!
મીશા વીજળી ની ઝડપે એની પાછળ દોડી , અને રીતસર દીપ ની ઉપર એણે જમ્પ માર્યો ..મીશાના વજનથી દીપ હલબલી ગયો અને જમીન પર પડી ગયો અને મીશા એની ઉપર આવી ગઈ ..
દીપ, હું તને મારી નાખીશ પણ નહિ જવા દઉં આજે રાત્રે.. મીશા ની આંખમાં ખુન્નસ તરી આવ્યું હતું..
દીપ એ મીશા ને જમીન પર પડ્યા પડ્યા એક કચકચાવીને ઝાપટ મારી , મીશા એ દીપ ના વાળ પકડી ને દીપ ની પોની ખોલી નાખી ,દીપ મીશા ને ધક્કો મારી ને ઉભો થઇ ગયો..
ખુલ્લા બે ફૂટ નાં માથાના વાળ અને લાંબી દાઢી તગતગતી આંખો સાથે સીડીથી થોડો દૂર ઉભેલો દીપ એકદમ ચાંડાલ જેવો લાગી રહ્યો હતો , અને સામે ફક્ત આંત:વસ્ત્રોમાં મીશા ઘાયલ બિલ્લી ની જેમ દીપ ઉપર હુમલો કરવા ધસી આવતી હતી..
દીપ બને એટલી તાકાતથી સીડી તરફ દોડ્યો અને ઘરના મેઈન દરવાજા સુધી પોહચી ગયો ..પણ ત્યાં જ મીશા એ એક મોટ્ટું કાચનું ફ્લાવર વાઝ લઈને ઉપરથી છુટ્ટું ફેંક્યું અને એ વાઝ દીપ ના માથમાં સનનન કરતુ ઘુસી ગયું, દીપ ત્યાં જ બરાબર દરવાજાની વચ્ચે લોહીલુહાણ થઈને ફસડાઈ પડયો..બેભાન થઇ ગયો..
મીશા દોડતી નીચે આવી અને બેહોશ દીપ ને પગેથી ઝાલી ને ખેંચવા લાગી અને ખેંચતી ખેંચતી નીચે આવેલા એના બાપના કમરામાં લઇ ગઈ..!!
– શૈશવ વોરા
Previous Page | Next Page