PAGE-2
અરે ભાઈ આયુષ્ય ખૂટે તો બધું સામટું જ આવે ..
આઈસીયુની બહાર ચણભણ થતી રહી અને બે ત્રણ કલાક પછી ડોકટર બહાર આવ્યા..સ્ટેબલ છે થોડું ભાન છે તમારામાંથી કોઈ એક જણ અંદર આઈસીયુ માં જાવ અને મળી આવો.. અનુરાગભાઈ અંદર આઈસીયુમાં ગયા…મમ્મી મમ્મી..તિલોત્તમાબેન આંખ ખુલ્લી હતી ,મોઢામાં વેન્ટીલેટર હતું..પણ કોઈ જવાબ આવ્યો નહિ બસ એકદમ સ્થિર આંખો હતી…
એક મોટો કલંકિત થતા બચી ગયેલો એમનો ભૂતકાળ ડોકાઈ રહ્યો હતો તિલોત્તમાબેનની આંખોમાં..
બે પુરુષોના ચેહરા એમની આંખ સામે હતા અભય અને આતિશ..
અભયને તો મરી જઈ ને ફરી મળાશે પણ આતિશ..? એની માફી માંગવાની બાકી છે..ના નહિ મરાય આતિશને જોયા વિના તો..એની માફી માંગ્યા વિના..મારો જ વાંક હતો એમાં તો ..માફી તો માંગવી જ રહી મારે…
બંને સાથે સબંધો બાંધતા પેહલા મેં નોહતી જોઈ મારી કે એમની બંનેની ઉંમર ..જરાક પણ લાજ શરમ લે કુદરત નો ડર એવું કશું જ મેં નોહતું જોયું..
પચ્ચીસ પૈસા ના એક ખારી શીંગના પડીકાથી થયેલી સબંધની શરૂઆતને હું જ પોતે ક્યાં સુધી ખેંચી ગઈ ??
પાપ અને પસ્તાવાની લાગણી તિલોત્તમાબેનનો જીવ છૂટવા નોહતી દેતી..
એક સમય હતો કે આખી માંડવીની પોળ તીલું તીલું કરીને મને બોલાવતું..ક્યારેય કોઈએ તિલોત્તમા કહીને ના બોલાવી..
ખુબ નાની હતી ત્યારે તિલોત્તમા એની માંને રોજ પૂછતી કે આ મારું નામ આવું કેમ રાખ્યું..?મને કોઈ મારા નામથી નથી બોલાવતું ,આવું તો કોઈ નામ હોતું હશે…? તિલોત્તમા…
ત્યારે તિલોત્તમાની માં છણકારાથી કેહતી કે આ તારા બાપા,આખો દિવસ ખાડિયાની લાયબ્રેરીમાં પડી રેહતા, અને નવી નવી ચોપડીઓ વાંચે એમાંથી ક્યાંક તારું નામ શોધી આવ્યા…તિલોત્તમા…કોણ જાણે ક્યાંથી નામ શોધ્યું..? નવી નવાઈનું ..
આખી જીંદગી તિલોત્તમાની માં એ કકળાટ કર્યો,એના પપ્પાની લાયબ્રેરી રોજે જવાની આદત માટે ,પણ પપ્પાનીએ લાયબ્રેરી જવાની આદતે જ મારી લાચાર અને મજબુર ને જિંદગી કાઢી આપી ,
જીવનના કેવા કપરા દા`ડા એ લાયબ્રેરીના ટેબલ ના આશરે જતા રહ્યા ..!!!!
પોળમાં હસતી,રમતી,કુદતી…તીલું,
ક્યારે સોળ વર્ષની થઇ કોઈને ખબરના પડી, અને આંખ લડી ગઈ બાજુની પોળના અમૃતની જોડે,અઢાર વર્ષની થઇ ત્યા તો અમૃત જોડે એ ભાગીને પરણી પણ ગઈ,
તિલોત્તમાની અટક જીવનના અઢારમેં વર્ષે બદલાઈ ગઈ તિલોત્તમા શાહ માંથી થઇ ગઈ તિલોત્તમા અમૃત પંચાલ …
શીંગ નું પડીકું/PAGE-2/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
No Comments