PAGE-3
ઘણી બધી હો હા થઇ પોળમાં, જુવાનીયાઓ એકબીજાને ગાળો આપતા કે સાલો પેલો અમરતીયો ક્યાંથી આવીને તીલુંડી ને ઉઠાવી ગયો અને આપણે અહી ના અહી હાથમાં માવા ઘસતા રહી ગયા,
અને આજુબાજુની પોળોમાં પણ કૈક લોકો કકળાટ કરતા, પણ છેવટે લોકો એ બધો દોષ નવા જમાનાને અને પિકચરોને આપ્યો ..
અમૃત જોડે તિલોત્તમાના લગ્ન થયા અને તિલોત્તમાનું ભણતર છૂટી ગયું…
અમૃતના ઘરમાં સગા નાં નામે એક એની માં હતી અને એ તિલોત્તમાના સાસુ પણ લગ્નના એક જ વર્ષમાં સ્વર્ગે ગયા…
અમૃત પંચાલનું એ પોળનું બે રૂમ રસોડાનું અંધારિયું ઘર, નાની એવી નોકરી અમૃતની,લગ્નના એક વર્ષે દીકરી મયુરી જન્મી અને એના પછીના એક વર્ષે દીકરો અનુરાગ,હજી જીવનમાં એકવીસ પુરા થયા નોહતાને બે છોકરાની માં થઇ ગઈ તીલુ…
અમૃતની રતન પોળમાં નોકરી કાપડની દુકાનમાં એક ગુમાંસ્તાની નોકરી, રોજ સવાર પડ્યે રતનપોળ જ જવાનું ,અને રાત પડ્યે ઘેર પાછા..
નાનો પગાર અને નાની ખુશી…અને દુખ પણ નાના નાના
પણ કુદરતને નાનું દુખ કે મોટું સુખ કશું તીલું માટે મંજુર નોહતા ,એક દિવસ અચાનક દુઃખ તિલોત્તમા ને શોધતું શોધતું પોહચી ગયું ,અમૃત સાયકલ પર રોંગ સાઈડ પર આવતો હતો રીલીફ રોડેથી, અને એક નવશીખીયા ગાડી વાળાની બ્રેક ફેઈલ ગઈ અને કાળએ અમૃતનો કોળીયો કરી નાખ્યો..
બે નાના નાના છોકરા અને પહાડથી મોટી જીંદગી બાકી અને ઉપર થી આ રંડાપો તિલોત્તમાના માથે આવ્યો, ખાડિયાની એ ટ્રસ્ટની લાયબ્રેરીમાં રોજ જતા તિલોત્તમા ના બાપે ટ્રસ્ટી શેઠિયાઓને વાત કરી, અને લાયબ્રેરીના ટ્રસ્ટીઓએ માનવતાના ધોરણે ભર જુવાનીમાં વિધવા થયેલી તિલોત્તમાને લાયબ્રેરીયન તરીકે નોકરી આપી દીધી,
તિલોત્તમાના બંને છોકરાને એના માંબાપ સાચવતા…અને તિલોત્તમા નોકરી કરતી બધા એકમેકના ટેકે ટેકે સાંકડે મુકડે દિવસો કાપતા ગયા,અચાનક પીવાના પાણીની અને ગટરની લાઈનો ભેગી થઇ ગઈ અને કમળાનો વાવર લાગ્યો આખા અમદાવાદ શેહરને અને નાનકડી મયુરી પાંચ જ દિવસના તાવમાં જ મરી ગઈ, એક બે વર્ષમાં જ તિલોત્તમાના ઘરમાં ચાર જણમાંથી બે જણા થઇ ગયા..
તિલોત્તમા અમૃત પંચાલ પોતના વર અમૃત પંચાલનું ઘર મૂકી અને ફરી પાછી પોતના માબાપના ઘેર, માંડવી ની પોળે રેહવા આવી ગઈ, અને અમૃતનું મકાન વેચી કાઢ્યું ,માબાપનું એક માત્ર જ સંતાન હતું તિલોત્તમા..
જીંદગી એકદમ કટોકટ જતી હતી, પણ ક્યાં જતી એનું ભાન જ નોહતું થતું,
અવસ્થા થઇ અને માબાપ પણ ગયા પણ અનુરાગ મોટો થઇ ગયો દસમાં ધોરણમાં હતો..
હવે માંડવીની પોળના એ બાપીકા ઘરમાં ફક્ત બે જ જણ રેહતા હતા તિલોત્તમા અને એનો દીકરો અનુરાગ ..
શીંગ નું પડીકું/PAGE-3/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
2 Comments
Nice story sir.
ana pahela cycle meeting vanchi bahu maja avi khub samay bad koi story ekj bethak ma vanchi nakhi. bahu maja avi superb…..
Ty