Page 17
રીતેશ આશ્ચર્યથી બોલ્યો કેવી રીતે ?
કુશલ બોલ્યો તું મારા બૈરા ની કે મેઘનાડી જોડે તું જ ચાલુ પડી જા ,જા મેં તને છૂટ આપી ખાલી ખાલી વાતો કરે છે,
મેઘના જોડે ચાલુ પડી જવાની વાતએ રીતેશના દિલના તાર અચાનક ઝણઝણાવી દીધા, રીતેશે આંખો ઝીણી કરીને પૂછ્યું આર યુ સીરીયસ ? કુશલે સામું પૂછ્યું આર યુ સીરીયસ રીતેશ ?
રીતેશ બોલ્યો હા તે કીધું એટલે મને થયું કે આમાં મારે કશું ગુમાવવા નું નથી, મારી બૈરી ધારીણીને તું તો ચોક્કસ નહિ પટાવે અને નિલયની સો ટકા ઓકાત નથી,ચલ હું તૈયાર છું ..
કુશલ બોલ્યો તો માર ભૂસકો બે માંથી જે પટે એ તારી મારે તો હવે બંનેમાંથી છૂટવું છે ..!! પ્રેમ જાય ભાડમાં
રીતેશે હાથ લાંબો કર્યો ડીલ કુશલે હાથ મિલાવ્યો ડન દોસ્ત ડન ,પણ એટલું યાદ રાખજે મારી આગ ઓલવવા જતા તું ના સળગી જતો, રીતેશના મનમાં થોડા ગલગલીયા શરુ થયા હતા અને રિતેશને કંગના અને મેઘનાની સોબત ના વિચારો આવવા ના ચાલુ થયા હતા, અને કુશલે એ માર્ક કર્યું એટલે કુશલ બોલ્યો રીતેશ ખતરનાક પાણીમાં તું ઉતરી રહ્યો છે રમવા રીતેશ, વિચારી લે હું તારો દોસ્ત છું દુશ્મન નહિ,પણ રીતેશ ને મગજમાં હવે કઈ બીજું રમતું થયું હતું.
રીતેશ બોલ્યો અરે તું જોડે છે ને કુશલ લડી લઈશું યાર ..બંને જણા છુટા પડ્યા
અડધી રાત્રે કુશલે ઘરે જઈને પથારીમાં પડ્યા પડ્યા એક વોટ્સ એપ ગ્રુપ બનાવ્યું થ્રી ઈડિયટ્સ અને એમાં પોતે પોતની જાતને ,મેઘના અને રીતેશ ને એડ કર્યા,રીતેશે પણ વોટ્સ એપ પર એક ગ્રુપ બનાવ્યું થ્રી મસ્કેટીયર્સ એમાં રીતેશે કંગના અને નિલયને એડ કર્યા …
મેઘના ઓફ લાઈન હતી એને કઈ ખબર ના પડી પણ કુશલે થ્રી ઈડિયટ્સ ગ્રુપમાં મેસેજ મુક્યો મેઘના હવે આપણી બધી વાતો રીતેશ ને ખબર છે અને જે કઈ ડિસ્કશન કરીએ એ આગળ આ ગ્રુપમાં તારે કરવું …
Previous Page | Next Page