આજે થોડો વિવાદાસ્પદ વિષય છેડું છું …એક ફોટો વોટ્સ એપ પર આવ્યો નરેન્દ્ર મોદી સાહેબ, નીતાબેન અંબાણી અને મુકેશ અંબાણી સાથે નો અને ફોટા માં એક ભદ્દી, અભદ્ર કોમેન્ટ છે … મુકેશ અંબાણી ને બોલતા બતાવ્યા છે …નરેન્દ્ર ભાઈ કંટ્રોલ , ભાભી હૈ આપકી ….ખુબ જ વખોડવા લાયક આ ફોટા માં ની કોમેન્ટ …. જે ઉપર થી ઉમેરવા માં આવી છે ……
પણ મારે આજે વાત કરવી છે એવા રંગલા લોકો ની જે ખરેખર નાલાયક હોય છે અને સંબંધો ની આડ લઇ ને આવા ચાન્સ મારતા ફરતા હોય છે … તેવા અડપલા બાજ લોકો ની ….તમે ફરી એક વાર તમારી આજુબાજુ માં જોવો તો આધેડ ઉમર નું અડપલા બાજ એવું ..ચોક્કસ એકાદું નંગ તમને મળી આવશે કે જેમને પારકી સ્ત્રી ને સ્પર્શ કરવો બહુ જ ગમતો હોય … પારકી શબ્દ વાપરું એટલે એમાં માતા ,બેહન , પત્ની અને પુત્રી તે સિવાય ની તમામ સ્ત્રીઓ ..આવા લોકો બહુ ઝડપ થી પારકી સ્ત્રી નો હાથ પકડવા કે હરખ માં આવી ને ભેટી પડવા દોડી જતા હોય છે …અને જે તેમના નજીક ના સર્કલ માં જ હોય તેવી સ્ત્રીઓ કે તરુણીઓ ને જ ….પણ હા જો કોઈ સ્ત્રી થોડો છણકો કરે તો તેઓ આગળ વધતા અટકી જાય ….પણ સાહજિકતા થી જ વાત કરતા ,હસતા હસતા ,તાલી લેવી કે પછી અભિનંદન આપવા કે ,પછી કઈ વિશ કરવા .કે ગ્રુપ ફોટા પડાવા , આવા બધા સમયે ફાટક કરતુ આવું પ્રાણી પારકા બૈરા ની સોડ માં ભરાય ….આજકાલ સેલ્ફી નો સમય ચાલે છે એટલે રંગલાઓ મોટે ભાગે વાંકાચૂકા મોઢા કરી ને સેલ્ફી ના બહાને સારો એવું અડપલું કરી લે છે ……..જોકે ક્યાંક થોડે દુર નજર કરશો તો આવી હરકત કરતા બૈરા પણ તમને મળી જશે ….એકલા પુરુષો જ આ પ્રકારની છેડછાડ નો અધિકાર ભોગવે છે એવું નથી …આવી અડપલા બાજ સ્ત્રીઓ પણ આવી તમને મળી જશે , રંગલીઓ પાછળ નથી …ઘણી વખત તેઓ પોતાની જાત ને અમે તો હાઈ સોસાયટી ના છીએ અમારે તો આવું બધું નોર્મલ હોય …એવું બતાડવા જાય પણ કાગડો હંસ બનવા જાય ત્યારે ભરાય ….
એકાદા કિસ્સા માં એવું પણ માર્ક કર્યું કે ખાલી છેડછાડ થી કે અડાઅડી થી આગળ વધી ને આ પ્રકાર ના જો બે સરખા રંગલા ,રંગલી ,અડપલા બાજ ભેગા થાય તો એક વણલખ્યો અને ખપ પુરતો સંબંધ પણ બંધાય છે ….અને જો બને ના જીવન સાથી થોડા ડફોળ કે બાઘા જેવા હોય તો બધું લોલે એ લોલ ચાલ્યું જાય અને …પેલા બે મળેલા.. સોરી “ચાલુ પડેલા જીવ” જ્યાં સુધી મળેલા રહે ત્યાં સુધી સામાજિક સબંધ ના ઓઠા હેઠળ બધું ચાલ્યું જાય…
હવે તો વોટ્સ એપ અને ફેસબુક ચેટીંગ … .વોટ્સ એપ માં આવા રંગલા રંગલી ના ડીપી ચેક કરશો તો તરત પકડાશે ..અને ફેસબુક ની આખેઆખી વોલ પોતાના જીવન સાથી સિવાય ના લોકો થી ભરેલી હશે …..ચેટીંગ માં પણ લીમીટ કેટલી એ પેહલા નક્કી કરવા નું ..પેહલા સારા સારા સંદેશા …પછી થોડા જોક ..પછી આડા અવળા જોક પછી ફોટા ..બસ ચાલ્યું જાય એમ કરતા આગળ ને આગળ ….જોકે અત્યારે જે જીવન માં અડધે પોહચ્યા છે એવા લેડીઝ ને ખાસ સાચવવા નું છે …અજાણ્યા જોડે ભૂલ થી ચેટીંગ ની લત માં ના પડાય અને પુરુષ ને પણ …બ્લેક મેઈલિંગ નો ધંધો સારો એવો ચાલે છે ….તમારા માટે આ વોટ્સ એપ અને ફેસબુક ની આભાસી દુનિયા નવી છે …અંદર જવાશે પણ બહાર નીકળવા નો રસ્તો બહુ અઘરો છે … એકલા એકલા બાથરૂમ માં જઈને રડવું પડશે …
અડપલા ઓફિસો માં પણ ખાસ્સા એવા પ્રમાણ માં જોવા મળતા હોય છે … પેહલા થોડી દુરી …પછી થોડી અંગત વાતો ..પછી થોડા જોક્સ પછી હાથ મિલાવો અને તાલી આપો … પછી બર્થ ડે ની હગ આપો ..ડીનર પછી જેવી બંને ની મરજી … આ બધા માં ક્યાંક વચ્ચે પોઝ મારી ને અટકવું હોય તો અટકે પણ ખરા ..અહીંથી આગળ નહિ ..
મોટા ભાગ ના બહાર આવતા કે નહિ આવતા બળાત્કાર ના કિસ્સા માં એક સર્વે પ્રમાણે ૬૮ % નજીક ની વય્ક્તિ સંડોવાયેલી જોવા મળે છે … અહિયાં નજીક ની વય્ક્તિ એટલે બાપ,ભાઈ,પતિ અને પુત્ર સિવાય ની વય્ક્તિ ….અને ચાઈલ્ડ અબ્યુસમેન્ટ ના કિસ્સા માં તો નજીક ની વ્યક્તિ ની સંડોવણી નું પ્રમાણ ઘણું વધી જાય છે ….એવું નથી કે ફક્ત સ્ત્રીઓ કે તરુણી ઓ જ આ પ્રકાર ને છેડછાડ નો ભોગ બનતી હોય છે …ઘણા પુરુષો અને તરુણો પણ આનો બહુ સહજતા થી શિકાર બને છે …
પણ જો તમે સેહજ દેખાવડા કે સારી પર્સનાલીટી ના માલિક હો તો આવી વ્યક્તિ જેવી તમારી નજીક આવે એટલે બહુ જ ઝડપ થી ઓળખાઈ જતી હોય છે ….અને એ લોકો બહુ ઝડપ થી તમને શારીરિક સ્પર્શ કરવા ની કોશિશ કરતી હોય છે અને એ એક જુદા પ્રકાર નો સ્પર્શ હોય …એટલે તરત જ ખબર પડે કે આ રંગીલો કે રંગીલી છે ….
જુના જમાના માં એક ધર્મ ના ભાઈ બેહન કે એના ઓઠા હેઠળ ચાલતી વાતો હવે બહુ જૂની થઇ ગઈ ,હવે એ બધું બહુ જ ઓછું દેખાય છે … અને નવા આવતા હિન્દી પિકચરો , ચોપડીઓ માં શારીરિક સંબધ એ બહુ જ સામાન્ય રીતે અને સામાન્ય વાત તરીકે દેખાડવા માં આવે છે …ઘણી જાહેરાતો માં પણ બહુ સહજ તા થી બતાવા માં આવે છે …
અને જો આજ કાલ ની નવી પેઢી ની વાત કરું તો એમના માટે એકબીજા ને અડવું એ બહુ જ સામાન્ય વાત છે … જેને નેચરલી કહી ને વાત પૂરી કરવા માં આવે છે ….પણ જો એ જ નવી પેઢી નો હીરો બે પેગ મારી ને બેઠો હોય અને પછી પૂછો કે પેલી નેચરલ હગ માં કેવું રહ્યું ડુડ..?અને જે વર્ણન બહાર આવે એ પેલા આધેડ ને સારું કેહાવડાવે ……કદાચ એટલી મજા
એ આધેડે નહિ લીધી હોય …
સમય કે ઉમર ગમે તે હોય માણસ નું મન, ઈચ્છા, વૃતિ કે જે મળ્યું નથી અથવા જે મેળવવું છે તે.. આ બધા માટે એક જ કાચી ક્ષણ બહુ જ અગત્ય ની નીવડે છે … અણી ચુક્યો સો વર્ષ જીવે ..તેમ જો અણી ને સમજી ગયા અને સાચવી ગયા તો આવા રંગીલા કે રંગીલી થી સો ટકા બચાય અને ખુબ નિર્દોષ રીતે આ ઈશ્વર ના આપેલા વરદાન જેવી જિંદગી ને માણવા મળે …..
અડપલાખોરો થી બચવા નો એક જ માર્ગ છે …આંખો માં તેજ ધાર અને મન ની મક્કમતા.. ફરી નહિ આવે તમારી પાસે ….. અને
છેલ્લે ફરી એકવાર ઉપર ફોટા પર આવુ … આવા ફોટા જોવાની અને મોટા માણસો ને બદનામ કરવા ની સમાજ ના એક વર્ગ ને ખુબ મજા આવે છે.. પણ એ લોકો માટીપગા હોય છે… સહેજ પણ પાણી અડે એટલે ઓગળી જાય …કે ભાગી છુટે છે..અડપલાખોરો ની જમાત ના સરદારો જ આવી ગંદી કોમેન્ટ મુકી શકે …..
શુભ રાત્રી
– શૈશવ વોરા