ek lal darwaje-એક લાલ દરવાજે તંબુ તાણીયા_Harshida…: http://youtu.be/9_cnZH-22uU
નવરાત્રી માથે આવે અને ઢોલ ઢબુકે…. અને અવિનાશ વ્યાસ ના ગરબા કાન માં આવે…
મારા અમદાવાદ નો પોતાનો કેહવાય એવો એક ગરબો…ફિલ્મ સંતુ રંગીલી નો ..એક ઝલક સુધ્ધા યાદ નથી બસ એટલુ યાદ છે રુપાલી થિયેટર મા જોયુ હતુ ….
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…….
ખાનપુર માં મારુ બાળપણ..લાલ દરવાજા નો દરવાજો બહુ શોધ્યો પણ ક્યારેય મળ્યો નહી ..પડી ગયો હતો મારા જન્મ પેહલા કયાંથી મને મળે …?
અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
હા આ કોટ અને એની કાંગરી બહુ… કોટ ઉપર ચડી ને રખડયા …કરફયુ માં કોટે થી દોરી બાંધી થેલી માં શાક નીચે થી લીધા… એના બુરજ અને કાંગરી ને અમારા હાથ અને પગ થી ઇંચે ઇંચ માપ્યા ….
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી…
માણેકલાલ ને મઢી….
એ માણેકચોક માં રહી… બાદશાહ એ શહેર ને ફરતે કોટ બનાવાનો ચાલુ કર્યો અને માણેકબાવા એ સાદડી રોજ સવારે સાદડી બને અને કોટ પણ બને … સાંજે સાદડી ખોલી નાખે માણેકબાવો અને બનેલો કોટ પડી જાય …. બાદશાહ ટેન્શન માં … કરવું શું..?? ખબર પડી કે આ તો માણેકબાવા ના કારસ્તાન …બાદશાહ એ બાવે ને દરબાર મા બોલાવ્યો …
ચા ની કિટલી માં જઇ શકો…
બાવાજી બોલ્યા ચોક્કસ … ચમત્કાર બતાડવા ની લાહય મા માણેક બાવા માખી બની ને કિટલી માં ઘુસ્યો ….
બાદશાહે કિટલી ને બુચ મારી દીધુ બાવાજી કિટલી માં ફસાયા…
બાવાજી કે બાહર કાઢ .. બાદશાહ કે ના કાઢુ …
કેમ પણ ના કાઢે ..
તુ મારો કોટ તોડે બાવા…
તો તોડુ જ ને મારે અહિયા શાંતિ થી તપ કરવુ છે..
તો મારે શેહર બનાવુ છે…
તો મારા નામ નો બુરજ પેહલો બનાવ…
મંજુર ..પણ મારી પ્રજા ને કંઇ થવુ ના જોઇએ વરદાન આપો બાવાજી…
આપ્યુ જા બચ્ચા…જયાં સુધી માણેક બુરજ રેહશે ત્યા સુધી તારુ શેહર સલામત ..
એલિસબ્રીજ ના છેડે ઉભો છે આ માણેક બુરજ…
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
પથ્થર ની જાળી સિદી ની મસ્જીદ માં મેઇન ભાગ રાણી વિકટોરિયા કાઢી ગઇ… જીવન માં હજારો વખત ત્યાં થી નિકળ્યો … દુર દુર દેશ દેશ દેશાવરો ના પથરા જોયા પણ મારા નાક નીચે ની કારીગરી જોવાનો હજી સમય નથી…
કાંકરિયાનું પાણી..
ડેવલપ થઇ ગયુ .દસ રુપિયા જોઇયે હવે ગુલઝારી … એમનેમ ના જોવાય કાંકરિયાનું પાણી….
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી…
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી..
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી…
ભદ્ર શૈલી ના કિલ્લા અને અંદર નગરદેવી કાળીકા માં નુ મંદીર ભદ્રકાળી નામ પડયુ… માં ભદ્રકાળી સાક્ષાત બિરાજે અને ભદ્રકાળી ના ચોકે થી ગરબો ચઢે ને ત્રણ દરવાજે ફરી ને પાછો આવે..દસ વીસ
હજાર માણસ અને વીસ ચાલીસ હજાર પગ એક ઢોલીડા ના તાલે ગરબે એકસાથે ગરબામાં ફરે…
હે વઉ તમે ના જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…
હર્ષિદા બેન રાવલ નો અવાજ અને કવિ , સંગીતકાર અવિનાશ વ્યાસ ની અમર રચના …
મારા અમદાવાદ નો પોતાનો ગરબો અને દોઢિયા, પોપટિયા નહી ઠેસ મારી ને લેવાતી બે તાલી અને
ધિં તાક ધિં તાક .. ધીંતાક તાક તાતાક … ના તાલે લેવાતી ત્રણ તાલી અને
ધિં ધા ધા , તી ના કતા
ના તાલે લેવાતી હિંચ…
હિલલોળે ચઢેલો એ જનસેલાબ અને તોફાને ચઢેલા ઢોલીડા .. કોણ થાકે એની કોમ્પિટિશન … ઢોલીડા નો ઢોલ ફાટે કે ગરબે ફરનાર પગ ના તળિયા …. વેહલી પડે પરોઢ….
આવુ હતુ મારુ અમદાવાદ અને એનો ગરબો….
શુભ રાત્રી
– શૈશવ વોરા