“જામ” લગ ગયા હૈ…. ઉધર પુરા “જામ” હૈ … ધોલાકુંઆ મત લો આઉટર રીંગ રોડ લે લો….સીપી “જામ” હો ગયા..હૈ..પુરાની દિલ્લી તો જાને કા નામ મત લો સરજી.. “જામ” …. અમદાવાદી માટે એક નવો શબ્દ … અને નવી હકીકત …. મેટ્રો સીટી ની એક વરવી વાસ્તવિકતા …. પબ્લિક ટ્રાન્સપોરટ ની અસુવિધા કે ઉભી કરેલી સગવડો ને લોકો સુધી પોહચાડવા મા અસફળતા છેવટે માર જનતા જ ખાય …દર વર્ષે વીસ હજાર ગાડી અને ત્રીસ હજાર સ્કુટર અમદાવાદ ના રોડ પર આવે વધારાના નવા નકકોર . . .આમ તો દુનિયા નુ ગમે તે મેટ્રો શહેર એટલે ભીડ … ભીડ અને ભીડ એ સિવાય બીજુ કાંઇ ના મળે… પણ આપણને મોહ છુટતો નથી મેટ્રો નો …. મોટેભાગે એવા લોકો મેટ્રો શહેર ની વાતો કરતા હોય કે જેમણે મેટ્રો સિટી જોયા જ નથી અથવા એક ટુરિસ્ટ તરીકે ત્યાં ગયા છે…..અમદાવાદ એકલુ કયારે ય મેટ્રો સિટી થઈ શકે તેમ નથી…ગાંધીનગર અને નવુ બનવા વાળુ ગિફટ સિટી બધુ ભેગુ થાય તો જબરજસ્ત મોટુ કામ થાય અને એક વર્લ્ડ કલાસ મેટ્રો સિટી બને…..
ગિફટસિટી સાહેબ નો ડ્રીમ પ્રોજેકટ છે…. બાધવા નો કોન્ટ્રાકટ જે કંપની શાંઘાઇ બનાવ્યુ હતુ તે ચાઇનીઝ કંપની ને આપ્યો છે…. કોઇ મિલકત ખરીદનાર નથી…. એકલુ ટીસીએસ આવ્યુ છે…. પણ આ મહીના ની સોળમી તારીખે એ ચાઇના ના પ્રમુખ સીધા ગાંધીનગર આવે છે…કંઇ ક મોટી જાહેરાત થવા ની સંભાવના છે…
અમદાવાદ નુ ભવિષ્ય ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના દિવસે કદાચ ફરશે …..
આશા અમર છે …
નિરાશા નક્કી છે…. ના અત્યારે આશા છે…
શુભ રાત્રી
– શૈશવ વોરા