પૈસા કમાવા છે યાર … આટલા માં મારુ કંઇ ના વળે… પગાર કે પ્રોફિટ વધે છે પણ સામે એટલા ખર્ચા વધે છે…સાલુ શું કરવુ એજ સમજાતુ નથી…..
આ દર વરસે પિપિએફ અને એલ આઇ સી ..ભરી ભરી ને થાકયા અને પાકી ને હાથ મા આવે ત્યારે ધોતી નો રૂમાલ થઇ જાય છે…કેટલા બધા ખર્ચા મોઢા ફાડી ને ઉભા છે….
બંને જણા તુટાઇ મરીએ છીએ પણ બે છેડા માંડ માંડ ભેગા થાય છે…..
આ છોકરા સમજતા જ નથી…થ્રી સિરીઝ ની BMW તો સિકસ સિરીઝ જોઇએ છે… કયાં થી લાવવા સવા કરોડ અને એ પણ ગાડી ના…. એનો બાપ હજી સુધી એકોર્ડ મા ફરે છે….
લોઅર મિડલ કલાસ કે મિડલ કલાસ ની તો વાત જ નથી કરતો….માંડ સ્કુટર માં થી એકટીવા પર આવ્યો…
બધા કકળાટ ચારે બાજુ ના મોટા નો મોટો કકળાટ..નાના નો નાનો કકળાટ ….હજાર વાળા ને લાખ જોઇએ અને લાખ વાળા ને કરોડ … કરોડવાળા ને અબજ… અબજો વાળા ને ખર્વો …. અંત નથી આ બધા નો… કેમ? શા માટે ?
પેહલી વાત માણસ ની અંદર મુકેલી એક આગળ વધવા ની ઇશ્વરે તમન્ના … વાંદરા માં થી મનુષ્ય થયો.. જો સંતોષ માન્યો હોત તો હજી ઝાડ પર રેહતો હોત.. ગુફા અને ત્યાં થી ઘર સુધી ના પોહચ્યો હોત …
જેમ દરેક પ્રાણી માં ઇશ્વરે જિજીવિષા મુકી છે તેમ આગળ વધવા ની એક ભયાનક ઇચ્છા દરેક માં હોય છે… જેનુ નામકરણ બાકી છે.. જિવન જીવવા ની ઇચ્છા ને જિજીવિષા કીધી પણ આગળ વધવા ની ઇચ્છા ને શું કેહવાય ? આ પણ એક પ્રાણી ગત કે પ્રાણી જન્ય વૃત્તિ છે…
જેમ પોતાની જિજીવિષા ને મારી નાખી અને આત્મહત્યા કરાય છે અને બિજા ની જિજીવિષા ને મારી ને હત્યા કરાય છે તેમ પોતાની આગળ આવવા ની વરુતી ને સંતોષ નામ ના હથિયાર થી મારી ને આત્મહત્યા થાય અને બિજા ને આગળ આવતો રોકી ને કે અટકાવી ને તેનુ ખુન કરાય છે….
આખા સમાજ ના પરીપેક્ષ માં જ્યારે જોઇએ ત્યારે પેહલા જરૂરીયાત ઉભી કરી અને પછી એને પુરી કરી…. દુનિયા નો પેહલો ધંધો ઉભી થયેલી જરૂરિયાત ને સંતોષી અને બદલા મા વસ્તુ મેળવા નો થયો…..થોડુ સ્પષ્ટ કરુ તો બાર ટર પદ્ધતિ રેફરન્સ બાઇબલ…. પછી ચલણ આવ્યુ ..
સો રૂપિયા આપી બે કિલો બટાકા ખરીદયા …. ઓકે .. થેલી માં કંઇક લઇ ને ઘેર આવ્યા …પણ હવે સો રૂપિયા આપી ને પિકચર જોયુ… ઘેર શું લાવ્યા …થેલી ખાલી …
જરુરિયાત બે પ્રકાર ની આવી … એક પેટ ભરવા ની અને બિજી મન ભરવાની….
જે વસ્તુ પેટ ભરી આપે એ કોમોડીટી મા જાય એના ધંધા મા પાતળો નફો મળે અને મન ભરી આપે એ વરચુઅલિટિ મા જાય … જેનુ ફિઝિકલ અસ્તિત્વ નથી
ફકત માનસિક ….આનંદ આપે …. પણ નફો એમા જોરદાર …જોકે ના ચાલે તો નુકસાન પણ એવુ ….
હવે નકકી આપણે કરવા નુ કે ખરીદવુ શું ?? મોજમજા કે કિલો ,કે મિટર માં કે લિટર મા મળતી વસ્તુ….
અત્યારે માનસિક આનંદ માટે મોટા ભાગ ના રૂપિયા ખર્ચાય છે…ડેવલપમેન્ટ કે પોતાની જાત ને આગળ લાવવા માટે કયાંય કશુ જ નથી દેખાતુ ….અને છેલ્લે સરવાળે ભાગાકાર થઇ ને ઉભો રહે છે….
જો ખર્ચા ના થોડા ભાગ પાડી અને સેલ્ફ ડેવલપમેન્ટ માટે વપરાય તો એ ફરી પાછુ કમાવી ને આપે અને એ એક મોટુ ઇનવેસ્ટમેન્ટ થાય છે … અને સમયાંતરે ઉગી નિકળે છે…
આજે આટલુ …
શુભ રાત્રી
– શૈશવ વોરા