આજે વાત થોડીક આડી અને આડા સંબંધ ની …જો કે સંબંધ આડો કેહવાય કે નહિ તે તમે નક્કી કરજો… ચારેક મિત્રો ને થોડાક સમય માં મળવા નું થયું બધા ની ઉમર અને સંજોગો રેહવા ના સ્થળ બધું જ જુદું જુદું…પણ સમસ્યા એકજ, અને સમાધાન , ખબર નહિ સમાધાન થશે કે સમય ના વેહણ સમસ્યા ને વકરાવશે કે વિસર્જિત કરશે …..
મિત્ર નંબર એક … ઉમર લગભગ પિસ્તાલીસ …સમસ્યા એજ પ્રેમ … પચ્ચીસ વર્ષ પેહલા હાથ માં હાથ નાખી ને સળગ સાત વર્ષ ફર્યા …મોજ મજા એવું બધું કર્યું , અમે બીજા બધા મિત્રો સાક્ષી ભાવે જોયું અને લગન ની કંકોત્રી ક્યારે આવે એની રાહ જોઈએ ..કંકોત્રી આવી પણ , બે કંકોત્રી આવી એક ની બદલે , બંને ઝગડ્યા અને છુટા થયા … અને જુદે જુદે ઠેકાણે પરણી ગયા ….વાર્તા નો અંત આવ્યો ..ભાઈ ભાભી જોડે ગયા અમેરિકા અને બેન ગયા એમના ભરથાર જોડે ઓસ્ટ્રેલીયા ….અમે બધા પણ વીસ વર્ષ માં ભૂલી ગયા … એ બંને ને ..
કહાની માં ટ્વીસ્ટ છેલ્લા બે વર્ષ થી અમેરિકા ઓસ્ટ્રેલીયા વચ્ચે રોજ ફોન થાય છે અને, ગયા શિયાળે ઇન્ડિયા માં મળ્યા …..રીયુનિયન ના નામે …..અને સુષુપ્ત જ્વાળામુખી ભડક્યો ….ભાઈ એ ભાભી ને છૂટાછેડા આપવાની ના પાડી અને બેને એમના ભરથાર ને છુટા કર્યા …ભાઈ ને સમજાવ્ય કે શું કામ ફોન કરી ને વાતો કરે છે અને સાંભળે છે મુક ને છાલ આ ઉમરે વળી શું હોય તારો સુખી સંસાર છે , જે ગામ જવું નહિ એનું નામ જ મુક ને યાર ….એક મ્યાન માં બે તલવાર રાખવા જઈશ તો કોક દિવસ નો તુ જ દુખી થઈશ અને અમે કોઈ તને નહિ બચાવી શકીએ …પણ એટલું બધું પોતાની બૈરી નું વાટ્યું … જાણે બે દસકા માં તો એ બરબાદ થઇ ગયો ,હકીકત તો એ છે કે એને બરબાદ માંથી આબાદ બે દસકા માં એ સ્ત્રી એ કર્યો , અને અત્યારે સાસુ સસરા અને બે બાળકો અને નોકરી આ બધું સંભાળી અને એની ઘરવાળી બેઠી છે પણ તો પણ ભાઈ કહે છે મારે મારી પર્સનલ સ્પેસ જોઈએ છે …લો કર લો બાત …પર્સનલ સ્પેસ ..અને બકા શૈશવ એક કેહવત શીખી લે એક્સ્ટ્રા મેરિટલ અફેર કેન મેઇક યોર મેરીડ લાઈફ હેલ્ધીયર…..
બીજો મિત્ર ઉમર વર્ષ ચોત્રીસ વર્ષ ….પ્રેમ કર્યો …. તુટ્યો … યાર દિલદાર તુઝે પૈસા ચાહિયે …. પ્યાર ચાહિયે કી પૈસા ચાહિયે ..?? પેલી મહામાયા એ પૈસા પસંદ કર્યા ….કડકો ભરાયો …લટક્યો … પાંચ વર્ષ ની રીલેશન શીપ પછી મહામાયા બીજા જોડે પરણી ગઈ …. કડકો મેહનત આકરી કરી બે પાંદડે થયો ,,,પરણ્યો …સારું ભણેલું ગણેલી વહુ ઘરમાં આવી એને પણ નોકરી કરી બે જણા ની ભેગી આવક મહીને લાખ રૂપિયા ક્રોસ કરી ગઈ …. એક બાળક થયું ….મહામાયા પાછી આવી એના ધણી ની જાણ , બહાર ફોન ચાલુ થયા અને મળવા નું ચાલુ થયું …. અલ્યા છોડ ને ભાઈ શું આ બધા ધંધા ….ના હો વસુલ કરીશ …અરે ભાઈ એમાં આપણુ મહામેહનતે બનાવેલું ઘર સળગે … કઈ ના થાય શૈશવ ભાઈ તમને ખબર નથી ,આ દુનિયા માં ચોરી કરવી ગુન્હો નથી પકડાવું ગુન્હો છે અને હું ક્યારેય નહિ પકડાઉં …. અરે ભઇલા પણ ઝેર ના પારખા શું કામ કરે છે …. ના યાર હું નહિ છોડું એને ….. મને એનું એડીકશન છે … અને એના કરતા વધારે એને મારું છે …હેં રામ… એડીકશન .. અને શૈશવ ભાઈ એક કેહવત છે એક્સ્ટ્રા મેરિટલ અફેર કેન મેઇક યોર મેરીડ લાઈફ હેલ્ધીયર…. એટલે ઘરવાળી ની તો બિલકુલ ચિંતા ના કરતા ત્યાં તો બધું પરફેક્ટ છે …..
મિત્ર નંબર ત્રણ ઉમર વર્ષ ત્રીસ ….પાંચ વર્ષ થયા લગન ને …બધું જ એર્રેન્જ …એકદમ સીધી લીટી નો માણસ ….એકદમ અચાનક સાથે કામ કરતી કલીગ જોડે સેટિંગ થયું … ઘેર ચાર વર્ષ ની દીકરી, પૈસે ટકે બધું જ બરાબર …… અલ્યા ભાઈ તે આ શુ માંડ્યું છે ..? ખબર નથી મોટા ભાઈ પણ ખેંચાતો જ જાઉં છું .. એટલે પેલી ઘેર છે એનું શું ..? એ તો જે છે ત્યાં જ રેહશે મારે બધી ચોખવટ થઇ છેએ છોકરી સાથે , એ પણ બીજે પરણશે પણ અમારી વચ્ચે આ તો બધું ચાલુ જ રેહશે …હેં …આવી તે કેવી છોકરી …? હેં કુંવારી થઇ ને પરણેલા જોડે રખડે અને તુ નફફટ એક છોકરા નો બાપ અને પાછો લફરા કરતો ફરે ..? લફરા કરવા ની ઉમરે તો ભગવાન ની ગાય જેવો હતો ……હા મોટાભાઈ વસ્તુ સાચી પણ ,હવે અત્યારે હું મારી જાત ને રોકી નથી શકતો …મને ખબર નહિ એના વિના બધું સુનું સુનું લાગે છે…. અને પેલી ઘેર બેઠી છે એનું શું ..? સાચું કહું તમને તો આ લફરું કર્યા પછી મારે છે ને મારી વાઈફ જોડે બહુ જ સારું બને છે … અને અમારો પ્રેમ પણ વધ્યો છે … લો કર લો બાત … લફરું બીજી જોડે કરો અને પ્રેમ પાતાની જોડે વધે એમ ..? પાછો મને કહે એક કેહવત ખબર છે તમને …મેં કીધું બોલી કાઢો ભાઈ હવે એ પણ …. એક્સ્ટ્રા મેરિટલ અફેર કેન મેઇક યોર મેરીડ લાઈફ હેલ્ધીયર …..ટ્રાય કરી જોજો ….
ટૂંક માં ત્રણે જણા મને શીખવાડે કે લફરું કરો તો તમારી વાઈફ સાથે ની મેરીડ લાઈફ વધુ તંદુરસ્ત થશે …..
ચોથો કોલેજ ના છેલ્લા વર્ષ માં છે ,અને એક ગર્લફ્રેન્ડ જોડે સ્ટડી છે … શૈશવ અંકલ પરણવું છે તો આની સાથે જ ..અલ્યા તુ રહ્યો ગુજરાતી અને આ છે કર્નાટક ની ક્યાં મેળ પડશે ..? કઈ નહિ મેળ ના પડે તો પણ આને તો જીંદગી આખી નહિ છોડું ……તુ કોઈ ગુજરાતી છોકરી જોડે પરણીશ ,તો પછી આ પણ બીજે પરણશે ને … તે ભલે ને પરણે … પ્રેમ તો અમારો ચાલુ જ રેહશે ….કમીટમેન્ટ છે એ તો …..અમે તો ને આમ જ મળતા રહીશું ….એટલે એને મેં સામે થી કીધું હા બેટા …એક્સ્ટ્રા મેરિટલ અફેર કેન મેઇક યોર મેરીડ લાઈફ હેલ્ધીયર…. એ મને કઈક શીખવાડે એ પેહલા ….
ચાલો સૌ ની જીંદગી છે જેને જેમ જીવવું હોય તેમ જીવે …
જય શ્રી કૃષ્ણ
શુભ રાત્રી
– શૈશવ વોરા