આ ફોટાવાળા બેને જબરું ગતકડું કર્યું છે …ઇડોનેશીયા ના જાકાર્તા ના છે , જે એમનું મકાન લે એની સાથે એ પરણવા પણ તૈયાર છે… ઘર જોડે બાયડી ફ્રી …!!!
આપણા માં એક કેહવત છે ..ઘર માં થી વર ના થાય ,પણ વર માંથી ઘર થાય..!!
મતલબ એવો કે ગમે તેવા મોટા ઘર નો ગગો હોય તો એને ના પરણાય પણ જો પાણીદાર લાયક છોકરો હોય તો એને પરણાય, ઘર ગમે તેવું હોય ,પાણીદાર વર હોય તો નવું ઘર સારું મોટું પેદા કરી લેશે…
આજે આ બેન ઈન્ટરનેટ પર ગજબ વાઈરલ થયા છે … જાકાર્તા ઇન્ડોનેશિયા ના છે , અને એમનું નાનકડું બે બેડરૂમ નું ઘર છે , મારી ગમતી વાત એ છે કે આ માનુની ના આ નાનકડા ઘર માં એક સરસ મજા નું ફીશપોન્ડ છે…. મારા અને એમના માં એક શોખ તો મળતો આવે છે ….દાણો ચાંપવા જેવો ખરો નહિ ….!!! જોકે થોડું દુર પડે જાકાર્તા .. પાછી બીજી કોઈ ડીટેઇલ શેર નથી કરી એમણે .. એટલે એકદમ આંધળુકિયા ના થાય ભાઈ , આ જાકાર્તા વાળા કમાઈ ને રાંધી ખવડાવશે કે કમાવા નું આપડે અને રાંધી ને એ જાકાર્તા વાળા ખવડાવે , કે પછી કમાવા નું પણ આપડે અને રાંધવા નું પણ આપડે … એ જાકાર્તા વાળી પાર્ટી મોજ કરે…!!!!
કઈ થોડી વધારે ડીટેઇલ નાખે તો પછી એકાદું પાનું ઉતરાય…. બહુ લલચાવનારી જાહેરાત છે..
આમ તો એવું કેહવાય કે એ બાજુ ના બૈરા સર્વિસ સારી આપે … સેવા સારી કરે … પણ ભાઈ આતો બધું નીવડ્યે વખણાય ક્યાંક એવું પણ બને કે અઠવાડિયા માં જ બીજી જાહેરાત આવે કે મારે ઘર સાથે વર ને પણ વેચવાનો છે તો ….?? અને પાછું લેનાર કોઈ ભાઈ નીકળ્યા તો તો તો …??? નહિ … આડિયા કેન્સલ આપણે જ્યાં છીએ ત્યાં બરાબર છીએ … હે ચાંડાલ મેલ કરવત તું તારે, આપણે મોચી ના મોચી ….. તો પછી આપણે જે છે એ બરાબર છે …..
ભૂતકાળ માં આવું સ્વર્ગ ના રાજા ઇન્દ્ર રાજા ના વાઈફ માટે કેહવાતું ઇન્દ્રરાજા ની પત્ની ઇન્દ્રાણી એ ઇન્દ્ર ના સિંહાસન ને પરણેલા છે , અને જે વ્યક્તિ ઇન્દ્રાસન પર બેસે એ ઇન્દ્ર કેહવાય અને ઇન્દ્રાણી એમના પત્ની …બોલો કેવી સીસ્ટમ હતી …???
આપણે અત્યારની સીસ્ટમ માં કોઈ મોટી કોર્પોરેટ કંપની માં ક્યાંક એકાદો ઠરકી બોસ હોય અને એ રીટાયર થાય અને એમની જગ્યા એ નવા આવેલા બોસ ને સેક્રેટરી મળી જાય.. પ્રમોશન ની સાથે એવું બને હો ….બોનસ મળે ..
લોકો પોતે વાઈરલ થવા માટે કેવા કેવા ખેલ કરે છે … એ સાઈટ લીંક ઉપર ક્લિક કરો નકરો કચરો છે….કોઈ જ ભલીવાર વિના ની સાઈટ છે પણ દોડી ગઈ આ બાઈ ને લીધે …
હશે ત્યારે શૈલે શૈલે ન માણિકયમ ….
શુભ રાત્રી
શૈશવ વોરા