ઇસ્લામાબાદ … ઇસ્લામ ને બરબાદ કરશે
આજે એક બર્બર હુમલો કર્યો તાલેબાને , અલ્લાહ આ શું કર્યું … એકસો ત્રીસ માસુમ બાળકો નો ભોગ લીધો , અને એ પણ દેવ ને દુર્લભ હોય એવા સુંદર મજાના , નાના ,નાના બચ્ચા ને સ્કુલ માં ઘુસી ને મારી નાખ્યા , કોઈ પણ વાંક ગુના વિના ,બર્બરતા ની હદ વટાવી ,ભૂતકાળ ના તમામ હુમલા ને પાછા પાડે એવો હુમલો .એક ટીચર ને જીવતી જલાવી ,આ એજ પુરુષપુર ઉર્ફે પેશાવર ની ધરતી છે જ્યાં સદીઓ પેહલા તક્ષશિલા જેવા વિદ્યાલયો હતા અને આવાજ કોઈ તત્વો એ એનો વિધ્વંસ કર્યો …આવા તત્વો સદીઓ થી આવા માસુમો ના લોહી રેડતા રહ્યા છે હિમાલય ની આ પશ્ચિમ ની પહાડીઓ પર….એક આખા ભાગ નું નામ હિંદુકુશ ની પહાડીઓ કેહવાય છે જ્યાં અસંખ્ય હિંદુ ની કત્લે આમ થઇ હતી માટે હિદુકુશ નામ પડ્યું છે ……
તાલેબાન કે આઈએસઆઈએસ , કે પછી પાકિસ્તાન ની આઈએસઆઈ , આ બધા એક જ વાડી ના મૂળા , બગદાદી કે ઓસામા ,કે પછી હાફીસ સઈદ ..આ બધા નરરાક્ષસો લોહી ની હોળી રમે ….હજી આના થી વધુ ભયાનક શું કરી શકે ,,,? આપણે જેની કલ્પના ના કરી શકીએ એને હકીકત માં આ લોકો અંજામ આપે છે, આ બર્બરકો…. ટીવી પર ફોટા અને ન્યુઝ જોતા આજે દુનિયા નો કોઈપણ માણસ જમી નહિ શકે ,ભયંકર ત્રાસ છૂટે છે ફોટા જોતા ,કમકમાટી ઉપજે છે અસહ્ય અને અસહાય ફિલ થાય છે આપણને …
પણ થોડું પાછળ ઈતિહાસ માં જઈ ને જોઈએ તો આનાથી કૈક મોટી બર્બરતા મુસ્લિમ શાસકો એ હિન્દુસ્તાન ની સ્થાનિક પ્રજા ઉપર આચરી છે , અસંખ્ય નિર્દોષ ના સરકલમ થયા છે અને બળાત્કારો થયા છે , રજપૂતાણીઓ ગાંડી નોહતી કે સળગતી ચિતા માં કુદી પડતી …….ભારત ના રાજનીતિજ્ઞ્યો ગાંડા નોહતા કે અહિંસા પરમો ધર્મ બોલતા અને એની ઉપર આજે પણ ચાલે છે …..
પોતાની આસ્તીન માં આતંકવાદ નામનો સાપ પાળ્યો પાકિસ્તાને અને મોટો કર્યો ,એણે હવે મોટા એનાકોન્ડા નું રૂપ ધાર્યું છે ,અને હવે એના ફળ ભોગવે છે , શું પામ્યા ઇસ્લામિક સ્ટેટ જાહેર કરી ને પોતાની જાતને , કાઇદે આઝમ અત્યારે શું સુકુન ચેન થી સુતા હશે ..? નફરત ની રાજનીતિ કરી હિન્દુસ્તાન ની સામે ….અને હિન્દુસ્તાન ના નામે અમેરિકા ને બ્લેક મેઈલ કરી અને કરોડો ડોલર ખંખેર્યા ….છે એમનો એકે ડોલર તમારા દેશ માં ..?
આજે જ બરાબર સોળમી ડિસેમ્બરે ,તેત્રીસ વર્ષ પેહલા તમે પૂર્વ પાકિસ્તાન ગુમાવ્યું , બાંગલાદેશ બન્યો , આવીજ બર્બરતા તમે બંગાળીઓ ઉપર દાખવી અને બંગલાદેશ જન્મ્યો , તમારા દેશ ના ટુકડા થયા , હવે મગર ના આંસુ પાડો કે સાચા બોર બોર આંસુડા પાડો શું ફરક પડશે ..?૧૩૦ લાશો ફરી બેઠી નહિ થાય …..
યાદ કરો જનરલ ઝીયા ઉલ હક્ક અને પરવેઝ મુશરફ ના ભાષણો ,પાકિસ્તાન ઇસ્લામ કા કિલ્લા હૈ .. શું આ ઇસ્લામ છે ..? ૧૩૦ બાળકો ને મારનાર હિંદુ,કે યહૂદી ,કે ક્રીશચન તો નોહતા …ઇસ્લામ ના કેટલા ફાંટા પડ્યા .. શિયા, સુન્ની, અને બીજા અનેક લગભગ દરેક ફાંટો ક્યાંક ને ક્યાંક પોતાની જાત ને સુપીરીયર પ્રૂવ કરવા માટે આતંકવાદ નો સહારો લે છે ,પાકિસ્તાન થી શરુ કરી અને આખું મધ્યપૂર્વ બધા જ ઇસ્લામિક દેશો આંતરવિગ્રહ થી સળગે છે , એવરેજ દરેક મધ્યપૂર્વ ના દેશ માં બે પાંચ વર્ષે બળવા થાય છે અને વધુ ને વધુ કટ્ટર પંથી લોકો સત્તા પર હાવી થાય છે ….
માનવ જાત નો ઈતિહાસ સાક્ષી છે કે દરેક ધર્મ ના અને સંસ્કૃતિ ના પતન નું કારણ લગભગ પોતાના ધર્મ વાળા જ હોય છે … અને પછી જ શાંતિ સ્થપાય છે , બહાર ના લોકો ખાલી સાથ અને હોસલા આપે છે , રાવણ મુસલમાન નોહતો અને રામ ક્રિશ્ચિયન નોહતા ….
ઇસ્લામ ને ખતમ ઇસ્લામ જ કરી રહ્યો છે , આજ ના પેશાવર ના હુમલા ને દુનિયા નો કોઈ પણ મુસલમાન ,તાલેબનો એ જે કર્યું એ બરાબર છે સારું કર્યું એવું નહિ કહી શકે ..આંતરવિગ્રહ ની આગ આગળ આવતી જાય છે , ઇસ્લામાબાદ ક્યાં સુધી બચશે એ મોટો સવાલ છે , હજી પણ પાકિસ્તાન બે ધારી તલવારે લડવા જશે તો આનાથી કઈ વધુ મોટી ઘટના ને અંજામ આપશે કદાચ આ તાલેબનો અને વધુ દુઃખ પાકિસ્તાન ની પ્રજા જોશે અને ભોગવશે …..
તમામ પ્રકાર ના આતંકવાદ નો એક સાથે જ નાશ કરવો પડે, હાફીઝ ને છૂટો રાખી અને હિન્દુસ્તાન ની સામે લડતો રાખી બીજા ને પકડવા જાવ તો કઈ ના વળે ,અંતે તો બધા આતંકવાદીઓ એક જ છે , રોજ તમારે ત્યાં બોમ્બ ધડાકા થયા જ કરશે અને વાર તેહવારે એ બધા અમારું લોહી પણ પીશે અને રેડશે…..
મહાભારત નો એક સનાતન નિયમ છે પાપી સૌ થી છેલ્લો મરે છે…એટલે આ બધા આતંકના સરદારો તો સૌથી છેલ્લે જ મરે અને તમે એક બે ને સાચવો તો પછી એ આતંક નો સરદાર તમને મારી ને મરે , ઇમરાનખાને હુમલા ને વખોડ્યો પણ તાલેબાન નું નામ લેતા નથી ક્યાં સુધી આવું ચલાવશો ….?
હિન્દુસ્તાન નો મુસલમાન કદાચ અત્યારે પોતાની જાત ને મુઠી ઊંચેરો સાબિત કરી રહ્યો છે ઇસ્લામિક જગત માં , અત્યારે જે માનવજાત ની સામે ભારત અને ભારત સરકાર જે માનવતા નું ઉદાહરણ મૂકી રહી છે તેને કદાચ ઈતિહાસ ચોક્કસ નોધાશે ,ભલે બહુમતી ના ભોગે પણ લઘુમતી સારી સચવાઈ રહી છે ,લગભગ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઈરાન ને ભેગા કરો એટલા મુસલમાન હિન્દુસ્તાન માં છે પણ આ બધા દેશો કરતા આપણા દેશ માં ઉદ્દામવાદ ને સપોર્ટ કરતા ખુબ જ ઓછા મુસલમાનો ની ટકાવારી હિન્દુસ્તાન માં છે , એવું ગમે તેટલા કટ્ટર હિન્દુવાદી એ સ્વીકારવું જ પડશે ….ઉપરથી સેક્યુલારિઝમ ના નામે નાલાયક હિંદુ ઓ કટ્ટરતાવાદ ને સંરક્ષણ આપે છે એવું ઘણી વખત વર્તાય છે ….
છેલ્લે ઓસ્ટ્રેલીયા ના ડ્રામા નો અંત આવ્યો ….૨ સિવિલિયન અને એક આતંકવાદી સહીત ત્રણ જણા નું મૃત્યુ થયું , હારુન આતંકવાદી ૧૯૯૬ માં ઓસ્ટ્રેલીયા માં ઈરાન થી શરણાગતિ માંગતો ઓસ્ટ્રેલીયા માં આવ્યો હતો , અને પછી એ હારુનભાઈ પર પોતાની એક્ષ વાઈફ ના મર્ડર નો કેસ ચાલુ હતો , અને સાત બળાત્કારો નો પણ કેસ ચાલુ હતો …..
સવાલ એ છે કે આ હારુન મોઈન આતંકવાદી હતો કે પછી ક્રિમીનલ ? જે હોય તે પણ ફરી એક વાર ઘણા બધા નિર્દોષ મુસ્લિમ યુવકો ને વગર કારણે શક ના દાયરા માં નાખતો ગયો , કસ્ટમ અને ઈમિગ્રેશન ની લાઈન માં ઉભેલો નિર્દોષ મુસ્લિમ યુવક ની વધારે તપાસ થશે ….
ઇસ્લામ ફરી એક વખત બદનામ થયો છે , એક સારા ધર્મ ની ઉપર ધર્મ ના નામ પર કલંક લાગે છે ,આપણે તો કહીએ છીએ કે કલંક તો રાજા વિક્રમાદિત્ય ના કુળ માં હોય છે …
ઈશ્વર ,અલ્લાહ , જીસસ ટતુ જે હોય તે પણ આવા દિવસો કોઈ ને ના દેખાડતો અને મારા દેશ ને ભૂલ થી પણ નહિ …..
પાકિસ્તાન અને એના હુકમરાનો માટે તો એક ગીત યાદ આવે છે … જો બોયેગા વહી પાયેગા ..તેરા કિયા આગે આયેગા …..
બસ ઈશ્વર સહુ ૧૩૦ બાળકો ના આત્મા ને સદગતિ બક્ષે અને એમના ઘરવાળાઓ ને સુકુન અને હિમત આપે , કોઈ એક એવો જલ્દીથી પેદા થાય એ જ ધરતી માંથી જે આ બધા નો નાશ કરે એવી અંતર ની ઈચ્છા સાથે ….
શુભ રાત્રી
શૈશવ વોરા