ઈચ્છા મૃત્યુ … મર્સી કિલિંગ … જીવન શક્ય જ નથી ડોકટરો એ ના પાડી દીધી છે હવે ઘેર લાવી દો …. કઈ રહ્યું નથી .. જીવ છુટે તો સારું …પાંજરા પોળ ના જીવ છોડાવો તો વેહલા છુટશે … જીવ અધર માં અટકી ગયો છે … આવા બધા ડાયલોગ આપણ ને ઘણી વાર સંભાળતા હોય છે …. અને તે પણ આપણી નજીક માં થી જ … ચર્ચા ચાલી છે … જ્યાં જીવન નથી જ …તો તેને શાંતિ થી મરવા દો …. અથવા એક ઇન્જેક્શન આપી ને કે લાઇફ સપોર્ટ સીસ્ટમ ને હટાવી લ્યો ..શરીર એની મેળે પતી જશે .. સંસદ અને સુપ્રીમ કોર્ટ વર્ષો થી એકબીજા પર નિર્ણય છોડે છે .. શરીર ના પાંચ તંત્રો માંથી કોઈ પણ એક ખોટકાય એટલે એને બહાર થી સપોર્ટ આપવો પડે .. ટેકા સાથે જિંદગી બાકી ની જાય પણ ખાટલા માં પડેલા કોમા વાળા નું શું ?? સપોર્ટ થી વર્ષો ના વર્ષો જીવે .. ના આંખ ખુલે ના વાત થાય … કોઈ સ્પંદન નહિ …. પિતામહ ભીષ્મ ની બાણ શૈયા ની પીડા એમણે પોતે ભોગવી … આવા કોમા વાળા કેસ માં તો પીડા નજીક ના સગા ભોગવે …
જોકે સમાજ ના વડીલો વગર કાયદા કાનૂન માં પડે સમજણ પૂર્વક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઇ લે છે ….પણ ક્યારેક સભ્ય સમાજ પણ આવા નિર્ણય લેવા માં ખત્તા ખાય છે … અને આપણા જેવા એ મુક પ્રેક્ષક બનવું પડે છે …એક કિસ્સો લખું તો સ્વજન ને હોસ્પિટલ સુધી પોહ્ચાડવા માં એટલી બધી વાર કરી … દિવસો કાઢ્યા કે ડોકટર માટે પેશન્ટ બચાવવું અશક્ય થઇ ગયું …કોઈ વખત પેશન્ટ પોતે કોઈ ને રોગ ની જાણકારી ના આપે અને છેલ્લી મીનેટે ખબર પડે કે આમનો સમય પર નો ઈલાજ જીવન બચાવી લેત ..અંતે આવા સામાજિક કિલિંગ જે ક્યારે ય બહાર નથી આવતા ..છેલ્લે ઈશ્વર ને ગમ્યું તે ખરું .. ગીતાજી નો સહારો ..કે કોઈ આવી કેહવત .. હા ભાઈ હા
જનમ મરણ ને પરણ..
ત્રણે પ્રભુ ને શરણ ..
સુપ્રભાત
– શૈશવ વોરા