
ભારત માં એક વધુ નોબેલ પ્રાઇઝ આવ્યુ..!!!
પણ ભાગ માં…. એક પાકિસ્તાની છોકરી ની સાથે…. મલાલા…સાથે મંજુર…મંજુર એકદમ મંજુર ચાલે ….ચોકકસ ચાલે..
કૈલાસ સત્યરથી…નામ પણ કોઇ દિવસ નથી સાંભળ્યું ….મલાલા અને તેનો સંઘર્ષ જગ જાહેર છે…આ વખત ના નોબેલ પ્રાઇઝ એકદમ નિર્વિવાદ છે…
સમાચાર છે સરહદ શાંત થઇ છે…. સારી વાત છે..સરહદી ગામના લોકો મોદી સરકાર ઝિંદાબાદ ના નારા લગાવે છે…ગણિત સીધુ પડતુ લાગે છે..
કાશ્મીર ની ૨૦૧૬ ની સરકાર ભાજપ ની હશે… કયારેક એના વિષે વાત…. કેલેન્ડર બદલાયુ છે….તારીખ ને બદલે હવે તિથી પ્રમાણે ચાલવુ પડે છે….આજે ચોથ થઇ..આવતા શુક્રવારે ૧૭મી તારીખે ચંદ્ર પુનરવસુ નક્ષત્ર માંથી પુષય નક્ષત્ર માં આવશે…. ચોપડા લાવવાનુ મુહરત…ત્યાર પછી દિવાળી ચાલુ….ઘેર ખિચડી છેક પાંચમ સુધી ના બને…આવતા રવિવાર ની અગિયારસ…દિવા કરવા ના ચાલુ….કાલે ફટકડા લાવવા પડશે…. પછી ભીડ વધશે….છાપા ના પાના ની સંખ્યા જાહેરાતો થી વધી ગઇ છે…બોનસ આવતે અઠવાડીયે અપાશે…અત્યારે બજારો ખાલી છે…. ઓનલાઇન શોપિંગ ની બોલબાલા વધી છે… મોલ માં ફુટફોલ છે…પણ કોઇ ના હાથ માં થેલી નથી દેખાતી….લારી ગલ્લા ખાલી છે..વેપારીઓ ના દખ ના પાર નથી… આજે આટલુ જ…
શુભ રાત્રી
– શૈશવ વોરા