આજે સવારે સાડા આઠ વાગે જીમ માં ટ્રેડમિલ પર હતો ત્યારે ત્યાં થી નીચે જોતા રોડ પર એક આખું ભિખારી નું મોટું ટોળું નીકળ્યું … થોડી જીમ ની સિચ્યુએશન કહું એકદમ ચાર રસ્તા ના પર કોર્નર નું બિલ્ડીંગ છે …અને આખી ગ્લાસ ની દીવાલ છે ,ને બીજે માળે છે. . એટલે ચાર રસ્તા નો વ્યુ સારો મળે છે ….. આ બધા ભીખારીઓ એ એકદમ શિસ્તબદ્ધ રીતે પોતાની પોઝીશન લીધી બે મંદિર ની બહાર બે પાન ના ગલ્લે બે દેરાસર પર અને ત્રણ ચાર આગળ ના ચાર રસ્તા પર ગોઠવાઈ ગયા … અને ફટાફટ કામ ચાલુ…. આવી ને સીધા ધંધે ….એક ભિખારી ફક્ત એક જ માણસ ની પાછળ દોડે ..બીજો બીજા ની પાછળ બીજો ભીખરી લાગે …..અને એકવાર કોઈ ભીખ આપવા ની ના પડે એટલે તરત જ પડતો મુકે … અને નવો માણસ પકડે. ..એકદમ પ્રોફેશનલ …બિલકુલ ખોટો ટાઇમ નહિ બગાડવાનો …. આજ વસ્તુ લગભગ દરેક ટ્રાફિક સિગ્નલ પર પણ થાય છે….
જેવુ સિગ્નલ બંધ થાય કે તરત ભિખારી ની ટોળી આવે … અને ખુલે એટલે તરત હટી જાય છે … શુ આ લોકો ને ચોકકસ ટ્રેનીગ આપવા મા આવી હશે ?? લગભગ તમામ જગ્યા પર એક સરખુ વર્તન કેવી રીતે શકય બને ?? એક સરખો પેહરવેશ .. એક સરખી સ્ટાઇલ … આમ તો કોઈ સર્વે થાય અને આંકડો મળે કે કેટલા કરોડ ની આ રોડ અને ધર્મ સ્થાનો વગેરે પર ની આ ભિખારી ની ઇન્ડસ્ટરી …. આંખો ફાટી જાય તેવી ફિગર મળે . . અને કોઈ મોટી મલ્ટી નેશનલ ને ચોક્કસ ઇન્વેસ્ટ કરવા ની ઈચ્છા થાય એવી ફિગર આવે … સાહેબ નું ધ્યાન દોરવા જેવું ખરું … જે રીતે મોંઘવારી વધે છે આ ઇન્ડસ્ટરી ના ગ્રોથ ના ચાન્સ બહુ સારા. .. પેહલા કોઈ પીએસયુ બનાવો મહા ભિખારી હિન્દુસ્તાન લીમીટેડ ..
પ્રોફિટ થાય એટલે
એમબી એચ એલ ને
ડીસઇન્વેસ્ટમેન્ટ માં નાખી દેવાની પછી કોઈ લોકલ કંપની લે અને પછી ફોરેન કંપની ને પધરાવે ……
જે હોય તે પણ આ દેશ મા નાના કે મોટા બધા ભિખારી ચાલી જાય છે …અને ચાલશે … બધા ની ભીખ માગવા ની જગ્યા અને સ્ટાઇલ જુદી જુદી હોય છે .. ચાલવા દો આ ધધા ને પણ ..
ભિખારી સારી દુનિયા ….
દાતા એક રામ ……
સુપ્રભાત
– શૈશવ વોરા