આજ ની સવાર પડી પરોઢ ના પાંચ વાગે….ગાંધીધામ જવાનુ હતુ….
સરસ શારદીય પવને ઘર ની બહાર નીકળ્યો ને ગાલ પર થપાટ મારી…શિયાળા ની એંધાંણી આપી…
ભોંભાખળુ ટાણુ હતુ..સાણંદ થી આગળ નિકળ્યો…પાછળથી સુર્ય નારાયણે આશીર્વાદ દીધા… વિરમગામ આવ્યુ… બાપદાદા નુ ગામ … મન યાદો થી ઉભરાઈ ગયુ…દાદાજી વિરમગામ માં લગભગ ૧૯૧૫ ની સાલ ની આજુબાજુ માં આવી ને વસ્યા…અને વેપલો ખેડયો…
થોડો આગળ વધ્યો ધ્રાંગધ્રા આવ્યુ…પણ બીજા બસ્સો વરસ પાછળ જતો રહ્યો…એ ચાર પાંચ સદી જુનુ રાજા રજવાડા ના જમાના નુ ધ્રાંગધ્રા માં અમારા વોરા કુટુંબ ના કુળદેવી માં ચાંમુડા નુ મંદિર અને અઢીસો વરસ જુનુ અમારુ પુરવજો નુ મેડીબંધ મકાન અને અંદર બેઠા અમારા સૂરધન…. આશીર્વાદ વરસાવે….
આગળ નાના નાના ટીંબા દેખાણા..ટીંબા માંથી ડુંગરા થયા… વાગડ પંથક ને વીંધતો…ડાબે જમણે મીઠા ના અગરો…ને પવન ચકકી એ મોઢા મારી તરફ ને ફેરવી આવકારા દીધા..સામખિયારી વટી ને કચ્છમાં….સામે થી વણઝારાઓ ની મોટી એક વણઝાર આવી…. ઉંટ પર લાદેલા ખાટલા અને સામાન વીસ ત્રીસ ઉંટો ,ખચચરો,અને વીસ પચીસ સ્ત્રી પુરુષો… સંપૂર્ણ ભાતીગળ પરંપરાગત પોષાકમાં….
અને ગાડી માં મેઘાણી કૃપા વરસી….ઉસ્માન મીર ના કંઠે.. મન મોર બની થનગાટ કરે….ભચાંઊં વળોટી ગાંધધાંમ…. કામ પતાવી આગળ ..
ભુજ નો ડુંગરો અને કિલ્લો દેખાણો….દામજીભાઇ આહીર અને પ્રેમલભાઇ ની અદવીતીય પ્રેમાળ મેમાનગતી માણી…. માતા ના મઢ બાજુ નમન કરી વળતી યાત્રા ચાલુ કરી….
આથમણે થી ઉગમણા ની દિશા પકડી…..અંધારા અને અજવાળા વચ્ચે અટવાતી ક્ષિતિજ અંધારા માં ઓગળી ગઇ.. અને સોમનાથ દાદા યાદ આવ્યા… રસ્તામાં સિંદુરી થાપા વાળા પાળીયા દેખાણા…અને કોનો લાલ હશે… સમરાંગણ માં..
થોડો ઓર પાછળ જતો રહ્યો…. ઘોઘારાણા..સજજન ચૌહાણ….,ગોહિલ,જાડેજા,સોલંકી,રાજપુતો… સોમનાથ મંદિર ને બચાવાનુ પ્રણ…
એક લોક વાયકા …..ગામે ગામ ફરી આહલેક જગાવતુ ઘોઘારાણા નુ પ્રેત… ગરજન ના મલેચછ (મહંમદ ગઝની) ને રોકો…સોળ સોળ વખત મારી હટાવયો…..
સતત ભય અને યુધ્ધ ની વચ્ચે કેવી રીતે જીવતા હશે મારા પુરવજો….આ પંથક માં ..કેટલી મારી માતાઓ ની આંખો લોહી ની ધારે…ભીંજાણી હશે..?? ને કેટલા બાપ દાદાઓ ના હોઠો ના ધાવણ ચિતા ની આગ માં સુકાણા હશે…..કમકમાટી આવી જાય છે…..
મેં તો આવી અજંપા ની રાત એક જ કાઢી છે…સાલ ૧૯૮૫ ગુજરાત સમાચાર પ્રેસ ધાંય ધાંય ભડકે બળે…પોલીસ હડતાલ પર ….ચારે બાજુ ધમાલ…ભંડેરી પોળ..રંગીલા ગેટ શાહપુર…મિરઝાપુર..હલીમ ની ખડકી..કરફ્યુ….સ્ટેબીંગ..
સળગતા કાકડા….પતથર બાજી…
એ જમાના માં શું થતુ હશે….??પોલીસ કે મિલિટરી એક જ … ., ,તીર, તલવાર ને ભાલા,.. હથિયાર … હારો એટલે મોત અને તમારી સ્ત્રી બાળકો ગુલામ….
હળવદ આવ્યુ… વિચારો ને બ્રેક આવી….રસ્તા પર ઓછો ટ્રાફીક… ખટારા છુટયા છે….સરસ મજા નો ફોર લેન હાઇવે….નેટ કનેકટીવીટી આવે છે ને જાય છે….
શુભ રાત્રી
– શૈશવ વોરા