
મનસુખે તો હદ કરી નહિ … પણ કસ્ટમાઈઝેશન નું ભૂત એટલું બધું ચાલ્યું છે ચારે બાજુ .. આજે દરેક વસ્તુ દરેક જણ ને કસ્ટમાઈઝ થયેલી જોઈએ છે …કારણ શું તો કહે હું બીજા થી જુદો છું બસ એટલું જ બતાડવા નું .. અથવા તો અમે સામાન્ય નથી … અરે બાપા પણ કેમ ..?? શું તકલીફ છે તને બીજાના જેવા દેખાવાથી ..?? અથવા બીજા કરે એ તું કરે તો વાંધો શું ..? એ ખબર નથી પણ મને તો મરી બધી વસ્તુઓ મારા પ્રમાણે ની જ જોઈએ …હું મારી રીતે કસ્ટમાઈઝેશન કરાવી લઉં છું ….
પેહલા આ કસ્ટમાઈઝેશન નું ભૂત હાઈપ્રોફાઈલ ગ્રુપોમાં ચાલતું પણ ધીમે ધીમે એક ફેશન ચાલુ થઇ અને સર્વિસ ઇન્ડટ્રીએ બધી વાત માં કસ્ટમાઈઝેશન ઘુસાડ્યું … પેહલો આ શબ્દ તમને કાને ક્યાં પડે..?? પેકેજ ટુર કે કસ્ટમાઈઝ ટુર ..? એનું એ પેકેજ આઘુપાછું કરી અને તમને પકડાવે કસ્ટમાઈઝેશન ના નામે … બીજું ક્યાં તો કહે પ્રસંગ માં … અમારા ઘરે પ્રસંગ છે પત્યું કસ્ટમાઈઝેશન ના નામે બેન્કવેટ થી લઇ ને ફૂલવાળો બસ તમને ખંખેર્યા જ કરે ….
હવે ગાડીઓ કસ્ટમાઈઝ થાય છે … પેલો છાબરિયા નો શો રૂમ ખુલી ગયો છે અમદાવાદમાં ..
મને થોડા સમય પેહલા એક બાઈક લેવાનું ભૂત ચડ્યું હતું … ટકા ની ડોશી હતી અને ઢબુ નું મુંડામણ હતું… મારું બેટું બાઈક ગમ્યું ,તો કિમત કીધી સાત લાખ અને કસ્ટમાઈઝ કરી આપે બીજી ચાર લાખની એસેસરીઝ નાખે … સર તમારે આ તો જોઈએજ .. મારી વાલીએ મને સરસ મજાના સોફા પર બેસાડી ને મસ્ત બ્લેક કોફી પીવડાવી.. એવી રૂપાળી અને મીઠી મીઠી વાતો કરે …. ફૂટર ફૂટર ઈંગ્લીશ બોલે અમેરિકન એક્સેન્ટ માં .. અને હું પણ ક્યાં પાછો પડું ..? સીધો JFK થી ઉતરીને જ તારા શો રૂમ મા આવ્યો છું એમજ ચલાવી….હું ત્યારે મારી ચૌદ લાખમાં લીધેલી , પાંચ વર્ષ વાપરી ને સિવિક ચાર લાખમાં વેચી એના આઘાતમાંથી બહાર નોહતો આવ્યો …..રૂપાળી એ પૂછ્યું સર લોન ..? મારી જોડે આવેલા મિત્ર એ કીધું .. ના એવા બધા ચક્કરમાં અમે ના પડીએ …. રૂપાળી ખુશ ખુશ ..એ રૂપાળી ને એમ હતુ કે આ સેઠજી હમણાં ખિસ્સા માંથી કાર્ડ કાઢશે અને ક્રેડીટ કાર્ડ ઘસી અને બાઈક નું પેમેન્ટ પતાવશે …ક્યાં તો ઈ પેમેન્ટ કરશે અહી બેઠા બેઠા જ, પછી કોફી પૂરી થઇ અને મારો મોહભંગ થયો વિશ્વામિત્ર ની જેમ … અંદરથી અમદાવાદી જીવડો જાગ્યો….. આ જુનુ કોઈ ને સેકન્ડ હેન્ડ ના મળે …?? ના સર બહુ ઓછા વેચાય છે જુના પણ એ લો ને તો પણ તમારે એને કસ્ટમાઈઝ તો કરાવવું જ પડે … સારી સારી વાતો કરી ને આપડે બહાર નીકળ્યા ….
કસ્ટમાઈઝેશન આ શબ્દ ધંધા માં ઘણી બધી જગ્યા એ આવે દરેક યુનિટ ને પોતાની જરૂરિયાત પ્રમાણે જોઈતી પ્રોડક્ટ નું કસ્ટમાઈઝેશન કરાવે .. એ બહુ સામાન્ય વાત છે … બીજું ક્યાંક કોપ્યુટર ની દુનિયા માં આ શબ્દ બહુ વપરાય .. કસ્ટમાઈઝેશન
માર્કેટિંગ ના દ્રષ્ટિકોણ થી જોઈએ તો રંગો વેચવાવાળા , પેલા પેઈન્ટ વેચવાવાળા એમણે જોરદાર રીતે કસ્ટમાઈઝેશન નો ઉપયોગ કર્યો .. મારા ઘર નો શેડ બીજા થી જુદો .. તું કહે ને એવો જ કલર બનાવી આપું … આખી મશીન સાથે ની પેઈન્ટ શોપ જ ખુલી ગઈ .. દુકાનો માં ખાલી શેડ કાર્ડ જ હોય , ડબલા ના હોય …અને એમાં પણ તમે કહો તે શેડ ને આછા ઘાટા, જેમ કહો તેમ બધા શેડને કરી આપે અને પછી કલર બને … કસ્ટમાઈઝ કલર, એવો કલર દુનિયા માં બીજા કોઈ ના ઘેર ના હોય …. ચડાવો કોલર ઊંચા બાપુ …
કસ્ટમાઈઝ લોન પણ થાય બેંક માંથી …તમે જેમ કહો એમ થાય ..દુનિયા ના બધું કેટલું કસ્ટમાઈઝેશન થાય છે …!!
વિચારો શેનું કસ્ટમાઈઝેશન ના થાય …..???? હા એ જ … એનું કસ્ટમાઈઝેશન ના થાય …..તમે ચોક્કસ પરણેલા છો ભાઈ અને તમારા લગ્ન ને ઘણો સમય થયો છે …
કોશિશ પણ ના કરતા … આમાં જો પેલી કેહવત વાપરવા ગયા ને કે કોશિશ કારણે વાલે કી કભી હાર નહિ હોતી .. તો તો તો … ભઈલા … હા બરડો સુજી જાય ..એના કરતા આપણે આપણું એમના પ્રમાણે કસ્ટમાઈઝેશન કરી લો સારા માં સારી વાત … કજિયા નું મોઢું કાળું હેં …. ત્યારે શું …
એ શુભ રાત્રી હોં મનસુખભાઈ