કુંવારા એટલે બ્રહ્મચારી …???
અત્યારે મીડિયા ને મજા પડી છે;;;; એક સવાલ રોજ સવારે નાખ્યા કરે છે રાહુલ ગાંધી ક્યાં છે…? કોઈ કહે બેંગકોક છે… જેવી ખબર પડે કે એ ક્યાં છે એટલે બીજો કાઉન્ટર સવાલ ચાલુ કરે, કોની સાથે છે….? પછી નો સવાલ આવે શું કરે છે ..? કેમ ગયા છે …? અને છેલ્લો સવાલ આવે કે તો લગન કેમ નથી કરી લેતા ..? બસ પત્યું ગઈ ભેંસ પાણી માં….
આપણા દેશ માં કોઈ પણ રાજનેતા કે જાહેર જીવન માં પડેલી વ્યક્તિ કુંવારી છે એમ કહે એટલે આપણે બહુ સહજતા થી એમ માની લઈએ કે એ ભાઈ કે બેન બ્રહ્મચારી છે…!!!
અને એ ભાઈ કે બેન ને મોટા કરેલા લોકો ને કે સંસ્થા ને જયારે મારા તમારા જેવો કોઈ આવો સવાલ પૂછે એટલે આખે આખી જમાત તમારા પર રીતસર તૂટી પડશે , તમે જો કોઈ પણ રાજનેતા કે એકદમ મોટા બની ગયેલા માણસ માટે એમ પૂછો કે એ ભાઈ કુંવારા છે પણ બ્રહ્મચારી છે ..? જુઓ એમના ચેલા ,ફોલોઅર્સ કે એમના પક્ષ ના લોકો તમારી શું હાલત કરે છે….
પણ એમાં વાંક આપણો છે , આપણને બહુ નાનપણ થી એવું આપણા મગજ માં સેટ કરી નાખવા માં આવ્યું છે કે કુંવારો કે કુંવારી હોય એટલે બ્રહ્મચારી જ હોય , બસ , વધારે પછી એ સબ્જેક્ટ માં તારે વધારે ઘપાઘપી નહિ કરવાની , કીધું એટલે ફાઈનલ…. અને એમાં પાછુ પેલા મોહનદાસ ગાંધી એ બળતામાં ઘી નાખ્યું…. એમણે ક્યારેય પોતાની લાઈફમાં પ્રાઇવેટ લાઈફ જેવું કઈ રાખ્યું જ નહિ…. એટલે આપણે હવે દરેક પાસે થી એવું એક્ષ્પેકટ કરીએ છીએ કે બધા રાજનેતા થી લઈને મોટા માણસો એમ.કે.ગાંધી ની જેમ એમજ કહે કે મારું જીવન જ મારો સંદેશ છે …
એક બે જણા મોહનદાસ ગાંધી ની જેમ બોલતા બોલી ગયા હતા પણ પછી ભરાઈ પડ્યા હતા…. કેમ કે જનતા હમેશા તમારા જીવન ના બંધ પાના જ પેહલા ખોલે… અને એમાંથી હાડપિંજર નીકળ્યું એટલે ગયા કામથી , સાલો કે સાલી લફરેબાજ છે અને જેની સાથે ચાલુ ના હોય એનું પણ નામ જોડી દે …..અને પછી કુથલી રસ નો આનંદ લે, હેઈ મજાનો ..
ચાલો આપણે પણ લઈએ
એક જાહેર જીવન ની અંતરરાષ્ટ્રીય હસ્તી રાહુલ ગાંધી ની જેમ જ ખોવાઈ ગઈ અને પત્રકારો પાછળ પડયા … નામે લેડી ડાયેના બ્રિટન ના મહારાણી ના વહુ ….. બહુ વર્ષો રાજકુમાર જોડે કાઢ્યા પછી થયું કે ચાલો હવે પાંજરું તોડીએ અને ઉડી જૈયે….રાજકુમારી ઉડ્યા અને મન નો માણીગર પણ મળ્યો…
જીવન માં જયારે એક વાર ખત્તા ખાધી હોય અને બીજી વાર ઉડવા મળે ને ત્યારે નવા ચકા કે ચકી જોડે નું બંધન બહુ અનેરું હોય છે… પેહલા પ્રેમ કરતા બીજી વખત નો પ્રેમ વધારે થ્રેશોલ્ડ થી થાય છે ..હવે એમ ના પુછાતા કે ત્રીજો ,ચોથો … એને રીઢો પ્રેમ કેહવાય ..
રાજકુમારી ની ગાડી અથડાઈ અને સ્વર્ગે સિધાવ્યા એમના બોયફ્રેન્ડ જોડે….. બસ આખી દુનિયા એ કુથલી કરી….. હવે કરનારા એ કુથલી ચાલુ કરી બોસ બધું ગોઠવેલું હતું ,,, હે શું વાત કરો છો ..? હા અલ્યા … જો આ લેડી ડાયના નો છોકરો રાજા બનતે , તો રાજમાતા કોણ થાય .. આ ડાયના બેન …હમમ …તો હવે સમજ … હવે રાજકુમારી રાજકુમાર થી છૂટાછેડા લેવાના હતા બરાબર …હા … તો છુટા થઇ ને પેલા એમના બોયફ્રેન્ડ ને પરણે અને એમના થી એકાદું છોકરું થાય તો બ્રિટન ના રાજા નો સાવકો ભાઈ તો મુસલમાન થાય …. એ હા બાપુ આતો જોરદાર વાત લાયા તમે …..બસ એ ના થાય એટલે બધું સુમડી માં પતી ગયું…..
આવી બીજી દસ બાર થીયરી લોકો એ ચલાવી… આપણને કોઈ સારું કામ શું કરે એ જાણવા માં રસ ખરો ,પણ પછી એની આડીઅવળી જાણવા માં રસ વધારે અને એમાં પણ આવું કુંવારું કેરેક્ટર હાથ માં આવે બસ પછી તો આખી ચીન્ગમ ને એવી ચાવી ચાવી ને રસ કાઢવા નું કે ના પૂછો ને વાત……
અને અત્યારે ભારત ની રાજનીતિ ઘણા વર્ષો થી કુંવારા લોકો ની આજુ બાજુ ફરે છે અને જો આ સવાલ નાખો કે તમારા પક્ષ ના નેતા કુંવારા છે એટલે અમે એમને બ્રહ્મચારી માની લઈએ કે નહિ ..? બસ પત્યું , બધા જ પ્રવક્તા આંખો ચોરી અને રસ્તો ચાતરી જશે , જાણે કોઈ ભયાનક સવાલ તમે પૂછી નાખ્યો હોય….! કોઈ જ જવાબ નહિ આવે અને ઉપરથી તમને કેહશે કોઈ ની પ્રાઈવેટ લાઈફ માં દખલ ના દેવાય…
તે બીજો સવાલ નાખું લોકો ના લગનો માં જઈ ને મોટે ઉપાડે આશીર્વાદ આપો છો અને જમી આવો છો તે એ શું છે પ્રાઈવેટ લાઈફ નથી ..?? બિચારી સરસ મજાની પ્રાઈવેટ લાઈફ ને પબ્લિક નથી કરી નાખતા….. બેન્ડવાજા સાથે ., તો તમે પણ બોલો ને ભાઈ ખોખારી ને હેં…..
ક્યાં તો બીજો રસ્તો છે એમ કહી દો કે અમે લગ્ન જેવી સંસ્થા કે વ્યવસ્થા માં માનતા નથી ,
હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું …. મારી મરજી …!!!
બસ વાર્તા પૂરી .
ફોટો કોનો મુકું…? કોઈનો નહિ જા….
સુપ્રભાત
શૈશવ વોરા