ઉતરતો ફાગણ અને વધતી ગરમી ..ગાડી માં એસી ચાલુ થઇ ગયા …કેસુડો ખીલી ને ચરમસીમાએ આવી ગયો છે લગભગ બધા પાંદડા ખરી અને એકલા કેસરી ફૂલો થી શોભી રહ્યો છે , દુર થી ગુલમહોર નો ભાસ થાય, પણ હજી ઘણી વાર છે ગુલમોહર ને ખીલવા ની .., હોળી શેકી ને કેરી ખવાય …
જબરજસ્ત મોંઘી હાફૂસ કેરી બજાર માં આવી ગઈ છે બારસો રૂપિયે ડઝન છે પણ ફળ નાનું ,પણ હવે ફ્રુટ માર્કેટ માં રાજ કરશે કેરી આવતા ચાર પાંચ મહિના … ગોરો અને વ્રત આવશે ત્યાં સુધી નો કેરી રાજ કરશે , નવી નારંગી પણ છે …પપ્પા એવું કહે કે સીઝન માં નારંગી પીવો તો કેરી ગરમ ના પડે …વિટામીન સી થી ભરપુર ફળો….બને .. નજીક ની સગી .. નાગપુર ની નારંગી અને દેવગઢ ની હાફૂસ … વિચારતા મો માં પાણી આવે ..,
બટાકા નો પાક વિક્રમ જનક છે ..બધા કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે … અને હજી માલ બહાર નીકળવા નો ચાલુ છે … થોડો સમય હજી જમીન માં રાખી અને મોટી સાઈઝ ના બટાકા થશે એટલે કાતરી ના બટાકા …આવશે …લીલી વરીયાળી જશે ,બોર ગયા તડબુચ આવ્યા , પેલી કેલિફોર્નિયા ની મોટી દ્રાક્ષ આવે છે અને કીવી રોજ મળે છે … ટેટી પપૈયા ચાલુ છે…સ્ટ્રોબેરી થોડી થોડી દેખાય છે …દ્રાક્ષ પણ જતી છે … શરદી ઉધરસ અને સ્વાઈન ફ્લુ ની બીકે દ્રાક્ષ ઓછી વેચાય છે…કેળા બારમાસી થઇ ગયા ચીકુ પણ ઓછા દેખાયા …
કદાચ ભારત એકમાત્ર દેશ એવો કે જ્યાં સીઝન સીઝન ના ફળ ફૂલ અને ધાન પાકે અને લોકો મોજ થી ખાય…..
આ જ કારણે દુનિયાભર ના સૌથી વધારે વેજીટેરીયન આપડા દેશ માં વસે છે ..કદાચ આ શાક ,ભાજી ,ફૂલ ,ફળ ,અનાજ, દાળ ,તેલ ,મરી,મસાલા ,……યાર નામ લખવા બેસીએ તો પાગલ થવાય એટલી વેરાયટી …..કુદરત આપણને આપે , અને એમાંથી બનતા વ્યંજનો …અધધધ….આખું પાકશાસ્ત્ર….
શરૂઆત ક્યાંથી થઇ ..?? આગ થી … શેકી ને ખાવાથી ,પછી બાફી ને અને પછી તળીને ..વધતું ગયું આગળ …વઘાર આવ્યો પણ જેટલી જરૂર શાક ,દાળ કે અનાજ ની એટલી જ જરૂર આગ ની …ઘેર ઘેર રોજ આગ લાગે … અને એ આગ થી આગ બુઝાય .. પેટ ની .. જે દિવસે આગ ના લાગે એ દિવસે આગ ના ઓલવાય અને પછી …બહુ બધું થાય .. ભૂખ્યું પેટ …
દુનિયા ની સૌથી મોટી અને સૌથી પેહલી શોધ આગ છે , જે માણસ જાતે શોધી , જંગલો માં આગ તો લાગતી પણ જયારે જોઈએ ત્યારે નહિ .. જોઈએ ત્યારે આગ તો લાકડા ઘસી ને કે ચકમક ના પથરા થી માણસે શોધી …અને પાકશાસ્ત્ર જન્મ્યું……અને તાવડી નો જન્મ થયો ….ફરી ક્યારેક એ તાવડીને લઈશું …
છેલ્લે મમ્મી ની એક કેહવત તાવડી તેર વાના માંગે…
શુભ રાત્રી
શૈશવ વોરા