Page-11 સુલતાના બેગમ આંખો ઝીણી કરી ને બોલી… જાનતે હો તુમ ક્યાં બોલ રહે હો .. કામ ખત્મ હોતે હી તુમ્હારી મૌત પક્કી હો જાયેગી …એ નવાબ અપને કિસી રાઝ જાનને વાલે કો ઝીંદા નહિ છોડતે …સરમણ થોડું ફિક્કું હસી ને બોલ્યો હા જાણતા હું ડોસી ,ઔર મેરે આગળ પાછળ કોણ હૈ જિસકે લિયે જીયું મૈ.. તેરી જદ્દ્ન એક હૈ જો મુજે પ્રેમ કરતી હૈ પૂરી દુનિયા મેં …એના માટે તો આ મારી ઝાત નો ઝુગાર ખેલું સુ … સીધો પડ્યો ઝુગાર તો હું ને જદ્દ્ન ,અને ઉન્ધો પડ્યો તો ગિરનારના જંગલ માં મારા અગની સંસ્કાર થાશે .. અને તું મારી જદ્દ્ન ને રૂપિયા લઈને આ ધંધા માંથી બહાર કાઢી લેઝે …હાલ હાલ ડોસી હવે વધુ વાત કર્યા વિના ની મને રંગમેહલ માં અંદર પોકાડ…સુલતાના બેગમે માથું હલાવી હા પાડી …
સુલતાના બેગમ સરમણ ના ટાંગા માં જ રાજ મેહલ ગઈ .. ધીમેક થી દિવાન સાહેબ ને કીધું બડે નવાબ ને મળવું છે થોડું અગત્ય નું કામ છે …દિવાન સાહેબ ને લાગ્યું કે કઈ રૂપિયા જોતા હશે એટલે આગળ વધવા દીધી …સાંજ થઇ હતી બડે નવાબ સાહેબ એ થોડી વાટ જોવડાવી ..અંધારા ની ..અને એક મેહલ ના અંધારા ખૂણા માં જંગલ ના છેડે પડતા બુરજ પર બડે નવાબ સાહેબ અને સુલતાના બેગમ ના બેસવા ની વ્યવસ્થા થઇ …
સુલતાના બેગમ સમજી ગઈ કે આજે ઉતારે પાછા પોહચતા મધરાત થશે … અને એ પણ એ તૈયારી થી આવી હતી ….બુરજ ઉપર બેઠક પર ઝીણી મશાલો થઇ અને આછા મશાલ ના અજવાળા માં સુલતાના બેગમ બેઠી બેઠી નવાબ સાહેબની રાહ જોતી હતી, દુરથી નવાબ સાહેબ ની વિક્ટોરિયાના ઘોડાઓ ના ડાબલા સંભળાયા … બેગમ ઉભી થઇ અને કુરનીશ માટે તૈયાર થઇ ….નવાબ સાહેબ આવ્યા .. કુરનીશ બજાવી … નવાબ સાહેબે વિક્ટોરિયા સામે ઈશારો કર્યો આપકે સાઢે તીન લાખ હૈ ઇસમે .. ભેજ રહા હું ઉતારે પે …સુલતાના એ મોકો પકડ્યો નહિ નવાબ સાહબ મૈ નહિ લે સકતી એ રૂપિયે …હમ ભલે તવાયફ હૈ લેકિન ઉસૂલો કે પક્કે હૈ ..નવાબ સાહેબ ના ભવાં ચડ્યા ..સુલતાના આગળ બોલી …જો ચીજ હમને આપકો બેચી હૈ વો અભી વો અભી હમારે પાસ હી હૈ …નવાબ સાહેબ બોલ્યા મતલબ બોલો સાફ બાત કરો … સુલતાના બોલી હુઝુર ..જાન કી સલામતી ચાહતે હૈ ..cont.page-12
No Comments