Page-15 આ રાખ્ખ્સની નજરથો બસાવવા ,અને પાસો મને વરહ દી થ્યા થી આય જૂનાગઢમાં બોલાવ્યો અને …મને તો ઈ દી થ્યા નો આંય રાજ્મેહલમાં જ રાખી લીધો પણ જે બીક ઘરી કે ના પુસ ….મારું મોઢું તો સિવાય ગ્યું .. આઝુબાઝું ના ગામના સોકરા ખોવાય સે અને એમ કે લોકો કે ગિરનારના બાવા લઇ ગ્યા …પણ હાસુ કાઉ આ નરાધમ ઈ હંધાય ને ખાઈ ઝાય સે રાખ્ખ્સ..જદ્દ્ન થથરી ગઈ … યાં બાલાસિનોરમાં તો ઇવું બોલાય સે કે આનો દાદો પણ કુવારી સોકારીયો ને મારી ને ખાતો …એટલે ઝ ભગવાને સઝા કયરી સે આનો વંશ આંય અટકી જાહે …બધા નરાધમો સે …સરમણ ને બોલતા બોલતા લગભગ હાફ ચડી ગયો હતો જદ્દ્ન એને બરડે હાથ ફેરવતી જતી હતી ….. જદ્દ્નને એટલી ખબર પડી કે હજી સરમણ ના દિલ માં કૈક બાકી રહી ગયું છે … એટલે એણે પૂછ્યું … તારો બાપ કોણ સે સરમણ ..? સરમણએ એકદમ લાચારી થી જદ્દ્નની સામે જોયું અને બોલ્યો ..તને ખબર સે તારો બાપ કોણ સે ..?? જદ્દને માથું ધુણાવી ને ના પાડી …આપણે બેઉ હરખા સિયે જદ્દ્ન … મનેય નથ ખબર મારો બાપ કોણ સે ….મારી માંને આ બડે નવાબ બાપ ક્યાંક થી ઉપાડી લાયવો હતો …મારી માં જ્યાં લગણ જુવાન હતી ત્યાં લગણ આ બડે નવાબે ભોગવી અને પસી કાઢી મુયકી … તે મારી માં ગિરનાર માં ઉતરી ગઈ કોઈ સાધુ પાહે રેહતી …અને સેવા કરતી …મેં ઝ્યારે ઝ્યારે પુસયું કે મારો બાપ કોણ સે ત્યારે ઈને આ ખુલ્લા આકાશ હામે આંગળી કયરી અને કે`તી એ મોટો અલખ નો ધણી તારો બાપ સે … ને હું પુસતો કે માં મારે સુ કામ કરવાનું ત્યારે ત્યારે ઈ કેતી તારે આ નવાબ ના બાપ બનવા નું સે ….બોલ કે હવે મારી માં કોણ ઝાણે આમ કેમ કેતી હશે …?ગાંડી થઇ તી મારી માં અને આ ગિરનાર માં હમાઈ ગઈ ક્યાંક …..જદ્દને બીજો સવાલ કર્યો તને આ નવાબ ની ચાકરીએ કોણ લાયવું …?? સરમણએ કીધું ઓલ્યા દિવાન સાહેબ … કીધું તો ખરું ….ઈમની ઘોડાગાડી હકાવાની અને આ બડે નવાબ ના નાના મોટા કામ કરવા ના….પણ રાત પડ્યે રોજ ઈ દિવાન સાહેબ મને એક વાર ઝોઈ લે .. મોડો થ્યો હોઉં તો ભાળ કઢાવે મારી …અત્યારે તો ઈ ઝ મારા બાપ સે અને માં …..સરમણ બારી ની આગળ નીચે બેસી પડ્યો અને જદ્દનની કમરે વળગી પડ્યો, જદ્દ્ન ઉભી ઉભી એના માથામાં હેત થી હાથ ફેરવવા લાગી ….અને બોલી સરમણ તું આય નવાબ નો બાપ થવા ઝ આયવો સુ .. ..cont.page-16
No Comments