Page-20 નવાબે કીધું બેગમ એક ઔર બાત હૈ હમારી ગુઝારીશ હૈ કી આપ હમારે યહાં થોડા મહિના એક દો ઔર રુક જાયે …. તો યહાં જુનાગઢ મેં બહોત સારે બચ્ચો કી કિલ્કારીયા ગુન્જેગી ,હમ ઉસકે લિયે ઔર ઢાઈ લાખ રુપયે દેંગે આપકો .. જદ્દ્ન કો રંગમહેલ મેં હી રેહને દો ….સુલતાના તૈયાર થઇ ગઈ રોકવા માટે.. સરમણના બોલ એને સાચા પડતા લાગ્યા સાડા સાત લાખ રૂપિયા … વેહલી સવારે ગઢ પરથી સુલતાના ઉતારે પાછી ફરી …
રંગમેહલ માં એક પછી એક વિકટોરીયા આવતી ગઈ ,એક બેગમ આવતી અને બીજી જતી.. રોજ નો ક્રમ થયો … બધું દોઢ મહિના ચાલ્યું …
લગભગ આખો દિવસ નશા માં રખાયેલો મન્સુર અડધો મરેલો થઇ ગયો હતો …અને જદ્દ્ન હવે સેહજ સ્ત્રી સહજ ઈર્ષા થી પીડાતી થઇ ગઈ હતી સરમણ એની જોડે હતો પણ એનો નોહતો….
એક રાતે રંગમેહલમાં નવાબ નશા માં ધુત થઇ અને સરમણ પર તૂટી પડ્યો ..સરમણ ને લાગ્યું કે આજે નવાબ એની ઉપર ભારે પડશે…. સરમણ એ ઘણી કોશિશ કરી પણ નવાબે એના કપડા ફાડી નાખ્યા …અને જોરદાર બાચકા ભરવા લાગ્યો સરમણ આજે ઢીલો પડતો હતો નવાબ મન્સુર હાવી થઇ ગયો છેવટે નવાબ ચોક્કસ જગ્યા એ બાચકું ભરવા ગયો ત્યારે સરમણએ બાજુ માં પડેલી કટાર મન્સુર ની છાતી માં ભોંકી દીધી…. ખેલ ખત્મ થઇ ગયો ….
જદ્દ્ન બોલી ..ચોવીહ કલાક સે આપણી જોડે સરમણ ..દોડ કાફલાને ભગાડ આયથી …અડધી રાત્રે સરમણ દોડી અને ઉતારે ગયો આખો કાફલો જગાડ્યો અને સમાન બંધાયા …ચુપચાપ બધું સુલતાના બેગમ સહીત જુનાગઢ છોડી અને રવાના થઇ ગયું સાડા સાત લાખ રૂપિયા રોકડા લઈને …સરમણએ ચાર ઘોડા ગાડી નો બંદોબસ્ત કર્યો … ગીરમાં થઇ ને અમરેલી પોહ્ચો ત્યાં ગાયકવાડ નું રાજ છે ત્યાં સુધી અમે અહિયાં સાંભળીયે છીએ ….સવારે કાફલો અમરેલી ઉતરી ગયો ….સરમણ પાછો રંગ મેહલ આવ્યો , હવે શું કરવું ..? જદ્દને કીધું દિવાન સાહેબ પાસે જા બીજો કોઈ રસ્તો નથી … પાછો સરમણ ભાગ્યો … હજુ ભો ભાખળું નોહતું થયું… દિવાનને જગાડ્યા અને કીધું … દીવાને કીધું આટલો મોડો કેમ મને કહે છે … …cont.page-21
No Comments