Page-7 જોયું તો સરમણ ઘોડાગાડી ચલાવતો હતો અને અંદરથી જુનાગઢના દિવાન બશીર મોહમ્મદખાન સાહેબ ઉતર્યા …
દિવાન બશીર મોહમ્મદ સિત્તેર વટાવેલા એક વૃદ્ધ હતા , બડે નવાબ ના બાપ ના સમયથી દિવાનપદ સંભાળતા અને નવાબો ના સાચા ખોટા કારનામાં ઉપર પડદા નાખી અને પ્રજાના રોષથી બચાવતા , વર્ષોથી પ્રજા રાજમેહલ ની બદલે દિવાન ની હવેલીએ જ જતી થઇ ગઈ હતી , અને નવાબો ને ફક્ત પોતાની ઐયાશીઓમાં જ રસ રહ્યો હતો , લગભગ રાજ્ય નો કારભાર દીવાનજી જ સંભાળતા , અંગ્રેજ રાજ આવ્યું પછી અંદર અંદર ની લડાઈઓ પણ ખતમ થઇ ગઈ હતી …દિવાન બશીર મોહમ્મદ મૂળે બાલાસિનોર ના રેહવાસી ભણતર થયું ગાયકવાડી રાજ માં અને ત્યાંથી વિલાયત જઈ ભણી ને પાછા આવેલા …. આજે દિવાન બશીર મોહમ્મદ સાહેબ ઘરડે ઘડપણ ફરી એકવાર નવાબો ની ઐયાશી પર પડદો નાખવા સુલતાના બેગમ ને મળવા આવ્યા હતા ….
જદ્દ્ન ની ઈચ્છા પૂરી થઇ ગઈ ..સરમણ ને જોવાની …જદ્દ્ન લંગડાતા પગે બહાર આવી અને જે કમરામાં દિવાન સાહેબ અને સુલતાના બેગમ બેઠા હતા ત્યાં આવી દુઆ સલામ થયા અને પુછવા માં આવ્યું કે વાંધો ના હોય તો થોડો સમય ઘોડાગાડી આપો તો અમે છોકરીઓ ગામ માં ફરતી આવીએ … ઈજાઝત મળી ગયી …ફરી પછી સરમણ ના વાંસે વાંસો અડાડી અને જુનાગઢ માં ઘોડાગાડી ફરી જદ્દ્ન …કાન માં સંદેશો આપ્યો કાલે સવારે ચાર વાગે તારા કમરા માં આવીશ … સરમણએ …..
સવારે ચાર વાગ્યે સરમણ ઘુસ્યો ઉતારા માં અને .. બસ એકબીજા ને જોતા રહ્યા … ધીમે ધીમે વધતું ગયું મળવાનું … જદ્દ્ન સરમણ પાસેથી કાઠીયાવાડી ગુજરાતી બોલતા શીખી…બંને જણા પ્રેમ માં ચકચૂર થઇ ને બેહોશી માં ગરકાવ થઇ ગયા હતા …નાતજાત કઈ ભાન નોહતું , સ્થળ સમય કાળ બધું ભૂલાયું હતું …
બે ત્રણ વાર સરમણએ જબરજસ્તી કરી પણ જદ્દને રોકી લીધો… જદ્દ્ન ને ખબર હતી કે એના કૌમાર્ય ની કિમંત શું છે ….અને જેમજેમ જદ્દ્ન ઇનકાર કરતી જતી એમ એમ સરમણ વધુ ને વધુ ભૂરાંટો થતો જતો હતો … cont.page-8
No Comments