Page-8 છેવટે એક દિવસ ચાલુ મુજરામાં સરમણએ જદ્દ્નનો હાથ પકડ્યો નવાબ સાહેબ ની સામે જ તરત જ તલવારો ખેંચાઈ.. પણ આખી બાજી પોતે બેભાન થઇ જવાનું નાટક કરીને જદ્દને સાચવી …. બીજે દિવસે બંને જણા ભરબપોરે મહાદેવ ના મંદિર ની પાછળ ડુંગરની ધારે ધારે ઉતરી પડ્યા…જદ્દને બહુ વિનવ્યો સરમણ ને ભૂલી જવા માટે, પણ છેવટે સરમણને શરીર આપી ને પાછી આવી…અને એ પછ તો વગર બોલ્યે અઠવાડિયે એક બે વાર એકબીજા માં ખોવાતા બને જણ…
સવારે જદ્દ્નને હલ્દી લાગી , હાથે મેહદી ચડી ચંદન અને મુલતાની માટી ના લેપ લગાવાયા…ગુલા જળ ના સ્નાન થયા ..દુલ્હન ની જેમ જદ્દ્નના શણગાર ચાલુ થયા જદ્દ્ન ના..રાત્રે મુજરો ગોઠવાયો દરબાર હોલમાં જદ્દ્નનો …
ગણ્યા ગાંઠ્યા દરબારીઓની હાજરી થઇ… અબ્દુલ સરંગીયો અને શ્યામ તબલચી ઉર્ફે માંમુજાન બધા સાજીંદાઓ પોતપોતાની જગ્યા એ પોતાના સાઝ લઇ ને ગોઠવાયા …. સિહાસન પર બડે નવાબ કાસીમ અલી અને બાજુ માં છોટે નવાબ મન્સુરખાન સાહેબ ગોઠવાયા…સરમણ બડે નવાબ સાહેબના પગ પાસે ગોઠવાયો , ઘૂંઘટ માં જદ્દ્ન આવી સોળે શણગાર સજી ને અને આડી નજરે સરમણ ની સામે જોઈ લીધું ..સરમણ આજે બહુ ગુસ્સા માં હશે એવું જદ્દને ધરી લીધું પણ એના મોઢા પર પારાવાર શાંતિ હતી… જદ્દ્ન કઈ સમજી નહિ … મહેફિલ ની શમાં જલી …અબ્દુલે સારંગી ઉપર ગજ ફેરવ્યો અને મરેલા ઢોર ની આંતરડી કકળી…સારંગી માંથી સુર રેલાયા ..શ્યામે તબલા પર થાપ આપી અને ફરી એકવાર મુએલા ઢોર ની ચામડી થથરી …તાલ ટહુત્ક્યો …જદ્દનના ઘૂંઘરું ખનક્યા અને પેહાલો તોડો માર્યો જદ્દને … નાચ ચાલુ થયો જામ પર જામ પીરસતા ગયા અને સરમણ હુક્કા ભરતો ગયો … મન માં સખ્ત મુઝારો અનુભવતી જદ્દ્ન, પોતાની જાત સાથે શું થશે ..?પકડઈ તો નહિ જાઉં ને ..?? એવા વિચારોમાં અટવાતી એક પછી એક શૃંગારિક ચીજો પર નાચ કરતી રહી છેવટે મન અને હૃદય એક થયા અને પગ પરનો કાબુ ગુમાવ્યો જદ્દને …ચક્કર ખાઈ ને પડી જમીન પર ,સરમણએ દોડી ને ઉપાડી લીધી ….સુલતાના બેગમની નજર મા આવ્યું સરમણ નું જદ્દ્ન ને જમીન પરથી ઉપાડવું .. જાણે રોજ ની વાત હોય એમજ હળવે થી ઉપાડી લીધી … … cont.page-9
No Comments