મમ્મી પપ્પા બંને ડોક્ટર હોવા ને લીધે મારું જીવન જન્મ થીજ ડોકટરો ની વચ્ચે છે … કોઈ પણ ડોક્ટર પોતાના પેશન્ટ ને ક્યારેય મારતો નથી … હમણા ગયા મહીને મારા મમ્મી ને ૧૧ દિવસ આઈ સી યુ માં રાખવા પડયા હતા … ત્યારે હું લગભગ સાથે જ હતો … આઈસીયુ ના સ્ટાફ અને ઘણા ડોકટરો સાથે મિત્રતા થઇ ગયી .. વાત કરું આઈ સી યુ માં આવતા પેશન્ટો ની … લગભગ એવા સમયે આઈ સી યુ માં લાવે કે તેને બચાવા મુશ્કેલ હોય … અને ECG , SPO2 બીજી લગભગ બધી PATHO પતી ગઈ હોય … મેં બિચારા ડોકટરો ને સીધી લીટી ના ECG ને પાછો ઉંચો નીચો કરવા તનતોડ મેહનત કરતા જોયા .૧૧ દિવસ માં આવા ડચકા ખાતા એડમીટ થતા પેશન્ટ માં થી ફક્ત એક પેશન્ટ બચ્યું …..પણ એ દિવસે ખરેખર આઈ સી યુ માં દિવાળી નો માહોલ હતો .. ત્યારે દરેક ના મોઢા પર અદ્વિતીય આનંદ હતો … આયાબેન નર્સ ઇન્ટર્ન અને ડોકટરો .. બધા ખુશ ..કે પેલું અગિયાર નંબર પાછુ આવ્યું …સીધી લીટી નો ECG પાછો ZIGZEG થયો ..
મોટે ભાગે વાંક પેશન્ટ અને તેના નજીક ના સગા નો હોય છે .. અત્યારે સેલ્ફ મેડીકેશન પુષ્કળ છે .. લગભગ બધી દવાની દુકાન વાળો પોતે ડોક્ટર હોય તેમ દવાઓ આપી દે છે અને બાકી રહ્યું હોય તો ઘર માં જાતે બનેલો એકાદ ડોક્ટર હોય … અને લેટેસ્ટ ગુગલ ડોક્ટર …. આ બધા માં રોગ ની શરૂઆત ના કીમતી બે ત્રણ દિવસો જતા રહે છે … પછી ચોથા દિવસે ડોક્ટર યાદ આવે છે … જો શરૂઆત ના દિવસો માં ઈલાજ થાય તો થોડા ડોઝ થી કામ પતી જાય પણ આપણે તો ચોથા પાંચમા દિવસે અને ટેસ્ટ થાય સાતમાં દિવસે અને ડોકટર ને કઈ ખબર ના પડી ડોબો છે …..
જીવન અને મૃત્યુ બે ની વચ્ચે રમતો માણસ એ ડોક્ટર .
ઈશ્વર નો અવતાર નહિ … પણ ઈશ્વર થી ઓછો પણ નહિ …
શુભ રાત્રી
– શૈશવ વોરા