કાલે એક મસ્ત ન્યુઝ વાંચ્યા … ગુજરાત માં રેહતા બધા ગધેડા માઈગ્રેટ થઇ ને આવેલા છે …. કેવી શરમ ની વાત છે નહિ ..સાલું આપની પાસે પોતાના બકરી જેવા સિંહ છે પણ ગધેડા નથી…!! બધા રાજસ્થાન કે એમપી થી આવેલા છે …!!
આમ જોવા જૈયે તો વાત ઘણી સાચી છે … ગુજરાત નો કોઈ પણ માણસ ભૂલ થી પણ ગધેડાની જેમ કામ ના કરે ,..અને જો એને ગધેડા ની જેમ કામ કરવું હોય તો રાણી એલીઝાબેથ ના દેશ માં કે એના કોમનવેલ્થ દેશ માં જઈ ને કરે, એટલે ગુજરાતી ગધેડો શોધવો હોય તો તમારે અમેરિકા ,બ્રિટન,ઓસ્ટ્રેલીયા ,કેનેડા કે આફ્રિકા એવા બધા કોમનવેલ્થ દેશ માં ક્યાંક કદાચ મળી જાય , બાકી ગુજરાત માં તો આળસુ પાડા ,કોઈ ને પથરા મારતા મારા જેવા વાંદરા ,ગાય જેવા સાંઢ આવા બધા પ્રાણી જોવા મળે … પણ ગધેડા ની જેમ કામ કરતો ગુજરાતી …!!! ના ભાઈ ના વાત માં બિલકુલ માલ નહિ , ક્યાય ગુજરાત આખામાં જોવા ના મળે …..જેટલા લેબર જોબ અત્યારે ગુજરાત માં છે …જેને આપડે ગધેડા ની જેમ કામ કરે છે બિચારો એવું કહીએ એ બધા જ બિચારા માઈગ્રેટ થયેલા જ હોય છે ….કઈ હોટલ માં વૈટર ગુજરાતી જોયો ..? અને ગુજરાતી ગધેડો ભૂલ ભૂલ માં પણ શોધો અને તમે એની પાસે કામ કરવો તો એ તમને ગધેડે ચડાવ્યા વિના નો ના રહે …..બે મહિના માં તમને શીખવાડે અને છેલ્લે શેઠ ની ગાદી ઉપર બેસતો થઇ જાય ક્યાં તો પોતેજ એ ધંધો ખોલી શેઠી સામે બેસે …..
ગધેડા ને બિચારા ને આપણે એવી ખતરનાક કેટેગરી માં મુક્યો છે કે ના પૂછો ને વાત …નામ પણ એક નવું સરસ મજા નું આપ્યું વૈશાખ નંદન …અમે નાના હતા ત્યારે ગધેડા ને નદીના પટ માંથી રેતી ભરી અને આવતા જોતા ..અને એના માલિક ના હાથ માં લાકડી હોય એને ડફણું કેહવાય એવું સરસ મજાનું જ્ઞાન અમારા ન્યુ હાઈસ્કુલ ના એક સાહેબે આપ્યું હતું ….જયારે અમે ચાલુ કલાસે એમને ચોક મારેલો …ત્રણ પીરીયડ બહાર ઉભા રહ્યા એટલે એ ડફણા નો સ્વાદ ચાખવામાંથી બચી ગયા …
એક ગધેડા ની કેહવત મને મારા સંગીત ના ગુરુ સ્વર્ગસ્થ શશીકાંતભાઈ ગુંદાણી એ શીખવાડી હતી …બેટા ગધેડા ને સાકર ના ખવડાવીશ નહિ તો ગધેડો મરી જશે …. મેં પૂછ્યું એટલે …એમણે મને સમજાવ્યું કે હું તને જે શાસ્ત્રીય સંગીત શીખવાડું છું ને એ ગમે તેની સામે ગાવા ના બેસી જતો …આ શાસ્ત્રીય સંગીત એ સાકર જેવું મીઠું સંગીત છે ,અને એ ગમે તેને ના પચે …અને જો કોઈ ગધેડો હોય અને એની સામે તે ગાવા નું ચાલુ કર્યું તો તરત જ હોંચી હોંચી કરવા માંડશે એટલે સમજી જવાનું ,અને આપણે તરત જ બંધ કરી દેવાનું નહિ તો એ બહુ જલ્દી મરી જશે… અને વાત સો ટકા સાચી નીકળી જેટલી વાર મેં સાકર નો ખાલી એક ટુકડો ગધેડાઓ ની સામે મુકયો બાપરે….
એક બીજી કેહવત પણ છે ગધેડા ના અને પારસી ના બચ્ચા નાના હોત ત્યારે બહુ ક્યુટ હોય …જો કે બંને બહુ રેર જોવા મળે છે …પારસી પરણતો નથી અને ગધેડા ના ટાંટિયા હમેશા બાંધી રાખવા માં આવે છે …
આમ તો પંચ તંત્રની બધી જ વાતો માં ગધેડા ને મૂરખ અને બેસુરો ગણવા માં આવ્યો છે ..અને કોઈ બેસુરો ગાતો હોય તો એને તરતજ ગધેડા ની ઉપમા આપી દિયે છીએ પણ એક વાત છે કે આ જમાના માં ગધેડો પણ સસ્તો નથી રહ્યો દસ હજાર થી લઇ ને પચાસ હજાર સુધી માં વેચાય છે …
ચાલો કામધંધે વળગીએ …..
શૈશવ વોરા
.