


ચડે તે પડે અને પડે તે ચડે…..
Page-1
સંતાન …
આજ ના જમાના નો સળગતો પ્રશ્ન… મારું સંતાન તો આમ જ કરે અથવા તો આવું જ થાય …એક જબરજસ્ત લગાવ માંબાપનો પોતાના સંતાન પ્રત્યે નો જોવા મળે છે … આગળ વાત કરતા પેહલા એક કિસ્સો શેર કરું ..
સેટેલાઈટ વિસ્તાર ની સંપૂર્ણ એરકન્ડીશન ધરાવતુ એક નર્સરી અને કિન્નર ગાર્ડન…લગભગ સાડા ત્રણ વર્ષ ના બે ટેણીયા ક્લાસ માં ઝઘડ્યા .. એક ફૂટપટ્ટી ને બે બાજુ થી બંને ટેણીયા ખેચે .. એમાં એક ટેણીયા એ છેડો છોડી દીધો એટલે બીજું સીધું જઈ ને ટેબલ ને અથડાયું … જે ટેણીયુ અથડાયું એ સખત તોફાની હતું…ટેબલ ની ધારો વાળેલી હતી અને રબર ની પટ્ટી પણ મારેલી હતી છતાં પણ પેલા ટેણીયા ને ફોર્સ ને લીધે માથામાં પાછળ વાગ્યું અને લોહી નીકળ્યું… સ્કુલ સત્તાવાળાઓ એ તાત્કાલિક
પોતાની ગાડીમાં નજીક ની સારામાં સારી પીડ્યાટ્રીક હોસ્પિટલ માં લઇ ગયા અને , ઘાયલ થયા ના દસ મિનીટ ની અંદર બાળકની સારવાર ચાલુ થઇ ગઈ ,બાળકના માં બાપ ને ઇન્ફોર્મ કર્યા….
ખરો ખેલ હવે ચાલુ થયો….ટેણીયા ને ટાંકા ,લેવાના હતા , અને એના માટે માં કે બાપ ની સહી જરૂરી હતી…. ટેણીયા ની માં દોડતી દોડતી આવી બાળક એને આપ્યું અને સમજાવ્યું કે ટાંકા લેવા પડશે બેન…હવે એ બેન આમ તો પેહલા ભજીયા જેવા ચપટ હશે પણ હતું વઢકણું પ્રાણી…અને સુવાવડ માં સાસુએ કે મા એ ડબ્બા ભરી ને કાટલાં ખવડાવ્યા હશે એટલે એકદમ બટાકાવડા જેવા થઇ ગયા હતા ..ચારે બાજુ થી ગોળમટોળ… ત્યાં દોડતો દોડતો એ બટાકાવડા નું સમોસું આવ્યું … એકદમ ચપટ મોઢું માંડ ચાલીસ કિલો વજન અને નવતાડ ના સમોસા જેવું નાક અને નવતાડી સમોસા જેવા નાક પર ચશ્માં….
હજી ડોકટર કઈ સરખું સમજાવે એ પેહલા તો નવતાડી સમોસા એ પોક મૂકી અને પેલું બટાકાવડું…એના હાથ માંથી છોકરૂ છોડે જ નહિ…માંડ માંડ સ્કુલ અને હોસ્પિટલના સ્ટાફે છોકરું હાથમાંથી લીધું અને ઓપરેશન થીયેટરમાં લઇ ગયા અને નવતાડી સમોસાએ ફોર્મમાં સહી કરી રડતા રડતા…..સાલો બત્રીસ વર્ષનો ઢંઢો સમોસો અને ત્રીસ વર્ષની બટાકાવડું….એટલીપણ મેચ્યોરીટી નહિ કે આપણા બાળક ની સામે આમ ના રડાય છોકરું ઢીલું પડે તો ડોક્ટર ટાંકા કેમનો લેશે …..? પછી તો સીન નંબર બે ચાલુ થયો …
ઓપરેશન થીયેટરમાંથી ટાંકો લેવાય એટલે છોકરું જોરદાર રડે અને બહાર પેલું બટાકાવડું એક ભીંત થી બીજી ભીતે જઈને માથા પછાડે… અને નવતાડી સમોસું જમીન પર બેસી ગયું , અને સંડાસ કરવા બેઠું હોય એમ બેઠું અને બે પગ વચ્ચે માથું ઘાલી ને હો હો હો હો કરીને રડે ….. cont.page-2
ચડે તે પડે અને પડે તે ચડે/page1/www.shaishavvora.com
Page-2
સ્કુલ ના પ્રિન્સીપાલ ,ત્રણ ટીચરો ,બે આયા બેનો ,હોસ્પિટલ નો સ્ટાફ ,અને બીજા દર્દીના સગાવાલા ,બધા જોવે… અને આ તો બે ગાંડા અટકે જ નહિ … ઓપરેશન થીયેટર માં છોકરું શાંત થાય તો એ લોકો અટકે… અને જેવો અંદર થી રડવા નો અવાજ આવે કે નવતાડી સમોસું અને બટાકાવડું બંને એક સાથે ભેકડો જોડે…. માંડ માંડ બધું પત્યું … છોકરું લઈને ઘેર ગયા .
સીન નંબર ત્રણ ચાલુ થયો
નવતાડી સમોસું તો સીધું પોલીસ સ્ટેશન પોંહચી ગયું.. અને ફરિયાદ લખવી કે ટીચરે છોકરા ને ધક્કો માર્યો ..એટલે છોકરાને વાગ્યું …પોલીસ તો ધંધે લાગી…. પોલીસ તો પોતાનું જીપડું લઈને સ્કુલે પોહચી ..જોડે જીપ માં પેલા નવતાડી સમોસા ને નાખ્યો જીપમાં …. પોલીસે આવીને પેહલા દમ મર્યો પ્રીનીસીપાલ ને અને ટીચરો ને ..સદભાગ્યે સ્કુલ ના દરેક ક્લાસ રૂમ માં કેમેરા છે અને રેકોર્ડીંગ મળ્યું … એમાં સ્પષ્ટ દેખાયું કે લગભગ એક કલાક દરમ્યાન આ નવતાડી સમોસા અને બટાકાવડી નું દુર્લભ સંતાન છેલ્લા એક કલાકમાં કલાસ ના લગભગ બધા જ છોકરા ને અને ટીચરો ને મારી ચુક્યું હતું…..અને કેમેરા નું ફૂટેજ જોયું એટલે પોલીસવાળા મારા જેવા આખા બોલા હતા… એટલે એમણે આખી સ્કુલ ના સ્ટાફ અને પ્રીનીસીપાલ ની સામે પૂછ્યું પેલા નવતાડી સમોસા ને આ તમારી બાયડી એ જ જણ્યું છે કે સીધું ઝાડ પરથી વાંદરી પાસેથી લાવ્યા છો ... આમ ટીવી માં જુવો તો ખરા તમારું છોકરું વડ ના વાંદરા ને પાછા પાડે એવું છે...આખા ગામ ને મારે છે આ રેકોર્ડીંગ જો બીજા છોકરાઓ ના માબાપ જોશે તો એ લોકો તમારી પર કેસ ઠોકશે
નવતાડી સમોસું બિચારું ડઘાઈ ગયું અને બોલ્યું એ તો છોકરા હોય તો તોફાન કરે ખરા … પોલીસવાળા એ કીધું ….કઈ નહિ અમે તો કેસ દાખલ કરી દઈશું ત્યારે …પણ આ કેમેરા નું ફૂટેજ દેખાડશે એટલે તમારું કઈ વળશે નહિ…છેવટે પેલા નવતાડી સમોસા એ કેસ કરવા નું માંડી વાળ્યું… પછી તો એ છોકરા ની ફી સ્કુલે પાછી આપી ,ત્યારે પેલા નવતાડી સમોસા ને ભાન થયું કે કૈક ખોટું થાય છે ,અને નવતાડી સમોસું અને એનું બટાકાવડું બંને જણા અઠવાડિયું રહી ને સ્કુલે આવ્યા કેઅમારા છોકરા ને તમે જ ભણાવો… અને બટાકાવડા રાઝ ખોલ્યો , એ આ એનો બાપ જ એની સાથે એટલી ધમાલ કરે છે અને શીખવે છે કે નાપુછો ને વાત હું પણ આ બાપ દીકરા ના તોફાન થી કંટાળી જાઉં છું…
ટૂંક માં બાપ જ છોકરા ને તોફાન કરતા શીખવાડતો અને એમ પણ કેહતો જો બેટા બધા ને મારી ને પાછા આવવા નું હો આપણે માર નહિ ખાવાનો અને એમનું પુત્રરત્ન બાપ ની સલાહ નું અક્ષરસહ પાલન કરતો, સાડા ત્રણ વર્ષ નું બાળક શું સમજે…??? એને એમ કહો કે મારી ને આવજે એટલે એ ગમે તેને ગમે તે વસ્તુ થી મારે……!!!!! cont-Page-3
ચડે તે પડે અને પડે તે ચડે/page2/www.shaishavvora.com
Page-3
બટાકાવડા ની કહાની સાંભળી અને સ્કુલે ઘસીને ના પાડી કે આવી મેન્ટાલીટીવાળા ધરાવતા લોકોના છોકરા અમે હરગીઝ ના રાખીએ …જેનો બાપ જ છોકરા ને મારતા શીખવાડે … એ પણ સાડા ત્રણ વર્ષ ના કુમળા બાળક ને ….!!!
બસ આ જ વસ્તુ ચાલી છે ,અત્યારે સમાજ માં એકનું એક સંતાન હોય એટલે , એને સંતાન ઓછું અને માબાપનું રમકડું વધારે અને પછી પેલા નવતાડી સમોસા ,જેવા દુર્બળ કાયા જે પોતે વજનમાં ચાલીસ કિલોનો માંડ હશે …અને જીંદગી આખી સ્કુલ કોલેજમાં મારા જેવાએ ઢીબ્યો હશે, એટલે પોતાની બધી ભડાસ અને ઈચ્છા છોકરામાં નાખી ….બેટા મેં માર ખાધો પણ તું માર ખાઈને ના આવતો… એટલે પારણામાંથી શીખવાડી દઉં કે મારી ને આવજે….. દુનિયાભર નું એને નાનપણ થી જ શીખાવાડી દઉં , ક્યાય પાછુ ના પડવું જોઈએ મારું સંતાન…..
એક એવી જીદ ,અને ગાંડપણ…
પણ શું આ શક્ય છે..?
મારા એક વડીલ મિત્ર છે, આઠ દસ ગાડી છે એમના ઘેર …એમનો દીકરો બારમાં ધોરણ માં ફેઈલ થયો… અને દીકરો ખુબ રડ્યો… હું એમના ઘર હતો દીકરા ને છાનો રાખવા ગયો… મને આંખ થી ઈશારો કર્યો ચલ બહાર…અમે બંને બંગલા ની બહાર નીકળ્યા અને વડીલ મિત્ર મને ભેટી પડ્યા … દોસ્ત શૈશવ હું બહુ જ ખુશ છું આજે…મેં કીધું અલ્યા ગાંડા થઇ ગયા છો તમે છોકરો બિચારો આટલું રડે છે અને તમે ખુશ થાવ છો યાર…?
એમણે બહુજ સુંદર જવાબ આપ્યો…. શૈશવ, મારા દીકરા ને હું જીવનમાં ફક્ત બીજી વાર રડતા જોઉં છું એક એ જન્મ્યો ત્યારે અને બીજું અત્યારે… એ નાપાસ થયો એનું મને દુઃખ છે ,પણ મને આનંદ એટલે વધારે છે કે એને એની નિષ્ફળતા નો એહસાસ થયો….બસ
હવે એ સફળ થશે … હું તો આ જ દિવસ ની રાહ જોતો હતો કે મારો છોકરો ક્યારે પટકાય અને રડે…. હવે એ જીન્દગી માં ક્યાંય પાછો નહિ પડે…..ચલ પાર્ટી કરીએ ફાર્મ પર ચલ એના દેખતા મારે પાર્ટી નહિ થાય પણ મારું નંગ આજે પડ્યું છે એટલે મારે પાર્ટી તો કરાવી જ પડે
આજે એ નંગ ખુબ સફળ ધંધાદારી છે અને મારાથી વધારે ફોરેન ટ્રીપો મારે છે, રૂપિયા પાડે છે અને હું અને વડીલ મિત્ર મુછ માં હસ્યા કરીએ છીએ… જો આ પડ્યો ના હોત તો આજે આટલો ઉપર ના ચડ્યો હોત ……..
સંપૂર્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા
ચડે તે પડે અને પડે તે ચડે/page ૩/www.shaishavvora.com
