ચોરી અને ચોર …
શુ યાદ આવે ..??? એ તો ભઇ જેવો મુડ ….હેં …રોમેન્ટિક મુડ હોય તો દિલ ની ચોરી અને ચિતચોર યાદ આવે …રાતે અંધારા મા એકલા ઘર મા હોઇએ અને બારી ખખડે તો ઘરફોડીયો ચોર યાદ આવે ..ભીડ મા પાકીટ માર … મંદિર મા ચેઇન ખેચવા વાળો … અને ચપ્પલ ચોર..સાલુ ચોરો મા પણ કેટલા બધા… બદમાશ , ઠગ, કૌભાડી, ડાકુ, લુટારો, સરકારી અધિકારી, રાજકારણી…. કેટલા બધા પ્રકાર…દરેક ની પાછી સ્ટાઈલ અલગ …ચોરી કરવા ની.. ઘરફોડીયો ગણેશીયુ વાપરે…ગણપતી ના આકાર નુ હોય અને એના થી ઘર ના તાળા ખોલે…..બદમાશ ધમકાવે અને ખુલ્લે આમ ચોરી કરે…ઠગ પેહલા વિશ્વાસ જીતે ઘર મા ઘુસે તમે સામે થી બધુ એને આપો સાચવવા … અને એક રાતે તમને અચાનક મારી ને બધુ લઇ જાય …ડાકુ પોતાની સાથે થયેલા અન્યાય ને લીધે આખા સમાજ ની સામે બહારવ ટુ ઉપાડે… લુટારા.. ગમે તે હથિયાર લઇ ને તુટી પડે અને વચ્ચે જે આવે તેને મારી ને પરધામ પોહ્ચાડે અને બધુ લુટી લે …બાકી ના બે ની તો વાત કરવા જેવી જ નથી…એક એવો ચોર જે દેખાતો નથી .. પકડાતો નથી …અને પકડાય તો પણ કોઇ પણ રીતે પોતાની જાત ને સાચી પુરવાર કરે અને છુટી પડે… મન …મારુ અને તમારુ … એક નબર નુ ચોર આખો દિવસ અને રાત ..કેટલી બધી ચોરી … જાતે નકકી કરો … વિચારો …મજા આવશે …..
શુભ રાત્રી
– શૈશવ વોરા