બહુ કરી ભાઈ આ તો …. આપણને તો આજે ખબર પડી આ કાયદાની …કે હોટેલ ના મેનુ માં ભાવ સાથે કેટલી ક્વોન્ટીટી માં સબ્જી આવશે એ દર્શાવવુ ફરજીયાત છે …!!! આજ સુધીની કોઈપણ હોટેલ ના મેનુ માં ક્યારેય કેટલા ગ્રામ સબ્જી આવશે એ વાંચ્યું નથી.. ! દુનિયાની કોઈ જ હોટેલમાં નહિ … પણ મને આ કાયદો છે અને એનો અમલ થશે તો ગમશે , એનું કારણ એ છે કે જયારે જયારે આપણે અજાણી હોટેલમા જઈએ ત્યારે ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે , આપણે એમ સમજીએ કે સબ્જી ઓછી આવશે એમ ધારી લઈએ અને વધારે ઓર્ડર કરીએ ,ઓર્ડર ટેબલ પર આવે ત્યારે ખબર પડે કે આ તો બહુ બધી સબ્જી છે અને હવે વધશે .. !!! બસ પછી ક્યાંતો જીવ બાળવાનો ,ખોટો વધારે ઓર્ડર અપાઈ ગયો …
આપણે ત્યાં ડોગી બેગની સીસ્ટમ નથી પાછી … પરદેશમાં હોટેલમાં ગયા હોય ,અને ખાવાનું વધે તો એને પેક કરાવી લેવાનું અને ઘેર લેતા આવવાનું , એ વધેલા ખાવાને પેક કરવાની સીસ્ટમને ડોગી બેગ કેહવાય .. હું તો હોટેલમાં ઘણીવાર વધેલું જો સારી એવી માત્રમાં હોય તો ચોક્કસ પેક કરાવી લઉં છું …શરમ રાખ્યા વિના … પંજાબી જમવામાં હમેશા આ પ્રોબ્લેમ થાય છે .. ચાર વ્યક્તિ ગયા હોઈએ અને છેલ્લે રાઈસ જયારે ઓર્ડર કરીએ ત્યારે લગભગ બધાના આંટા ઉતારી ગયા હોય અને બે જણા જીરા રાઈસની બે ચમચી લે , મોઢું એંઠું કરવા પુરતું ..અને પછી સર્વિંગ પ્લેટમાં પોણો ટેકરો જીરા રાઈસનો વધે ,શું કરવાનું ..?? અને એમાં પણ પાછો રાઈસ જોડે દાલ તડકા મંગાવે… બે દુની ચાર ચમચી વપરાય અને આખી દાલ પડી રહે .. એક માણસ આખે આખો જમી લે એટલું બધું વધે … નકારો બગાડ …
ક્વોન્ટીટી ખબર હોય તો આવો બગાડ થોડો અટકે , જોકે આ બાબતમાં મારો હાથ થોડો છુટ્ટો છે , મને હમેશા એક વાત નો ડર રહ્યા કરે કે ખૂટશે તો ..? અને ક્વોન્ટીટી ખબર હોય તો પણ થોડું વધારે હું લેતો આવું .. અને પછી ગાળો ખાઉં.. આ શૈશવને કઈ લેવા ના મોકલાય .. હેતકનું લેતો આવે….એક વસ્તુ કીધી હોય અને ચાર આવે …
બેક ટુ પોઈન્ટ ..આ તોલમાપ ખાતાએ આ બિચારી અને બાપડી એવી ત્રણ હોટેલોને બંધ કરી .. મોટા મગરમચ્છો નું શું ..?? અમને લુંટે છે જ આ મગરો …પાણીપુરી ના ખુમચે તો નંગ નક્કી હોય છે, અને એમાં તો છેલ્લે પેલી બે ત્રણ મસાલાપૂરી મફતમાં ઠોકવાની જ હોય છે ..!!
પણ તાજ , ઓબેરોય , કે લીલા .. ફોર્ચ્યુન મેરીયટ , હયાત … થી ચાલુ કરી ને ચેલીયાઓની હોટેલો .. આશીર્વાદ, આસોપાલવ , એકતા .. સીટી પોઈન્ટ કે સેન્ટર … કબીર ટોપાઝ … ઓનેસ્ટ ..હેવમોર .. આ બધાનો વારો ક્યારે ..?? દંડ કરો તો આ બધાને કરો …મેનુ માં ક્વોન્ટીટી ક્યાંય નથી દેખાતી , ફીક્ષ થાળીમાં પણ બધા ગુજરાતી થાળોવાળા રીતસર લુંટી જાય છે અને આપણે લુંટાઈએ પણ છીએ..!!! અનલિમિટેડ થાળી ના નામે ..
એક માણસ એક ટંકે ૨૫૦ ગ્રામથી ૩૦૦ ગ્રામ જ ખાઈ શકે નોર્મલી …બહુ બહુ તો ૪૫૦ ગ્રામ એનાથી વધારે ખાય તો એ માણસ ના કેહવાય …એટલે જો ક્વોન્ટીટી જણાતા હોઈએ તો થોડી સરળતા રહે …
જોઈએ તોલમાપ ખાતુ ઝુંબેશ ઉપાડે છે કે પછી ..આદત પ્રમાણે એમની શીત નિંદ્રા માં પાછું જતુ રહે છે ..!! સૃષ્ટી માં ઘણા પ્રાણીઓ ચાર છ મહીને એક વાર જાગે અને પાછા સુઈ જાય.. અ નિંદ્રાને શીતનિદ્રા કે ગ્રીષ્મનિંદ્રા કેહવાય …
હું મારી રાત્રી નિંદ્રા લેવા જાઉં છું …
શુભ રાત્રી
શૈશવ વોરા