છઠ્ઠી ડીસેમ્બર -૨
રામાયણ પછી નો બીજો મોટો ગ્રન્થ આજ થી સાત હજાર કે પાંચ હજાર વર્ષ પેહલા , મહાભારત……ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચે ની લડાઈ … મનુષ્ય સંપૂર્ણ હોમો સેપીયંસ થઇ ચુક્યો હતો, બાકી બધા નો વિનાશ થઇ ગયો હતો ઉત્ક્રાંતિ માં બધા ન સેપીયંસે હોમો સેપીયંસ સેપીયાન્સે પાછળ પડી દીધા હતા … કુદરત ની સામે પડી ને થાય તેટલો વિકાસ જીવ સૃષ્ટિ એ કરી લીધો ….પ્રકૃતિ ને નાથવા નો પ્રયત્ન સફળ રહ્યો ….મનુષ્ય નામ ના જીવ ને હવે વધુ અપગ્રેડ થવા ની જરૂર ના રહી …. તેના લગભગ બધા જ દુશ્મનો ખતમ થઇ ચૂકયા હતા …પણ અંદર નો લડવાવાળો અને સામે પડવા નો સ્વભાવ હવે અંદર અંદર લડતો થયો અને રચાયું મહાભારત …..વેદો અને ઉપનીષદો નું સર્જન થઇ ચુક્યું હતું … કાગળ અને પેન બની ચુક્યા હતા , બ્રહમાંડ રહસ્યો પર થી પડદો ઉપડી ગયો હતો મંત્ર શક્તિ અને તંત્ર શક્તિ , માનવ જીવન ને સમૃદ્ધ બનાવી ગઈ હતી , અને ભારત વર્ષ અતિ જ્ઞાન ના ભાર થી પીડવા લાગ્યો હતો…..
એકંદરે મહાભારત પછી ની ઘણી બધી સદીઓ શાંતિ માં ગઈ ભારતવર્ષ ની , અને લગભગ આજ થી લગભગ ત્રણ હજાર વર્ષ પેહલા યુરોપ એટલે ગ્રીસ , આફ્રિકા એટલે ઈજીપ્ત ,મોન્ગલ આજનું રશિયા ચાઈના જાપાન એટલે ચંગેસ , અને ગલ્ફ બેબીલોન માં પણ પેરેલલ સંસ્કૃતિ નો વિકાસ થયો , જીસસ આવી ગયા ક્રિશ્ચિયાનીટી ધરતી પર અવતરી, યુરોપ સભ્યતા શીખતું ગયું , ઈજીપ્ત અને બગદાદ ની બેબીલોન સંસ્કૃતિઓ ચરમ સીમા પર હતી …. એક ખંડ માંથી બીજા ખંડ માં આવવા જવા નું ચાલુ થયું હતું …. વેપાર ચાલુ થયો ….ઇસ્લામ નું અસ્તિત્વ આવ્યું ….ધરતી પર ત્રણ ધર્મો સ્થાપિત થયા , ક્રીશચન , ઇસ્લામ અને હિંદુ ….
ભારતવર્ષ ને મળ્યા એ જ સમય ગાળા માં મહાવીર અને બુદ્ધ … બુદ્ધ છવાયા પૂર્વ ના દેશો સુધી અને મહાવીર આગળ ના વધી શક્યા ……
મધ્યયુગ તરીકે ઈતિહાસ જેને ઓળખે છે એ સમય ગાળો ચાલુ થયો ,ભારતીય ઉપમહાદ્વીપ ની બે મહા નદી સિંધુ અને બ્ર્હમ્પુત્ર ના ખોળામાં રમતી અને ઉછરતી સંસ્કૃતિઓ નું કેન્દ્ર ગંગા ના મેદાન માં આવ્યું , મગધ નું પાટલીપુત્ર એટલે આજ નું પટના અને કલિંગ એટલે આજ નું ઓરિસ્સા … ભયંકર યુધ્ધ થયું , મહાભારત પછી નું પેહલું આટલું ભયાનક યુદ્ધ … અને પછી આગળ વધ્યા બુદ્ધ …..અહીસા પરમો ધર્મ … ભારતવર્ષે પચાવી લીધો આ સંદેશ ને પોતાના જીનેટીક્સ માં નાખ્યો અને સહનશક્તિ વધારી નાખી ….આક્રમણ કરવા ની ક્ષમતા લગભગ ગુમાવી….
સહારા ના રણ ની આજુ બાજુ રેહતી પ્રજા એ ફક્ત હિન્દુસ્તાન ની આબોહવા અને સંસ્કૃતિ ના ફક્ત વખાણ જ સાંભળ્યા હતા …. કઠોર તડકો અને ઠંડી ઝેલતી પ્રજા માટે હિન્દુસ્તાન એ સપના સમાન હતું …અને પર્શિય થી અને ખૈબર ઘાટ ના રસ્તે થી હિન્દુસ્તાન ઉપર આક્રમણો શરુ થયા …..
સાથે સાથે વિશ્વભર ના માનવ સમુદાય ને ખબર પડી ગયી હતી કે સોનું એ કીમતી ધાતુ છે અને તેના થી ગમે તે ખરીદાય ….સૌથી પેહલા ભારતે સોના ને ઓળખ્યું અને ભેગું કર્યું …..અને ખૈબરઘાટ ને ઓળંગી અને આક્રમણો ચાલુ થયા …સારી ધરતી અને સોનું બે લાલચ હતી ભારત ભૂમિ પર આક્રમણ કરવા પાછળ .
હિન્દુસ્તાન નો સમાજ એ જમાના માં અત્યારના અમેરિકન સમાજ જેટલો મુક્ત સમાજ હતો …. માનવ અધિકાર ની વાતો નોહતી પણ ખરેખર અસ્તિત્વ માં હતો , સમૂહ જીવન થી સમાજ જીવન અને ત્યાં થી આગળ વધી ને કુટુંબ જીવન અને એકલ માનવ જીવન જેમાં કુટુંબ થી દુર જઈ ને પણ એકલો માણસ જીવતો , આશ્રમ પ્રથા , વર્ણ , વર્ગ, જાતી ઘણું બધું ડેવલપ થયું હતું ……
જેમ આજ માં ભારતીય ને અમેરિકા કે કેનેડા કે ઓસ્ટ્રેલીયા જઈ ને વસવા ની અને મુક્ત હવા માં શ્વાસ લેવા ની મહેચ્છા છે તેમ એ સમય માં આખી દુનિયા ને ભારત વર્ષ ના મુક્ત સમાજ માં ભળવા ની અને ભારતવર્ષ ની આબોહવા માં રેહવા ની અદમ્ય ઈચ્છા જાગતી , વણઝારો ની વણઝારો આવતી ભારત માં ,સમાવાય તેટલા બધા ને ભારત ભૂમિ એ સમાવ્યા …..
પછી મૂળ નિવાસી ભારતીયો અને નવા આવેલા ઈમિગ્રનટો વચ્ચે ખટરાગ ચાલુ થયો … અરબસ્તાન થી આવેલી પ્રજા ભારત માં ભારત ની જમીન પર પોતાના અધિપત્ય માટે લડતી થઇ અને આજ ના અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ….પુરષપુર બન્યું પેશાવર અને ગાંધાર બન્યું કંધહાર ……. હિંદુ રાજા ઓ ના હાથ માંથી ખૈબર અને ભારત ને હિમાલય ની પેલે પર જોડતો એક માત્ર કુદરતી રસ્રતો ગયો ….અડગ હિમાલય નું કુદરતી કવચ ભેદાયું …
અને પછી ભારતવર્ષ આવી ગયું બચાવ ની મુદ્રા માં …. આવી ગોઝારી ચૌદમી અને પંદરમી સદી ……ઇસ્લામ લગભગ સહારા ના રણ અને હિમાલય ની છેક છેવાડા ની છેલ્લી પશ્ચિમી પહાડી ઓ સુધી વિસ્તરી ગયો …..તલવાર ની ધાર એ મૂળ નિવાસી ને ડગવ્યા …..યુદ્ધ માં પણ નિયમો અને શિસ્ત પાળનારી ભારતીય પ્રજા ઉપર અંધાધુંધ હુમલા થયા ….શાંતિ થી જીવતો કદાચ થોડી ઐયાશી થી જીવતો ભારતીય માણસ આક્રમણ ખોરો ના અમાનુષ અત્યાચારો થી તૂટી ગયો , અને સરહદો જે કુદરતી દીવાલ અને આશીર્વાદ રૂપ હતી ભારત વર્ષ માટે એ દીવાલો પર કબજો થયો આક્રમણકારીઓ નો, અને તેમનો ધર્મ હતો ઇસ્લામ …..મોટા પાયે ધર્માંનાતરણ થયું ….તક્ષશિલા અને નાલંદા વિદ્યાલયો ખંડેર બન્યા ….
જો કે મૂળ નિવાસી ઓ ને ખબર જ ત્યારે પડી કે તેઓ ધરમે હિંદુ છે ,જયારે ઇસ્લામ આવ્યો ત્યારે , ત્યાં સુધી તો તેઓ હિંદુ ને ધર્મ તરીકે નહિ પણ એક જીવન જીવવા ની પદ્ધતિની રીતે હિંદુ તરીકે જોતા , અને પછી થી હિંદુ ને ધર્મ તરીકે જોતા થયા …. રામાયણ અને મહાભારત ,જેમાં ભગવદ ગીતા નો સમાવેશ થાય છે …તેને આધાર માની અને રાજ્યો ચાલતા , નીતિ શાસ્ત્ર ,કૂટ શાસ્ત્ર અનેકો અને શાસ્ત્ર , વેદો , ઉપનીષદો ,ભાષ્ય , અને ટીકા ઓ લખાઈ ગઈ હતી , સુંદર સાહિત્ય નું સર્જન થઇ ચૂકયું હતું , એટલે કેવી રીતે જીવન જીવવું એના બહુ બધા ઓપ્શન અવેલેબલ હતા ….
અચાનક એક નવી જીવન શૈલી સામે આવી ઇસ્લામિક … જે ઘણા બધા અંશે કન્ફયુઝન વાળી હતી … જેને આપણે સ્પિરિચુઅલ ડેપ્થ કહીએ એ ક્યાય હતી નહિ , એટલે બુદ્ધિ ગમ્ય વર્ગ હતો એણે ઇસ્લામ ના પ્રભાવ વાળા પ્રદેશો નો ત્યાગ કર્યો , અને આક્રમણ ખોરો બધું જ જ્ઞાન બાળતા ગયા, અને ભારત નો એ અજ્ઞાન અને અંધકાર વાળો યુગ ચાલુ થયો …..જ્યાં સાચી ખોટી અંધશ્રદ્ધા ઓ અને વેહમ એ જન્મ લીધો …. હિદુ સંસ્કૃતિ નો મૃત્યુ ઘંટ વાગ્યો ,જયારે દિલ્લી ની ગાદી પર થી પૃથ્વીરાજ ચૌહાણ ખસ્યો ….અને ઘોરી અને ગઝની અને લોધી વંશ ગાદી પર આવ્યો ….
સત્યાવીસ જૈન મંદિરો તોડી અને કુતુબ મીનાર બન્યો …….આજે પણ કુતુબ મિનાર નું શિલ્પકામ સાક્ષી પૂરે છે , કે હિંદુ શૈલી નું બાંધકામ છે એ નહિ કે ઇસ્લામિક ……
વધુ આવતી કાલે ..
શુભ રાત્રી
શૈશવ વોરા