કાલે રાત્રે એક મસ્ત ન્યુઝ વાંચ્યા … એક ચીના એ એની પ્રેમિકા ને પ્રપોઝ કરવા માટે પચાસ લાખ રૂપિયા ના આઈ ફોન ૬ એસ લીધા …પચાસ લાખ રૂપિયા માં આઈ ફોન ..!!!! અને એ પણ પ્રપોઝ કરવા માટે … !!! ડોબો સાલો …
થોડા ફૂલો પણ સાથે લાવ્યો હતો …પાંચ લાખ યુઆન નો ખર્ચો …એટલે લગભગ પચાસ લાખ રૂપિયા જ થાય ….. બોલો લોકો પ્રેમ માં શું શું કરે છે ….
અમારા જમાના માં પ્રેમ કરવા સોરી જતાવાના માટે ના સાધનો બહુ ઓછા હતા … ફૂલો અને કાર્ડ જ ચાલતા … એક્ચુઅલી વેલેન્ટાઈન ત્યારે બહુ નાના હતા અને વસંતપંચમી મરી ગઈ હતી …અમદાવાદીઓ ને એશી અને નેવું ના દાયકા માં મોટે ભાગે સી.જી. રોડ પર આવેલું ફીલિંગ્સ માંથી એક બે કાર્ડ લઇ લો એટલે વાર્તા પતી જાય સો રૂપિયા માં તો મોટું કાર્ડ આવે … અને બે રૂપિયા નું એક ચાઇનીઝ ગુલાબ મળે એકસામટા દસ બાર ચાયનીઝ ગુલાબ લઇ ને બોમ્બે ફ્લાવર માદલપુર માં થી એકાદો બુકે બનાવી ને આપો એટલે છોકરી બિચારી અડધી અડધી થઇ જાય .. પછી બાઈક કે ગાડી નો આંટો અને એકાદી મોટી હોટલ જેવી કે પતંગ કે શાલીન કે કામા ….અલ્યા બહુ થઇ ગયું …આટલી વાર માં તો તમારા ઘેર લેન્ડલાઈન ઉપર ફોન કરી ને એ છોકરી સામે થી તમારી મમ્મી જોડે વાતો કરતી થઇ જાય અને ઘેર પાછા જાવ એટલે મમ્મી તમને પૂછે બેટા ફલાણી કોણ છે ..? મારી જોડે બહુ વાતો કરે છે .. એટલે પછી તમારે ચેતવા નું જે ફોડ પડવો હોય તે પડી દેવાનો ….
પણ આજ કાલ ના છોકરા છોકરીઓ ને ઓપ્શન બહુ મળી ગયા છે … ચીન માં આવા ગાંડા છે એવું નહિ … અહિયાં પણ આપણા દેશ માં પણ આવા નંગો પડ્યા છે …. એક ભાઈ એ એમની પ્રેમિકા માટે આખી ટ્રક ભરી ને ગુલાબ મંગાવ્યા અને પ્રેમિકા ની આખી સોસાયટી માં પથરાવ્યા અને પોતે પાછા હેલીકોપ્ટર થી ગુલાબ એમની ઉપર નાખ્યા … આ સીન યશ ચોપરા ના પિક્ચર નો નહિ ..અમદાવાદ ના નવરંગપુરા નો છે …. છોકરી ના બાપ ને પરાણે એને પરણાવી પડે …જેટલો મોટો તાયફો કરે એટલે ગામ ને વધારે ખબર પડે ….બીજો કિસ્સો કહું …
અમારો એક મેડીકલ માં ભણતો મિત્ર નો ખુબ હોશિયાર મિત્રએ જોરદાર ખેલ કર્યો હતો એક છોકરી ને રોજ લોહી થી લખેલો કાગળ પોહાચાડે… પેલી પણ એન એચ એલ મેડીકલ કોલેજ માં જ હતી ..ડોક્ટર થવા ની હતી ….લોહી મૂળ શોધી કાઢ્યું ….હિરોઈન માટે હીરો બલ્ડ બેંક માં થી એક્સ્પાયર થયેલું બલ્ડ લઇ આવે અને રોજ રાતે બેઠો કાગળ પર કલાકારી કરે …. હિરોઈન માથા ની હતી …એ પોહચી ગઈ બલ્ડ બેંક માં અને પછી જે મજા થઇ છે … આખી હોસ્ટેલ રાતે ભેગી થઇ અને હીરો ને કુકડો બનાવ્યો ……એટલે આવું પણ થાય ….
પાછા પેલા ચીના પર આવીએ…. આઈ ફોન એસ ૬ ને ૯૯ આઈફોન ભેગા કરી ને દિલ બનાવ્યું આખા સ્ટાફ ને ચીના પાર્ટી એ ભેગું કર્યું …આટલો બધો ખર્ચો કર્યો પણ પેલી એ ના પાડી …. ગઈ ભેંસ પાણી માં … પચાસ લાખ નો ધુમાડો થઇ ગયો અને એની ચીની એને ના પાડી ગઈ …જા તારી હારે નથ પૈણવું માર …. આ લે લે લે લે …. બહુ કરી ને ……
બોલો હવે શું કેહવું ચીના ને ડોબો ને ….હશે પણ બિચારા પ્રેમ કરે એને જ ખબર પડે … મારા તમારા જેવા તો સસ્તું જ શોધતા ફરે …સ્નેપ ડીલ અને ફ્લીપ કાર્ટ પાછા આજે મચ્યા છે ….ઓન લાઈન સેલ કરવા … કોઈ ને ચીની નહિ તો મીની ને પ્રપોઝ કરવું હોય તો ઓન લાઈન શોપિંગ કરી સસ્તા માં સિદ્ધપુર ની જાતરા કરી લો ના પડે તો બહુ નુકસાન ના પડે ….
આ તો અંદર નો વાણીયો બોલે છે …
શૈશવ વોરા