સુબ્રોતો રોય આજે તિહાર જેલ માં એમના ઓફીસીઅલ જોડે મીટીંગ કરશે … તિહાર માં એમના માટે બધી સગવડ ઉભી કરવા માં આવી … એક કોન્ફરન્સ રૂમ પ્રેઝન્ટેશ ન માટે એક એલ સી ડી ટીવી અને એસી ….
એક “મિત્ર ” સાબરમતી માં રહેલો થોડા સમય માટે ……વાતો સંભાળવા નો “અવસર ” પ્રાપ્ત થયો હતો …થોડા અવતરણો મુકું છું … ગાળો અને નામો બાદ કરતા …. જેલ નિવાસી મિત્ર થોડા છ સાત પેગ ના હલકા નશા માં હતા એમને પોણો લીટર સિવાય ચડતી નથી ….
બોસ અપના ક્યાં ઠાઠ થા વહા પે .. તીન દિન ઉધર રહા પર એક ભી દિન ઉધર કા ખાના નહિ ખાય … અરે મસ્ત હોટેલ સે નોનવેજ આતા થા .. વો નહિ યાર ગાડી સે ઉડાયા … ઉસકે લિયે .. અપની તો જમ ગઈ … સાલા ઈમ્પોર્ટેડ સિગરેટ .. સબ સબ મિલતા થા …ઔર યાર વો સારે કાઉંટર .. કેસ ફિર વો બિલ્ડર … ફિર વો ભાઈ હૈ ના ….. સબ કે સબ … યાર મૈને તો ફૂલ ટુંન એન્જોય કિયા તીન દિન … યાર એક હી અફસોસ રહા .. લડકી કા જુગાડ નહિ હુઆ … હો જાતા પર થોડે જ્યાદા ખર્ચા કરના પડતા ….સચ મેં યાર તીન દિન કહા ગયે પતા હી નહિ ચલા ……લા ચલ બે નીટ મારના પડેગા … અંકલ કોઈ કામ હો તો બોલના સબ કે બહાર ઓર અંદર કે નબર હૈ ..ઔર અભી શાયદ ઔર દો તીન દિન જાના પડેગા ….
હિન્દુસ્તાન ની ત્રણ મોટી જેલ તિહાર .. આર્થર રોડ … અને સાબરમતી … કોઈ બીક જ નહિ સપૂર્ણ ગૌરવ … શું તિહાર રાયસીના હિલ્સ છે ?? આર્થર રોડ ૭ આર સી આર છે ?? અને સાબરમતી ૧૦ જનપથ છે ? કે ત્યાં જઈ ને બહાર આવનારા ને આટલો બધો ગર્વ કેમ હોય છે ….
જેલ એ કોઈ એચ આર એચ નો મહેલ છે ?? સેર સપાટા ની જગ્યા છે ?? જે હોય તે … કિરણ બેદી કદાચ જેલ સુધારણા વિષે ફરી વિચારશે … જેલ ને હવે બગાડવી પડે એવો સમય છે .. ચક્કી પીસિંગ પીસિંગ એન પીસિંગ … થાય તો આ બધું સુધરે …. બાકી તો કોર્ટો જામીન આપવાજ બેઠી છે … પોલીસ પૈસા ખાવા છે … અને જેલો મોજમજા અને હા હવે તો બીઝનેસ મીટીંગ માટે પણ છે .. સહારા ની મીટીગ માટે નો તૈયાર કરાયેલો રૂમ કદાચ ડી એલ એફ પણ ભાડે લે … પ્રગતિ મેદાન માં એક્ઝીબીશન અને તિહાર માં એજીએમ … વાહ વાહ …
મહાત્મા મંદિર માં એક્ઝીબીશન અને સાબરમતી માં બીઝનેસ મીટ … વાઈ બ્રન્ટ ગુજરાત … ના ના વાઈ બ્રન્ટ ઇન્ડિયા … ‘બા ‘ ને આ નવો આઈડિયા ના આપતા…. નહિ તો અમલ થશે … ભજીયા વેચાય તો બીઝનેસ મીટ કેમ નહિ ??
હેં ભઈ …. સુ કેછ હે બકા ….???? થાય ક ન થય … ?? બોલ જીગા .. હારું તું તો નય બોલે ..તો હાવે લખ …બશ … કોમેન્ટ લખજે … હો…
સુપ્રભાત
– શૈશવ વોરા