આજે વાત કરાવી છે જોરદાર ચાલતા વિકાસ ની … મારા એરિયા માં ચાલતો કેવો મજાનો વિકાસ … મારી ટેવ પ્રમાણે થોડી પૂર્વભૂમિકા અને ઈતિહાસ ….
સાલ ઓગણીસો ને એકાણું અમે શ્યામલ રો હાઉસ થી આગળ ના એક વગડા માં એક નાનકડો પ્લોટ જોવા આવ્યા આજુબાજુ અશ્વમેઘ અને નિશાંત જેવી સુન્દર મજા ની સ્કીમો ચાલતી કેવા મોટા મોટા બંગલા બને એ બધા , પણ બાર બાર લાખ રૂપિયા ના …..પ્લોટ સસ્તો હતો એટલે લઇ લીધો ….પછી તો આવ્યું ઔડા ….અહ હા હા …શુ પ્લાનીગ..? ઔડા નું તમે વાત જવાદો શ્યામલ ચાર રસ્તા થી તે કર્ણાવતી ક્લબ સુધી નો સો ફૂટ પોહળો મોડલ રોડ બનાવશું અમે તો …
અમે પણ બંગલો બાંધવા નું ચાલુ કર્યું … સાલ આવી ઓગણીસો ને અઠ્ઠાણું …પેહલી ઓક્ટોબર નવા બંગલા નું વાસ્તુ કરી અને રેહવા આવ્યા ….પછી તો સો ફૂટ ના રોડ નો કઈ વિકાસ થયો …..ફટાફટ ચારે બાજુ દસ માળિયા ઉભા થયા અને આવ્યું પેહલું ચોમાસું … જોરદાર વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર …..અમે તો ખાલી કેડ સમાંણા પાણી માં ડૂબી ગયા ….કેચ પીટ અને સ્ટ્રોમ વોટર લાઈન કોને કેહવાય , એવી ઔડા ના એન્જીનીયરો ને પણ અમારી સાથે જ ખબર પડી ….સ્ટ્રોમ વોટર લાઈન અને ગટર લાઈન બે અલગ નાખવી પડે એવી પણ બિચારા ઔડા ના બાળ ભોળા એન્જીનીયરો ને ત્યારે જ ખબર પડી ….
શું કેહવાય છે પેલી ટીપી સ્કીમ મુકે ત્યારે તો બિલ્ડરો કહે એમ કરવું પડે ,ના માનીએ તો ઉપર થી દબાણ આવે અને પછી કરવું પડે એટલે ટીપી ઉર્ફે ટાઉન પ્લાનીગ સ્કીમ વખતે ખાલી ગટર લાઈન અને રોડ બનાવી દેવાનો બાકી તો શું વસ્તી વસી જાય ,એ પછી બધું ધીમે ધીમે થાય …..સાચી જ વાત છે ને હેં … અમારે ટાઉન પ્લાનીગ કરવા માં બીજા કેટલા બધા ફેક્ટર નું ધ્યાન રાખવું પડે …..
અને બધું કામ કાઈ અમે ઔડા અને મ્યુનીસીપલ ના એન્જીનીયરો અને વહીવટદારો અમારી માં ના પેટ માંથી થોડા શીખી ને આવ્યા છીએ ..? બધું અનુભવે ધીમે ધીમે શીખાય ….અને બધું શીખીએ ત્યાં તો રીટાયર થવા નો ટાઈમ આવે …અમારો એન્જીનીયરો નો ક્યાં કઈ વાંક છે ….
હવે લો બીજી વાત કરું અમને ભણવા માં સ્ટ્રકચરલ એન્જીનાયારીંગ આવ્યું બરાબર … પણ એનો ઉપયોગ કેમ કરવો એ તો અમને ૨૦૦૧ ના ભૂકંપ પછી ખબર પડી … સો ફૂટ ના રોડ ઉપર કેટલા બિલ્ડીંગ પડી ગયા કેટલા માણસો મારી ગયા ,પણ એમાં અમારો શું વાંક હેં …?
આ તો ભાઈ આખી ધરતી શેષનાગ ની ફેણ પર છે અને શેષનાગે પડખું ફેરવ્યું અને ૨૬ મી જાન્યુઆરી નો મોટો ભૂકંપ આવ્યો …. બિલ્ડરો ના આ જન્મ ના પાપ અને જે મરી ગયેલા એમના ગયા જન્મ ના પાપ ….. બોલો એમાં અમારો એન્જીનીયરો કે અમારા વહીવટ કરતા રાજકારણીઓ નો શું વાંક …. ?? ના ભાઈ ના ..કઈ જ નહિ હો ભાઈ કોઈ નો વાંક નહિ , બસ અમે બિચારી જનતા નો જ વાંક .
જુઓ અમે તો એક પાવડો અને ત્રિકમ વસાવી લીધા જયારે જયારે વરસાદ આવે ત્યારે ત્યારે અમે પાવડા અને ત્રિકમ થી ગટર ના ઢાંકણ ખોલી નાખીએ …એટલે પાંચ સાત કલાક માં પાણી ઉતારી જાય અને એમાં કઈ કોઈ ફરિયાદ થોડી કરાય …? તમે કેવું સરસ પ્લાનીગ કરો છો હેં …તમને કોઈ પૂછે કે આટલા પાંચ ઇંચ વરસાદ માં પ્રહલાદ નગર અને સો ફૂટ રોડ પાણી માં કેમ ગરકાવ થાય છે …? તો તમે શું કહો … અમે શું કહીએ વળી … અમને તો ચોખ્ખું કીધું છે પેલા jnurm વાળા એ એક કલાક માં એક ઇંચ પાણી પડે તો ઉતરી જાય એવું પ્લાનિંગ કરવા નું …પછી વધુ વરસાદ પડે તો અમે શું કરીએ …? અમે અમારી અક્કલ તો લોકર માં રાખીએ છીએ ને …..
અને હા જો મોદી સાહેબ નું રાજ હતું અને આખા દેશ માં હવે રાજ છે એટલે અમે જે કરીએ એ બધું બરાબર જ હોય …..કોંગ્રેસ જ ખોટી ,જુઠ્ઠી ,લુચ્ચી ,લબાડ, બધું જ …હા સમજ્યા ને ….હા ભાઈ હા … અમે તો તમારા વાળા ને જ મત આપીએ સો ટકા …જરાય ચિંતા ના કરતા હો …
તે પણ અત્યારે એકદમ આટલા બધા છેલ્લા બે મહિના થી આ આટલા બધા ખાડા કેમ ખોદી નાખ્યા સેટેલાઈટ માં ..? અને બાવીસ વર્ષે આ ખાડા કેમના ખોદયા ..? આ નવો શું વિકાસ કરવા ના ….
હવે અમને ખબર પડી ગઈ કે તમે આટલા વર્ષ થી વરસાદ માં ત્રિકમ અને પાવડા થી ગટર ના ઢાંકણ ખોલો છો એટલે અમે વરસાદી ગટર ના ભૂંગળા નાખીએ છીએ જેથી , આવતા ચોમાસે તમારે આવા કામ નહિ કરવા પડે, જોયુ આને કેહવાય વિકાસ ………વાહ વાહ વાહ મોદી સાહેબ ની જે બેન ની જે … સોળ વર્ષે ગટર ના ઢાકણ ખોલવા માંથી મુકતી મળી ….. નદ ઘેર આનદ ભયો જય કનીયા લાલ કી વિકાસ ની …..જે…. વિકાસ ની જે …..
તે પણ હેં ઈજનેરભાઈ આ ખાડા તો બે મહિના થી છે અમારી કમર અને જમ્પર ની તો માં પૈણી નાખી હજી કેટલા દા`ડા આ વિકાસ કરશો ..આમ ને આમ કરશો તો તો હજી બીજા ત્રણ મહીઓ કાઢશો … અને અમારી આંખો અને શ્વાસ માં જે ધૂળ ઉડે છે એમાં અમે કદાચ આંધળા ,કે ખાડા માં પડી ને લુલા લંગડા ના થઇ જઈએ …. એ તો તમારું નસીબ અમે શું કરીએ એમાં … કો તમારા બેન ને અને સાહેબ ને …..ના બાપા ના એમને તો ખાલી મત જ અપાય હો બીજું કઈ ના કેહવાય ….
પેલી રોડ લાઈન પાડવા ના છો તો આ ગટર કામ માટે ખાડા ખોદયા છે તે આજુ બાજુ ના દબાણ પણ સાથે હટાવી દો ને એટલે નવો રોડ બનાવશો એ થોડો મોટો બને તો ટ્રાફિક ની સમસ્યા પણ થોડી હળવી થાય …. એ ભાઈ તમે તમારું કામ કરો ને અને અમને અમારું કામ કરવા દો તમે મત આપી દીધો ને …બસ તમારું કામ પૂરું …..
હા રે ભાઈ હા અમારે તો અમારું કામ કરે જ છૂટકો છે ને અમે અમારા ઘર બાર મૂકી ને ક્યાં જવાના હેં …. વિકાસ કરો કે વિનાશ અમે તો અહીજ જીવવા ના અને મરવા ના ……
શુભ રાત્રી
– શૈશવ વોરા